વડોદરા: રાજેશ પરમાર પોતે દિવ્યાંગ છે અને વડોદરામાં રહે છે. જ્યારે તે થ્રિ વ્હીલર મોપેડ પર માતા સવિતાબેનને સારવાર હેતુ હોસ્પિટલ લઈને જતા હતા. ત્યારે નીલાંબર સર્કલ પાસે કાર સાથે અકસ્માત થયો હતો. આ ઘટનામાં રાજેશભાઇના માતાનું ટૂંકી સારવાર બાદ મૃત્યું થયું છે. આ આખી ઘટનાના સીસીટીવી મળી આવતા કાર ચાલક સામે રીતસરની ફરિયાદ થઈ છે.
ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ: ગોત્રી પોલીસ સ્ટેશનમાં કનુભાઈ ગોવિંદભાઈ પરમારએ ફરિયાદ નોંધાવી હતી. કનુભાઈના ભાઈ રાજેશ તેઓ પોતે દિવ્યાંગ છે. અને તેમના થ્રિ વ્હીલર મોપેડ પર માતા સવિતાબેન પરમારને લઈને તેઓની સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા. દરમિયાન ગોત્રી વિસ્તારન નીલાંબર સર્કલ પાસે એકાએક કારે મોપેડને પાછળથી ટક્કર મારતા તેઓની માતા સાથે ફંગોળાયા હતા. આ ઘટના બનતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ માતા અને પુત્રને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વધુ ગંભીર ઇજાઓના કારણે સવિતાબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા.
આ પણ વાંચો Vadodara News: ચૈત્રી નવરાત્રી-રમઝાનના ઉપવાસીઓ માઠા વાવડ, ફળમાં ભાવવધારો થયો
ગુનો દાખલ કરી: શહેરના ગોત્રી વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. આ હિટ એન્ડ રનની ઘટનામાં કારચાલક મહિલા પાછળથી મોપેડને ટક્કર મારે છે. થ્રિ વ્હીલર પર સવાર માતા-પુત્ર બંને ફંગોડાયા છે. તેવા દર્દનાક દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. આ હિટ એન્ડ રનની ઘટનાને લઇ મહિલા કાર ચાલક ફરાર થઈ ગઈ હતી. હાલમાં પોલીસે મહિલાની કારને કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો Vadodara News : MGVCLની ટીમના દરોડા, 13 વીજ ચોરી પકડી લંગરીયા દૂર કરીને દંડ કર્યો વસુલ
મહિલા કાર ચાલક ફરાર: ગોત્રી પોલીસ સ્ટેશનના પી.આઈ એમ.કે લ.ગુર્જરે જણાવ્યું હતું કે અકસ્માત સર્જનાર મહિલા કાર ચાલક કાર ઘટના સ્થળે છોડીને ફરાર થઈ ગઈ છે. અને પોલીસે તેની કાર ને કબજે લીધી છે. હવે આ કાર માલિક સુધી પહોંચવા માટે ટેકનિકલ સોર્સના આધારે કાર્યવાહી હાથ ધરાઇ છે. હાલમાં આ ઘટના અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જનાર મહિલા કારચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.