વડોદરા: ગુજરાત સરકારની પાછલી સરકારોમાં સરકારી પરીક્ષાના પેપર છેલ્લી ઘડીએ લીક થતા પરીક્ષા રદ કરવી પડી હતી. જે મામલે રાજકીય હોબાળો પણ મચ્યો હતો. તાજેતરમાં ગુજરાતમાં નવી સરકારની રચના થઈ છે. છતાં જૂની સમસ્યા તો યથાવત છે. આજે રાજ્યભરમાં ગુજરાત પંચાયતી સેવા મંડળ, ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લી ઘડીએ પેપર ફૂટ્યું હોવાની આશંકાએ પરીક્ષા મોકૂફ રાખવવાની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો: Junior Clerk Exam Paper Leak: જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યું લાખો વિદ્યાર્થીઓનું સપનું તૂટ્યું
કેટલાક ઇસમોની સંડોવણી: વડોદરાના કેટલાક શખ્સ સહિત અન્ય રાજ્યના ઇસમોની પણ પેપર ફૂટવા મામલે સંડોવાયેલી હોવાનું હાલ તબક્કે લાગી રહ્યું છે. જે દિશામાં તપા હાથ ધરવામાં આવી છે. વધુ એક વખત પેપર ફૂટવાની ઘટના સામે આવતા સરકારની નિષ્ફળતા ખુલ્લી પડી છે. બીજી તરફ એસ ટી વિભાગ દ્વારા ઉમેદવારોને વિનામૂલ્યે મુસાફરી કરાવવાની જાહેરાત કરવામાં આવી છે.
વડોદરા કાંડનું એપીસેન્ટરઃ પેપર લીક થવાના કેસમાં વડોદરા સમગ્ર કાંડનું એપી સેન્ટર તરીકે હોવાનું સામે આવ્યું છે. વડોદરાના પ્રમુખ કોમ્પ્લેકસમાં આવેલ સ્ટેકવાઇસ ટેકનોલોજી નામના ક્લાસીસમાં પેપર વિધાર્થીઓને વહેંચવામાં આવ્યું હતું. આ પેપર લાખો રૂપિયામાં વેચી દીધુ હોવાનું જાણવા મળે છે. આ કોચિંક ક્લાસને અત્યારે સીલ કરી દેવામાં આવ્યાં છે. આ કોચિંગ સેન્ટર પરથી અનેક જૂના પ્રશ્નપત્રો પણ મળી આવ્યાં છે. વડોદરાનાં અટલાદરા રોડ પર આવેલા છે આ કોચિંગ સેન્ટર પર તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.
15 સામે પગલાંઃ ટીમ સંચાલક સહિત કુલ 15 લોકોની અટકાયત કરવામાં આવી છે. 25 જેટલા શકમંદોને ગુજરાત ATS અમદાવાદ લઈ આવી છે. વડોદરા, સુરત અને અન્ય જિલ્લાઓમાંથી ATSની ટીમે 25 શખ્સોની અટકાયત કરી લીધી છે. અડધી રાતે જ ગુજરાત ATS દ્વારા ક્લાસીસ સંચાલક સહિત કુલ 25 શકમંદોની ધરપકડ કરી લેવામાં આવી હતી.
સંયુક્ત ઓપરેશન પાર પડાયું: વડોદરા શહેરના અટલાદરા -માંજલપુર વિસ્તારમાં આવેલ ખાનગી કોચિંગ ક્લાસીસમાં વડોદરા શહેર સ્થાનિક પોલીસ એસઓજી અને એટીએસની ટીમ દ્વારા હાલમાં તપાસ ચાલુ હોય તેવું પણ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. પેપર લીક મામલે SOG અને ATS દ્વારા વડોદરાથી 8 ઇસમોમી અટકાયત કરી ગાંધીનગર ઘટનામાં એક ઇસમની અટકાયત થઈ હોય તેવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. પેપર લીક મામલે ગુજરાત બહારના કેટલાક વ્યક્તિઓ દ્વારા વડોદરાના કોચિંગ ક્લાસીસ ઉપર આવી આ પેપર આપ્યું હોવાની માહિતી સામે આવી રહી છે. પરંતુ સમગ્ર મામલે એટીએસ દ્વારા ખુલાસો કરવામાં આવશે ત્યારે જ સાચી બાબત પ્રકાશમાં આવશે. હાલમાં પણ વડોદરા શહેરના કોચિંગ ક્લાસીસ ઉપર સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે.
આ પણ વાંચો: Surat News: કામરેજમાં GEBની બેદરકારીનો ભોગ બન્યો સફાઈ કામદાર
પરીક્ષાર્થીઓ વતન જવા રવાના: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર રદ રાદ થતા પરીક્ષાથી આપનાર પરીક્ષાઓ અટવાયા હતા. અને તેઓને પોતાના વતન પરત જવા માટે શહેરના સેન્ટ્રલ બસ સ્ટેન્ડમાં ભારે ભીડ જોવા મળી હતી. સાથે વિદ્યાર્થીઓ દ્વારા પોતાના વતન જાવા માટે બસ સુવિધા અને પરત ફરતા વિદ્યાર્થીઓને ફ્રીમાં જઇ શકે તે માટે જાહેરાત કરવામાં આવી હતી.