ETV Bharat / state

PM મોદી 10 માથાની પ્રતિભા, કોંગ્રેસ પાસે એક પણ માથાનો રાવણ નથી : પરેશ રાવલ

author img

By

Published : Dec 1, 2022, 8:08 AM IST

વડોદરાના પાદરામાં પૂર્વ સાંસદ પરેશ રાવલ કોંગ્રેસ પર આકરા પ્રહાર (Paresh Rawal sabha in Vadodara) કર્યા હતા. મલ્લિકાઅર્જુન ખડગે મોદીની સરખામણી 10 માથાના રાવણ સાથે કરી હતી. જેનો વળતો જવાબ આપતા પરેશ રાવલ કહ્યું હતું કે, કોંગ્રેસ પાસે એક પણ માથાનો રાવણ નથી. આ ઉપરાંત રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને લઈને પણ પરેશ રાવલે આડેહાથે લીધી હતી. (Gujarat Assembly Election 2022)

PM મોદી 10 માથાની પ્રતિભા, કોંગ્રેસ પાસે એક પણ માથાનો રાવણ નથી : પરેશ રાવલ
PM મોદી 10 માથાની પ્રતિભા, કોંગ્રેસ પાસે એક પણ માથાનો રાવણ નથી : પરેશ રાવલ

વડોદરા : પાદરા વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર ચૈતન્ય સિંહ ઝાલાના પ્રચાર (Paresh Rawal sabha in Padra) અર્થે ભાજપના સ્ટાર પ્રચારક અને પૂર્વ સાંસદ પરેશ રાવલ મેદાને ઉતર્યા હતા. તેમણે પાદરાના રેલવે સ્ટેશન વિસ્તારમાં એક જંગી જાહેરસભાને સંબોધી હતી. જેમાં ઉપસ્થિત જનમેદનીને ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી વિજય બનાવવા અપીલ કરી હતી. (Paresh Rawal sabha in Vadodara)

પાદરા વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવારના પ્રચાર અર્થે પરેશ રાવલ મેદાને ઉતર્યા

19 માથાના રાવણના મુદ્દે પરેશ રાવલનો કટાક્ષ તાજેતરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ ગુજરાતની એક જાહેર સભામાં મોદીની સરખામણી 10 માથાના રાવણ સાથે કરી હતી. જેનો વળતો જવાબ આપતા પરેશ રાવલ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી પાસે તો 10 માથાની પ્રભાવશાળી પ્રતિભા છે. પરંતુ કોંગ્રેસ પાસે એક પણ માથાનો રાવણ કે તેવી પ્રતિભા નથી. પરેશ રાવલે કોંગ્રેસ પર અને કોંગ્રેસના રાજકીય પ્રદર્શન પર ચાબખા મારતા જણાવ્યું હતું કે, આજથી દસ વર્ષ પહેલા 2012માં કોંગ્રેસનું જે પ્રદર્શન હતું એટલું જ ખરાબ પ્રદર્શન 2022માં પણ છે. આમ કોંગ્રેસ પોતે પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવવા માટે સંઘર્ષ કરી રહી છે. તે ભાજપનો મજબૂત રીતે મુકાબલો કરી શકશે નહીં.

રાહુલ ગાંધીને જનોઈ પહેરવા બાબતે પણ કટાક્ષ પરેશ રાવલ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં રાહુલ ગાંધી જનોઈ પહેરી મંદિરે મંદિરે ફરતા હતા. પરંતુ જનોઈ પહેરી લેવાથી કોઈ બ્રાહ્મણ કે પરશુરામ બની જતું નથી. આ તેમનું આડંબર હતું. કોંગ્રેસની નસેનસમાં હિન્દુઓના વિરોધી નીતિ રહેલી છે. તેમને કોંગ્રેસના લોકોના બેવડા ધોરણ ઉપર જોરદાર ચાબખા માર્યા હતા. તેમને જણાવ્યું હતું કે, હાલમાં મોદી સાહેબની પ્રતિભા એક વિશ્વ ગુરુ તરીકે ઉપસી રહી છે. સમગ્ર દુનિયાના મુસ્લિમ દેશો અને તેના વડાઓ પણ વડાપ્રધાન મોદીને ખાસ મિત્ર છે. મોદીનો મંત્ર છે કે, સૌનો સાથ, સૌનો વિકાસ ભાજપ ક્યારે નાતજાત કે ધર્મના ભેદભાવના આધારે રાજનીતિ કરતો નથી. ભાજપ સૌના સાથ વડે વિકાસની વાતો કરે છે.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ પરેશ રાવલે સભામાં રાહુલ ગાંધી દ્વારા હાલમાં ચલાવવામાં આવતી ભારત જોડો યાત્રા પર કટાક્ષ કર્યો હતો. જણાવ્યું હતું કે, એક ભાઈ મોંઘા શૂઝ પહેરી પદયાત્રાએ નીકળ્યા છે. ભારત દેશ હાલ તૂટયો જ નથી, તો તેઓ કયા હેતુથી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે તે સમજાય તેવું નથી. તેમની આ ભારત જોડે યાત્રાને મત બેંકની રાજનીતિ ગણાવી હતી. (Paresh Rawal attacks Congress)

રશિયા અને યુક્રેનના યુદ્ધનો ઉલ્લેખ આજની પાદરા ખાતેની સભામાં મોદીના વિશ્વ ગુરુ તરીકેની છાપ ઉપસાવતા પરેશ રાવલ જણાવ્યું હતું કે, તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. તેમાં PM મોદીની રાજકીય કુનેહ અને આવડતના કારણે યુદ્ધને બે કલાક માટે બંધ રખાયું અને આ વિકટ પરિસ્થિતિમાંથી ભારતના સંખ્યા વિદ્યાર્થીઓને સહી સલામત બહાર કાઢ્યા હતા. આમ, હાલ જ્યારે PM મોદીની પ્રતિભા વિશ્વ ગુરુની રહી છે, ત્યારે આપણે ગુજરાતની આ ચૂંટણીમાં ભાજપને જીતાડી PM મોદીના હાથ વધુ મજબૂત કરવા જોઈએ. (Paresh Rawal attacks Rahul Gandhi)

હિન્દુ દેવી દેવતાઓના શસ્ત્રો અને વાહનનો ઉલ્લેખ સભામાં પરેશ રાવલ જણાવ્યું હતું કે, હિન્દુ સંપ્રદાયના દરેક દેવી-દેવીઓના ખાસ હથિયાર અને વાહન છે, પરંતુ હિન્દુ સંપ્રદાય ક્યારે અને સંપ્રદાયો ઉપર પોતાના હથિયારોનો ઉપયોગ કર્યો નથી. દરેક ધર્મને પૂરતું માન આપે છે. હિન્દુ ધર્મમાં જ જીવદયા રહેલી છે. તેના કારણે જુદા જુદા દેવી-દેવતાના વાહનો જુદા જુદા પશુ, પંખી, પ્રાણીઓ છે. પ્રભુએ પણ પોતાના વાહન તરીકે તેઓને અપનાવ્યા છે. જેથી વિપક્ષોએ હિન્દુ વિરોધી બયાનો કરવા જોઈએ નહીં અને હિન્દુ ધર્મની આસ્થાને ઠેસ પહોંચે તેવા પ્રયત્નો પણ કરવા જોઈએ નહીં. આ સાથે તેમને મુંબઈની તાજ હોટલ ઉપર થયેલા આતંકવાદી હુમલાને વખોડી હતી. (Padra assembly seat)

ભાજપના ઉમેદવારોને વિજય બનાવવા હાકલ સભામાં જનમેદનીને સંબોધતા પરેશ રાવલે ભાજપના પ્રતીક ઉપર વિધાનસભામાં ઉમેદવારી કરી રહેલા તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી. પાદરાના શિક્ષિત ઉમેદવાર એવા ચૈતન્ય સિંહ ઝાલાને પણ જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી છે. આમ હાલ તો પાદરા બેઠકનો જંગ ખૂબ જ પ્રતિષ્ઠા ભર્યો અને રસાકસીભર્યો બન્યો છે. ભાજપ સામે જ ભાજપમાંથી બળવો કરી અપક્ષ ઉમેદવારી કરી રહેલા દિનુ મામા, કોંગ્રેસના ઉમેદવાર અને આમ આદમીના ઉમેદવાર પણ જોરદાર ટક્કર આપી રહ્યા છે. આમ આ ચૂંટણી જંગ ચતુષ્કોણીય બની રહ્યો છે જેથી આવનારા પરિણામો ચોકાવનારા હશે તેવું હાલ જણાઈ રહ્યું છે. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.