- કડધરા ગામે પતિએ પત્નીની હત્યા કરી
- જમવા બાબતે થયેલા ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું
- ડભોઈ પોલીસે હત્યાનો ગુનો નોંધી પતિની શોધખોળ આરંભી
- જમાઈએ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ
વડોદરાઃ જિલ્લાના ડભોઇ તાલુકાના કડધરા ગામે બનેલી ઘટનામાં કડધરા ગામે રહેતા મહેશભાઈ વસાવા અને તેમના પત્ની શકુંબેન મહેશભાઈ વસાવા વચ્ચે રવિવારે સાંજે જમવાનું બનાવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં ધૂળાભાઈ પીધેલી હાલતમાં હોવાથી તેમની પત્ની શકુંબેનને પ્રથમ બોલાચાલી બાદ ઉગ્ર તેમને ઢોર માર માર્યો હતો.
દારૂના નશામાં છાંકટા બનેલો પતિએ પત્નીની હત્યા કરી ફરાર
આ બાબતની જાણ ડભોઇ તાલુકાના ઢીકરીયા ગામે રહેતા તેમના જમાઈ ગિરિશભાઈને થતા તે સ્થળ ઉપર આવી મહિલાને તેમના ઘરે લઈ જવા આગ્રહ કર્યો હતો. પરંતુ મહિલાને પગ અને બરડાના ભાગે ઇજાઓ થઈ હતી. જેથી મહિલાએ સવારે આવવાનું જણાવી જમાઈને પાછા મોકલ્યા હતા. રાત્રી દરમિયાન પુનઃ બંને પતિ-પત્ની વચ્ચે ઝગડો થતા પતિ મહેશે શકુંબેનને ઢોર માર માર્યો હતો. જેમાં શકુબેનને ગંભીર ઈજાઓ થતા તેમનું મોત નિપજ્યુ હતું.
માર મારી ભાગી છૂટેલા મહેશભાઈ વસાવા વિરુધ્ધ ફરિયાદ
આ બનાવ અંગેની ફરીયાદ જમાઈ ગિરીશભાઈ કનુભાઈ વસાવાએ ડભોઇ પોલીસને કરતા ડભોઇ પોલીસ સ્થળ ઉપર આવી પહોચી હતી અને મૃતક મહિલાને પી.એમ. માટે સરકારી દવાખાને લઈ ગયા હતા. જ્યારે ઢોર માર મારી ભાગી છૂટેલા મહેશભાઈ વસાવા વિરુધ્ધ ફરિયાદ આધારે હત્યાનો ગુન્હો દાખલ કર્યો હતો અને કાયદેસરની કાર્યાવવાહી હાથધરી છે. પત્નિને મોંતને ઘાટ ઉતારનાર પતિને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતીમાંન કર્યા છે.