વડોદરાઃ શહેરના મંગળબજાર વિસ્તારમાં આવેલા રામજી મંદિર ખાતે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ સમક્ષ શ્રી હનુમાન ચાલીસાના પઠનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
5 મી ઓગષ્ટ બુધવારના રોજ અયોધ્યામાં શ્રીરામ મંદિરનું પુનઃ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ સમક્ષ શ્રી હનુમાન ચાલીસાના પઠનનો ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
મંગળબજારના જુના ઓક્ટ્રોય કચેરી ખાતે આવેલા રામજી મંદિર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ સહિતના પદાધિકારીઓ અને રામભક્તો જોડાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં રામભક્તોએ શ્રી હનુમાન ચાલીસાનું પઠન કરી ધન્યતા અનુભવી હતી.