પ્રાપ્ત વિગતો મુજબ, અત્યાર સુધીમાં કુલ ૩ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેથી તંત્રએ સ્થાનિકોને બિનજરૂરી ઘરથી બહાર ન નીકળવાની સૂચના આપી છે. ત્યારે આ જળપ્રકોપ વચ્ચે દોઢ મહિનાના બાળકનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. ત્યારે એક હદય દ્રાવક દ્રશ્ય જોવા મળ્યું હતું.
વડોદરા ગ્રામ્યના ઉડેરા ગામમાં તળાવના આજુબાજુ વિસ્તારના 200 લોકોનું, સોખડા ગામના રામટેકરા વિસ્તારના પણ 200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેઓને પણ પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે.
ભાયલી ગામના ગ્રાઉન્ડ વર્લ્ડ અને આંબેડકર ફળીયાના 150 લોકોનું, કોટલી ગામના નવીનગરી વિસ્તારના 150 લોકોનું પણ ગામની પ્રાથમિક શાળા ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 90 વેમાલીના, 12 વરણામાના, 70 ચાપડના, દેણાના 90 લોકોનું ગામની જ પ્રાથમિક શાળા સ્થળાંતર કરવામાં આવ્યું છે.
તેમજ વિરોદ ગામના 20 લોકોનું આજુબાજુના ઉચાંણવાળા વિસ્તારમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે.જ્યારે બાજવામાં દીવાલ ઘસી પડતાં 4 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે અન્ય ઘટનામાં 2 લોકોના મૃત્યુ થતા કુલ 6 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. વિશ્વામિત્રી નદી અને કાંઠા વિસ્તારમાંથી લોકોનું રેસ્કયું કરી બચાવવામાં આવી રહ્યા છે.