વડોદરા : રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ વડોદરાના જિલ્લાના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને કોરોના સંક્રમણની પરિસ્થિતિ અંગે જિલ્લાવાર સમીક્ષા કરીને માર્ગદર્શન આપ્યું હતું. જેમાં જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે જયંતિ રવિને વડોદરા જિલ્લામાં કોરોના સંક્રમણ અંગેની જાણકારી આપી હતી.
આ પણ વાંચો - મુખ્ય પ્રધાન રૂપાણીએ વડોદરામાં વધતા કોરોના સંક્રમણની સમીક્ષા કરી
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ કોવિડને અનુલક્ષીને રાજ્ય સરકારે જે વિશેષ અનુદાનો ફાળવ્યા છે, તેના સક્ષમ અને સમુચિત ઉપયોગની ખાસ કાળજી લેવા માટે અનુરોધ કર્યો હતો. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યથી લઈને જિલ્લાકક્ષા સુધી આરોગ્ય વિભાગની ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
આ પણ વાંચો - વડોદરામાં કોરોના વિષયક તકેદારીના ભાગરૂપે ડિજિટલ સેવા સેતુ યોજાશે, મુખ્ય સચિવે માર્ગદર્શન આપ્યું
આરોગ્ય વિભાગની ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયાને અનુલક્ષીને આ પ્રક્રિયા સમયબદ્ધ રીતે પૂરી કરવા પર જયંતિ રવિએ ભાર મૂક્યો હતો. જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે તબીબી માનવ સંપદાની જિલ્લાકક્ષાએ થયેલી ભરતીની વિગતો આપી હતી. આ બેઠકમાં જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ ભાગ લીધો હતો.