ETV Bharat / state

રેલવેમાં ટ્રક ડ્રાઈવરથી લઈને બાહુબલી નેતા સુધીની મધુ શ્રાસ્તવની રાજકીય સફર પર એક નજર

રાજ્યની આ વખતની ચૂંટણીમાં (Gujarat Election 2022) ચર્ચાસ્પદ નામોમાંથી એક નામ છે વાઘોડિયાના (Vaghodia Assembly Seat) અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવનું (Madhu Srivastava Independent Candidate). ભાજપે આ વખતે તેમને ટિકીટ ન આપતા તેમણે ભાજપ વિરૂદ્ધ અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડવાની સંપૂર્ણ તૈયારી દર્શાવી છે. ત્યારે ભાજપના પૂર્વ નેતા અંગે જાણીએ આપણા વિશેષ અહેવાલ નેતાની નોટબુકમાં.

રેલવેમાં ટ્રક ડ્રાઈવરથી લઈને બાહુબલી નેતા સુધીની મધુ શ્રાસ્તવની સફર કર એક નજર

author img

By

Published : Nov 18, 2022, 2:42 PM IST

વડોદરા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election 2022) ધ્યાનમાં રાખી ભાજપે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. ત્યારે તે યાદીમાં વડોદરાની વાઘોડિયા બેઠક (Vaghodia Assembly Seat) પર મધુ શ્રીવાસ્તવનું નામ ન આવતા તેઓ રોષે ભરાયા હતા. ત્યારબાદ તેમણે ભાજપ સાથે છેડો ફાડી અપક્ષ ઉમેદવારી નોંધાવવાનું નક્કી કર્યું હતું ને તેવું એમણે ગઈકાલે કર્યું પણ ખરી. બેઠક પરથી તેઓ 6 ટર્મથી જીતતા આવ્યા છે. તેમ છતાં તેમને ટિકીટ આપવામાં ન આવી. ત્યારે ભાજપના આ પૂર્વ નેતા વિશે જાણીએ નેતાની નોટબુકમાં.

નેતાની નોટબુકમાં મધુ શ્રીવાસ્તવની જીવનશૈલી અને દબંગાઈ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) જાહેર થઈ ચૂકી છે. ત્યારે વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠક (Vaghodia Assembly Seat) પર સતત 6 ટર્મથી ચૂંટાયા બાદ ભાજપ પક્ષમાંથી ટિકીટ ન મળતા આખરે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. મધુ શ્રીવાસ્તવ (Madhu Srivastava Independent Candidate) હંમેશા આ બેઠક પર કોઈને કોઈ બાબતે સતત વિવાદમાં રહ્યા છે. તેઓ મૂછ, દાઢી, ગળામાં સોનાની વજનદાર ચેઈન, વિંટીઓ અને માથા પર ટોપીને કારણે મધુ શ્રીવાસ્તવ બધા નેતાઓથી અલગ તરી આવે છે. ઉપરાંત મધુ શ્રીવાસ્તવની છાપ 'દબંગ' અને 'બાહુબલી' નેતાની છે. તેમના વિશે જુઓ અમારો વિશેષ અહેવાલ નેતાની નોટબુકમાં મધુ શ્રીવાસ્તવ.

વડોદરામાં થયો જન્મ
વડોદરામાં થયો જન્મ

મધુ શ્રીવાસ્તવની બાયોગ્રાફી મધુ શ્રીવાસ્તવ એક (Madhu Srivastava Independent Candidate) જાણીતો ચહેરો બની ગયો છે અને એક દબંગ અને બાહુબલી નેતા તરીકેની છાપ ઊભી કરવામાં આ નેતા બહુચર્ચિત છે. મધુ શ્રીવાસ્તવ વર્ષ 1995માં વાઘોડિયા બેઠક (Vaghodia Assembly Seat) પરથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા બાદ કબજો જમાવી બેઠા હતા. મધુ શ્રીવાસ્તવ (Madhu Srivastava Independent Candidate) પર ભાજપે 2022ની વર્તમાન વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ કાપીને બ્રેક મારી છે. ત્યારે મધુ શ્રીવાસ્તવે પોતાનું આર્થિક અને રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે ભાજપમાંથી રાજીનામું આપીને અપક્ષ અથવા તો અન્ય પક્ષના બેનર હેઠળ વાઘોડિયા બેઠક ઉપર વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી છે.

વડોદરામાં થયો જન્મ અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવનો (Madhu Srivastava Independent Candidate) તેમનો જન્મ 1 જૂન 1952માં વડોદરામાં થયો હતો. તેમના પિતાનું નામ બાબુભાઈ શ્રીવાસ્તવ અને માતાનું નામ લીલાવતીબેન શ્રીવાસ્તવ છે. તેમના પત્નીનું નામ સવિતાબેન છે. તેઓને એક પૂત્ર અને અન્ય દીકરીઓ છે. તેઓના પિતા ભારતીય સેનામાં હતા. તેમણે વર્ષ 1975માં ધોરણ 10 પાસ કર્યું હતું. ત્યારબાદ તેઓ 1979માં રેલવેમાં ટ્રક ડ્રાઇવર તરીકેની કામગીરી કરી હતી. હાલમાં તેઓને ભાજપ દ્વારા ટિકિટ ન આપતા વાઘોડિયા બેઠક (Vaghodia Assembly Seat) પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

રાજકારણમાં એન્ટ્રી અને કામગીરી શહેરના વાડી વિસ્તારમાં આવેલા કોકણ ફળિયાના તેઓ મૂળ રહેવાસી છે. હાલ ત્યાં પણ તેમનું મકાન છે. તેમણે વર્ષ 1975માં ધોરણ-10 પાસ કર્યું હતું. 1979માં રેલવેમાં ટ્રક ડ્રાઇવર તરીકે નોકરી શરૂ કરી હતી. ત્યારબાદ 1982માં રાજકારણમાં એન્ટ્રી મારી હતી. 1982માં વડોદરા કોર્પોરેશનમાં વાડી બેઠક ઉપરથી અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને જીત મેળવી હતી. 1985માં તેમણે અને તેમના પિતરાઈભાઈ તેમ જ કૉંગ્રેસના સિનિયર નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ(ભથ્થુ) સાથે મળી "લોકશાહી મોરચો" નામનો પક્ષ બનાવ્યો હતો અને કોર્પોરેશનની ચૂંટણીમાં 10 ઉમેદવાર ઊભા રાખ્યા હતા.

મધુ શ્રીવાસ્તવે પાણીમાં ગરકાવ વાઘોડિયાને ફરી ઊભું કર્યું વર્ષ 1993માં લોકશાહી મોરચાના પ્લેટફોર્મ પરથી શરૂઆત કરી હતી અને વડોદરાના રાજકારણમાં સક્રિય રહ્યા હતા. દરમિયાન 1994-1995માં ભારે વરસાદ ના કારણે વાઘોડિયા તાલુકામાં વિનાશક પુરની સ્થિતિ સર્જાઇ હતી. આખો વાઘોડિયા તાલુકો પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. તે સમયે મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા લોકોની મદદે પહોંચી ગયા હતા. ગામે-ગામ અને ઘર-ઘર સુધી તેમને મદદ પહોંચાડી હતી. તે સમયે મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા તાલુકાના મસીહા તરીકે ઉભરી આવ્યા હતા. મધુ શ્રીવાસ્તવે તે તકનો લાભ લઈને 1995માં આવેલી વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી હતી અને વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતી વાઘોડિયા બેઠક (Vaghodia Assembly Seat) કબજે કરી હતી. તેઓ કોંગ્રેસના ઉમેદવાર મનુભાઇ સામે 22 હજાર મતોથી જીત્યા હતા.

અપક્ષ બાદ ભાજપમાં એન્ટ્રી વર્ષ 1995માં અપક્ષ ચૂંટણી જીત્યા બાદ 1997માં કેશુભાઈ અને શંકરસિંહ વાઘેલા વચ્ચેના ગજગ્રાહના કારણે રાજ્ય સરકારમાં ઉથલપાથલ થઇ હતી, ત્યારે તેઓએ શંકરસિંહ વાઘેલાને ટેકો આપ્યો હતો. એક વર્ષ બાદ ચૂંટણી આવતા તેઓ 1998માં વિધિવત્ ભાજપમાં જોડાયા હતા. આમ તેઓ 1995થી 2017 સુધી સતત 6 ટર્મ સુધી વાઘોડિયા બેઠક ઉપર ધારાસભ્ય તરીકે જીતતા આવ્યા અને વાઘોડિયા બેઠક ઉપર કબજો જમાવી રાખ્યો હતો. પરંતુ 2022ની ચૂંટણીમાં ભાજપે ટિકિટ ન આપતા ફરી 1995 ની જેમ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

રાજનીતિમાં કામગીરી અને વિવાદો મધુ શ્રીવાસ્તવ (Madhu Srivastava Independent Candidate) રાજનીતિમાં આવ્યા બાદ હંમેશા સામાન્ય લોકોના મસીહા બન્યા છે. તેમની રાજકીય સફરમાં ભલે કોઈ મુશ્કેલી આવે, પરંતુ લોકો માટે હંમેશા આગળ રહ્યા છે અને પ્રજાની મદદ કરી છે. વર્ષ 1987માં ગાજરાવડી સુએજ પંપિંગની સામે આવેલ ઝૂંપડપટ્ટી તોડવાની પરવાનગી હોવા છતાં મધુ શ્રીવાસ્તવ ગરીબોના મસાહા બની તોડવા નહતી દીધી. ત્યારબાદ 1994-95માં વિનાશક પૂરની સ્થિતિમાં પણ લોકોની ગણી મદદ કરી હતી અને આજે પણ લોકો માટે સતત કામગીરી કરી રહ્યા છે.

અધિકારીઓને હંમેશા સીધા કર્યા છે યોગ્ય કામગીરી ન કરનાર અધિકારીઓ સામે પણ તેઓ હંમેશા બાયો ચડાવી છે તેઓએ એક વાર નિવેદન આપ્યું હતું કે જે અધિકારીઓ કામ નથી કરતા તેમને હું ચૌદમું રતન દેખાડીશ કહેતા ખૂબ વિવાદ થયો હતો. બીજી બાજુ ભાજપે ટિકીટ ન આપી અને અપક્ષ ઉમેદવારી કરતા પૂર્વે પોતાના સમર્થકોને કોઈ કોલર પકડશે તો ઘરે જઈ ને ગોળી મારી દઈશ તેવા વિવાદીત નિવેદનથી સતત વિવાદમાં રહ્યા છે.

રાજકારણ સાથે અભિનેતા તરીકે કામગીરી મધુ શ્રીવાસ્તવ રાજકારણ સાથે અભિનય ક્ષેત્રે પણ ઝંપલાવ્યું હતું. તેમણે વર્ષ-2014માં "ઠાકોરના બોલ જગમાં અનમોલ" અને વર્ષ 2016માં "લાયન ઑફ ગુજરાત" નામની 2 ફિલ્મો બનાવી હતી. તેમાં તેમને અભિનય કર્યો હતો. "લાયન ઑફ ગુજરાત" તેમના પુત્ર દિપક શ્રીવાસ્તવે પણ અભિનય કર્યો હતો અને આ બંને ફિલ્મોનું શુટીંગ વડોદરામાં કર્યું હતું. જોકે, મધુ શ્રીવાસ્તવ અને દિપક શ્રીવાસ્તવે તે સમયે કહ્યું કે, અભિનય ક્ષેત્ર અમારો શોખ છે. લોકસેવા અમારું મુખ્ય કામ છે.

2022માં રાજકારણમાં સ્થિતિ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી (Gujarat Election 2022) જાહેર થતાં જ વાઘોડિયા બેઠક (Vaghodia Assembly Seat) પરથી 6 ટર્મથી ચૂંટતા મધુશ્રીવાસ્તવને ટિકિટ ન મળતા સમર્થકોની નારાજગીને0આગલે તેઓએ ભાજપ પક્ષમાંથી તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું હતું. તેઓ 1995 બાદ ફરી એકવાર અપક્ષ ઉમેદવારી નોંધાવી છે ત્યારે આ બેઠક પર સતત જીતતા દબંગ ધારાસભ્ય ફરી એકવાર અપક્ષ ઉમેદવારી કરી વાઘોડિયાની જનતાનો વિશ્વાસ જીતે છે કે, પછી લોકોની નરાજગીથી ટિકિટ કપાઈ છે તે તો આવનાર સમય જ બતાવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.