કરજણ (વડોદરા): કરજણ તાલુકાના પાછીયાપુરા ગામે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા છતાં પણ આજદિન સુધી અંતિમ વિધિ કરવા માટે મુકિતધામની વ્યવસ્થા ઉભી કરવામાં આવી (no facility of Cemetery in pachhiyapur village) નથી. આ ગામના લોકોની છેલ્લા કેટલાય સમયથી માંગણી હતી. જેને ધ્યાને લઈ આ વિસ્તારના ધારાસભ્યે તેઓની ગ્રાન્ટમાંથી આ મુક્તિધામ મંજૂર કરાયું હતું અને તેનું ખાતમુહૂર્ત પણ આજથી છ મહિના પૂર્વે કરવામાં આવ્યું (Human Rights Commission issued notice) હતું. પરંતુ કામ શરૂ કરાયું ન હતુ. જેથી જાગૃત નાગરિક દ્વારા માનવ અધિકાર પંચને લેખિતમાં જાણ કરવામાં આવી (compalint in Human Rights Commission) હતી.
જાગૃત નાગરિકો દ્વારા માનવ અધિકાર પંચને લેખિતમાં રજૂઆત: ગામમાંથી જાગૃતિ નાગરીકે આ મુક્તિધામ ઝડપથી બને તે માટે માનવ અધિકાર પંચને સંપૂર્ણ વિગતો સાથેની લેખિતમાં રજૂઆત કરી (compalint in Human Rights Commission) હતી. જેથી આજરોજ માનવ અધિકાર પંચે કાર્યવાહી કરતાં કરજણના બાંધકામ વિભાગને નોટિસ ફટકારી તાત્કાલિક ધોરણે આ કામગીરી પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપી હતી. જે કામનું ખાતમુર્હુત આજથી છ માસ પૂર્વે કરવામાં આવ્યું હતું. પરંતુ છ માસ વીતી ગયા પછી પણ આ ગામમાં મુક્તિધામનો લાભ ગ્રામજનોને મળ્યો ન (notice to the construction department of Karjan) હતો.
આ પણ વાંચો વલસાડમાં દારૂડિયાઓને રાખવા પોલીસે હોલ ભાડે રાખ્યો, 100ની ધરપકડ
અંતિમ વિધિ માટે બાજુનાં ગામમાં જવું પડતું હતું: પાછીયાપુરા ગામમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના અંતિમ સંસ્કાર કરવા માટે આજુબાજુના મુક્તિધામનો સહારો લઈ તેની અંતિમવિધિ પૂર્ણ કરવામાં આવતી હતી. જે માનવતાને ઠેસ પહોંચે તેવી સ્થિતિ ગણી શકાય તેમ હતું. હકીકતે આ માર્ગે દરેક વ્યક્તિએ જવાનું છે તો જાગૃત નાગરિકોએ આ કામ માટે આગળ આવવું જોઈએ તે હાલનાં સમયની માંગ (notice to the construction department of Karjan) હતી.
આ પણ વાંચો કાર લઈને આવેલા 5 શખ્સોએ કાજુની કરી ચોરી, પોલીસે કરી ધરપકડ
તંત્રને નોટિસ ફટકારતા તંત્ર દોડતું થયું અને તાત્કાલિક કામગીરી આરંભી: માનવ અધિકાર પંચી નોટિસ ફટકારતાની સાથે જ કરજણના બાંધકામ વિભાગના અધિકારીઓ તેમજ અન્ય અધિકારીઓ તાત્કાલિક ધોરણે આ ગામમાં જઈ દોડી ગયા (notice to the construction department of Karjan) હતા. ગામ લોકોની ઉપસ્થિતિમાં બાંધકામ તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું (Human Rights Commission issued notice) છે. જેથી હવે ગ્રામજનોમાં પણ આ કામ શરૂ કરાતાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી. ગામ લોકોએ તંત્રનો અને આ આ બાબતે જાગૃતતા દાખવી માનવ અધિકાર પંચ સુધી અરજી કરનાર જાગૃત નાગરિકનો પણ આભાર વ્યક્ત કર્યો (Human Rights Commission issued notice) હતો.