વડોદરા કોઇ એવું કહે કે માનવતા રહી નથી તો એવું માનતા નહી. કેમકે હજુ પણ લોકોમાં માનવતા જીવીત છે. દુનિયામાં હજુ પણ એવા લોકો છે જેમાં હજુ માનવતા છે અને પશુઓ અને પક્ષીઓ માટે લાગણી જોવા મળે છે. આવી જ માનવતા વડોદરામાં ગ્રીન હેલ્થ સર્વિસની કરુણા એમ્બ્યુલન્સ 1962 (Karuna Ambulance of Green Health Services) અને તેમની ટીમમાં જોવા મળે છે. 31496 પશુઓની સારવાર પાંચ વર્ષમાં કરી છે.
કરુણા એમ્બ્યુલન્સને ફોન તો ફરી વાર તેમનો કરુણા ભર્યો કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં આવેલા ઉંડેરા વિસ્તારમાં બાજને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. અને તે પછી તે અચાનક જમીન પર પટકાયું હતું. સ્થાનિક લોકોએ આ જોતાની સાથે ગ્રીન હેલ્થ સર્વિસની કરુણા એમ્બ્યુલન્સ (Karuna Ambulance) ફોન કર્યો હતો. માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતા ડો.ચિરાગ અને પાયલોટ રતનસિંહે બાજ પક્ષીની સ્થળ પર પહોંચી આવ્યા ગયા હતા. અને તે પછી સ્થળ પર જઇને બાજની સર્જરી કરી અને જરૂરી સારવાર આપીને નવજીવન બક્ષ્યું હતું.
નવજીવન બક્ષ્યું કોલ મળતાની સાથે જ કરુણા એમ્બ્યુલન્સ વાયુવેગે ડો.ચિરાગ અને તેની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બાજના જમણા ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, પરંતુ સમય ગુમાવ્યા વગર ડો.ચિરાગ અને પાયલોટ રતનસિંહે બાજ પક્ષીની સ્થળ પર જ સર્જરી કરી અને જરૂરી સારવાર આપીને નવજીવન બક્ષ્યું હતું. તેમની સેવા કાર્યની વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ વર્ષથી સેવા આપી રહ્યા છે.ગમે ત્યારે પણ ફોન આવે ત્યારે તેઓ તે સેવા માટે હમેંશા કાર્યરત જોવા મળે છે.