ETV Bharat / state

મહાનગરપાલિકાની ચૂંટણીમાં સ્થાનિકોએ આપ્યો કોર્પોરેટર્સના કામોનો હિસાબ - Municipal elections

મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોએ પોતાના મતવિસ્તારમાં જન સંપર્ક શરૂ કર્યા છે, ત્યારે મત વિસ્તારમાં કેટલાક કયા કામો કર્યા કયા કામો બાકી છે. તે વિશે સ્થાનિકો સાથે ETV BHARAT દ્વારા ચર્ચા કરવામાં આવી હતી.

મહાનગરપાલિકાની ચૂંટણીમાં સ્થાનિકોએ આપ્યો કોર્પોરેટરોના કામોનો હિસાબ

author img

By

Published : Feb 11, 2021, 8:28 PM IST

Updated : Feb 11, 2021, 9:07 PM IST

  • મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોર્પોરેટરોનો કામોનો હિસાબ સ્થાનિકોએ આપ્યો
  • કોર્પોરેશનના વૉર્ડ નંબર 06 પર નજર
  • સ્થાનિકોની સમસ્યા અંગે ચર્ચા

વડોદરાઃ શહેરના કોર્પોરેશનનો વૉર્ડ નંબર 06 વિસ્તાર એટલે વારસિયા, સરદાર એસ્ટેટ, ફતેપુરા, સહિતનો વિસ્તારની સોસાયટીઓનો સમાવેશ થાય છે. તેમાં ચારેય ભાજપના કાઉન્સિલર છે. જેમાં ભાજપમાંથી આ વખતે ઉમેદવારીમાં જયશ્રીબેન સોલંકી, હેમિષા ઠક્કર, ડૉ શીતલ ભાઈ મિસ્ત્રી, હીરાભાઈ પંજવાણીનો સમાવેશ થાય છે.

મહાનગરપાલિકાની ચૂંટણીમાં સ્થાનિકોએ આપ્યો કોર્પોરેટરોના કામોનો હિસાબ

વડોદરામાં etv ટીમ વૉર્ડ નંબર 6માં પહોંચી

મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, ત્યારે etv ટીમ વૉર્ડ નંબર 6માં પહોંચી હતી. સ્થાનિકોની સમસ્યા અંગે ચર્ચા કરી હતી. અહીં 4 કોર્પોરેટર ભાજપના છે જેમાં પૂર્વ કોર્પોરેટર કેતન બ્રહ્મભટ્ટ તો દંડક પણ રહી ચૂક્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે, દર ચૂંટણીમાં હિન્દુ મુસ્લીમની આસ્થાના કેન્દ્ર સમાન સરસિયા તળાવનું બ્યુટી ફિકેશન કરવાના વાયદા કરાય છે, પરંતુ 25 વર્ષથી કોઈ નિકાલ આવ્યો નથી. વૉર્ડમાં ત્રણ સરકારી શાળાઓ બંધ કરી દેવાઇ છે. રોડ, રસ્તા, ડ્રેનેજ અને પીવાના પાણીની સમસ્યાનો હલ પણ નથી સ્ટ્રીટ લાઈટો પણ બંધ હાલતમાં છે. કોર્પોરેટર્સ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. આ વખતે અમે અહીંયા પરિવર્તન લાવીશું અને અમારી રજૂઆત જે સાંભળે છે એને અમે મત આપીશું.

Last Updated : Feb 11, 2021, 9:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.