ETV Bharat / state

વડોદરા શહેરની પાંચ વિધાનસભા બેઠક પર શું છે રાજકીય ગણિત જૂઓ - Assembly

વડોદરા શહેરના નાગરિકો આ વખતે ખાસ વિધાનસભાની (Vadodara Assembly Seat) ચૂંટણીને લઈને ભારે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. કારણ કે, આ વર્ષે વિધાનસભા ચૂંટણી કેટલાક પ્રમાણમાં ઉથલપાલથ જોવા મળે તેવી શક્યતાઓ છે, ત્યારે જૂઓ શહેરની પાંચ વિધાનસભા બેઠક પર કોનું પત્તુ કાપશે, કોનું બચશે, અને કોને ટિકિટ મળશે જૂઓ ETV Bharatના વિશેષ અહેવાલમાં. (Gujarat Assembly Election)

વડોદરા શહેરની પાંચ વિધાનસભા બેઠક પર શું છે રાજકીય ગણિત જૂઓ

author img

By

Published : Oct 27, 2022, 4:35 PM IST

વડોદરા ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો શંખનાદ કોઈ પણ સમયે (Vadodara Assembly Seat) ફૂંકાઈ શકે છે. જેને લઈને તમામ રાજકીય પક્ષો હાલ પ્રચાર પ્રસાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરની પાંચ વિધાનસભા બેઠક પર ભાજપનું એક હથ્થુ શાસન રહ્યું છે. વડોદરા શહેરની પાંચ બેઠકોમાં વડોદરા શહેર, રાવપુરા, સયાજીગં, માંજલપુર, અકોટા વિધાનસભા બેઠક આવેલી છે. આ તમામ બેઠકો પર ભાજપના દિગ્ગજ નેતાઓ વર્ષોથી ચૂંટતા આવ્યા છે, ત્યારે આ બેઠક પર કોનું પત્તુ કપાય છે ને કોનું રહે છે તેને લઈ ETV Bharat સાથે રાજકીય વિશ્લેષકે ખાસ વાતચીત કરી છે. (Gujarat Assembly Election)

વડોદરા શહેરની પાંચ વિધાનસભા બેઠક પર શું છે રાજકીય ગણિત જૂઓ

પાંચ બેઠકો પર હાલ શું છે સ્થિતિ વડોદરા શહેરની પાંચ બેઠકોની વાત કરવામાં આવે તો હાલ શાસક પક્ષ ભાજપ પાસે પોતાના ઉમેદવારો જીતેલા છે. જેમાં રાવપુરા બેઠક પર રાજ્ય સરકારના કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી સતત બે ટર્મથી જીતતા આવ્યા છે. વડોદરા શહેર બેઠક પર પણ રાજ્ય સરકારના કુટુંબ બાળ કલ્યાણ પ્રધાન મનીષા વકીલ છેલ્લા બે ટર્મથી સતત આ બેઠક પર જીત મેળવી રહ્યા છે. સયાજીગંજ બેઠક પર સર્વશ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ લઈ ચૂકેલા દિગ્ગજ નેતા જીતુ સુખડીયા સતત જીતતા આવ્યા છે. માંજલપુર વિધાનસભામાં ભાજપ સરકારના પૂર્વ પ્રધાન અને હાલના ધારાસભ્ય યોગેશ પટેલ છેલ્લા સાત ટર્મથી જીતતા આવ્યા છે. અકોટા વિધાનસભા બેઠક પર હાલમાં સીમા મોહિલેનું વર્ચસ્વ છે, ત્યારે આ વિધાનસભા ચૂંટણીમાં કયા રાજકીય નેતાને ટિકિટ મળશે અને મળશે તો કયા સમીકરણ આધારિત આ બાબતે રાજકીય વિશ્લેષક શુ કહે છે તે જાણીએ.(Election Candidate List in Vadodara)

વડોદરા શહેર વિધાનસભા બેઠક વિશ્લેષણ વડોદરા શહેરની પાંચ બેઠકોમાં ટિકિટને લઈ રાજકીય વિશ્લેષક વિશ્વજીત પારેખે જણાવ્યું હતું કે, સયાજીગંજ વિધાનસભા બેઠક પર યુવા ચહેરાને પ્રભુત્વ મળી શકે છે. કારણ કે, ભાજપના જીતુ સુખડીયાએ સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી છે, ત્યારે અન્ય ઉમેદવાર ભાજપ જાહેર કરી શકે છે. આ બેઠક પર મહિલાને પણ પ્રાધાન્ય મળી શકે છે. પરંતુ ચોક્કસથી જીતુ સુખડીયા ઉંમરના હિસાબે પોતે જ નિવૃત્તિની વાત કરી ચુક્યા છે. ત્યારે આ બેઠક પર યુવા ઉમેદવાર જાહેર થઈ શકે છે. આ બેઠક વિસ્તાર સૌથી વધુ મતદારોનું પ્રભુત્વ ધરાવે છે. આ બેઠક પર જો બદલાવ આવશે તો મેયર આજ મતદાર ક્ષેત્રમાંથી આવે છે અને આ વિસ્તારમાં બાહુબલી નેતા જેઓ અપક્ષમાંથી ભાજપમાં આવ્યા છે. ત્યારે તેવોને પણ ટિકિટ મળી શકે છે. મહિલાઓમાં ટિકિટની વાત આવશે તો પૂર્વ મેયર જીગીશા શેઠને મોકો મળી શકે છે. અનુભવી નેતાને પ્રાધાન્ય આપવામાં આવે તો ભાજપની ભોજ છે. જેમાં કોઈપણને ટિકિટ મળી શકે છે.( Candidate List in Vadodara Assembly Seat)

નો રિપીટ આવશે તો ટિકિટ કાપશે? અકોટા વિધાનસભા બેઠક 2012માં અસ્તિત્વમાં આવ્યા બાદ (Vadodara Assembly Seat) પ્રથમવાર ચૂંટાયેલા સીમા મોહિલે પ્રતિનિધિત્વ કરે છે. આ બેઠક પર જો ભાજપનો રિપીટ થિયેરીને પ્રાધાન્ય આપે તો જ આ બેઠક પર બદલાવ આવી શકે છે. નહીં તો આ બેઠક પર હાલમાં કોઈ ઉમેદવાર બદલાય તેવી શક્યતાઓ રહેલી નથી. જો પાર્ટી લેવલે બદલાવ આવે તો શબ્દશરણ બ્રહ્મભટ્ટથી લઈ ભાજપ અધ્યક્ષ વિજય શાહ સુધી વિકલ્પ ખુલ્લા છે. ભાજપ આ બેઠક પર હાલના ધારાસભ્ય સીમા મોહિલેને રીપીટ કરી શકે છે. (Gujarat Assembly Election 2022)

ભાજપ ઉંમરના સમીકરણથી ટિકિટ કાપી શકે? માંજલપુર વિધાનસભા બેઠક 2012માં અસ્તીત્વમાં આવી છે. આ બેઠક પર ભાજપના સતત પાંચ ટર્મથી ચૂંટતા યોગેશ પટેલને ઉમેદવાર તરીકે મૂકવામાં આવ્યા હતા. તેઓ 2017માં પણ ચૂંટણી લડી અને ખૂબ મોટા માર્જીનથી જીત મેળવી છે, ત્યારે સતત સાત ટર્મથી ચૂંટતા યોગેશ પટેલને બદલી અન્ય ઉમેદવારને મૂકવાની ભૂલ ભાજપ ક્યારેય નહીં કરે પરંતુ આ બેઠક પર ભાજપ પોતાના ઉમેદવારોને ઉંમરને ધ્યાનમાં લઈ ટિકિટ આપે છે. તો અહીં યોગેશ પટેલની ટિકિટ કપાઈ શકે છે. પરંતુ વર્ષોથી શાસન કરતા યોગેશ પટેલ હંમેશા લોકોના પ્રશ્નોને લઇ સરકાર સામે પણ બાયો ચડાવી છે. લોકો માટે હંમેશા આગળ રહેલ યોગેશ પટેલ ખૂબ સારો પ્રતિસાદ લોકો આપી રહ્યા છે, ત્યારે ભાજપ યોગેશ પટેલને ટિકિટ આપે છે કે કેમ તે આવનાર સમય જ બતાવશે. (Gujarat Assembly Election Candidate List)

મતદારોની નારાજગી ટિકિટ કપાશે વડોદરા શહેરની વિરાસત ગણાતી શહેર વિધાનસભા બેઠક પર છેલ્લા બે ટર્મથી રાજ્ય સરકારના કુટુંબ બાળ કલ્યાણ પ્રધાન મનીષા વકીલ ચૂંટાતા આવ્યા છે. એક મહિલા તરીકે પોતે આ બેઠક પર સારી પ્રતિષ્ઠા બનાવી છે. પરંતુ શહેરનો હાર્દ ગણાતો શહેરી વિસ્તારમાં ચાર દરવાજા આગવી ઓળખ ધરાવે છે. ત્યારે આ વિસ્તારના વિકાસને લઇ યોગ્ય કામગીરી ન થઈ હોવાના કારણે મતદારોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આ બેઠક પર ભાજપ 1985થી ભલે જીત્યું હોય પરંતુ આ વખતે મતદારોમાં જોવા મળી રહેલી નારાજગીને લઈ ઉમેદવાર બદલાવો જ પડશે. નહીં તો આ બેઠક પર ચોક્કસથી ભાજપને માઠું પરિણામ ભોગવવું પડી શકે છે.(Vadodara Assembly Elections)

મહેસુલ ખાતું છીનવાયું બની શકે છે ટિકિટ કપાવાનું કારણ? રાવપુરા વિધાનસભા બેઠક પર હાલમાં રાજ્ય સરકારના કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી છેલ્લા બે ટર્મથી જીતતા આવ્યા છે. ત્યારે આ બેઠક પર રાજેન્દ્ર ત્રિવેદીનું મહેસુલ વિભાગ જે રીતે છીનવી લેવામાં આવ્યું છે તેના પ્રચાર પ્રસરને લઈ એવું જાણવા મળી રહ્યું છે કે આ વિધાનસભા બેઠક પર રાજેન્દ્ર ત્રિવેદીનું પત્તુ કપાઇ શકે છે. આ બેઠક 1995થી ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે. આ બેઠક પર એવું મનાય રહ્યું છે કે સૌથી વધુ દાવેદારોની ફોજ આ બેઠક પર છે. એવું મનાય છે કે આ બેઠક પર રાજેન્દ્ર ત્રિવેદી પાછળ ભાજપના જ દાવેદારો પડ્યા હતા. જેને જોતા ભાજપને આ બેઠક પર ભારે પડી શકે છે. (Vadodara city Five assembly seat)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.