ETV Bharat / state

કરજણ વિધાનસભા બેઠક છે કોંગ્રેસના દબદબાવાળી બેઠક, જ્યાં ભાજપને કાઠું પડી શકે - ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી 2020

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવી રહી છે. ત્યારે ETV Bharat આપને ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. જેમાં દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો વડોદરાની કરજણ વિધાનસભા બેઠક (Karjan Assembly Seat ) વિશે.

કરજણ વિધાનસભા બેઠક છે કોંગ્રેસના દબદબાવાળી બેઠક, જ્યાં ભાજપને કાઠું પડી શકે

author img

By

Published : Oct 10, 2022, 11:45 PM IST

વડોદરા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) ને સત્તાવાર જાહેર થવામાં હવે લાંબો સમય બાકી રહ્યો નથી. ત્યારે ગુજરાતની 182 વિધાનસભા બેઠક પર કોણ મતદારોને રીઝવીને ચૂંટણીનું મેદાન મારી લેશે તેની ગોઠવણોનો સમય આવી ગયો છે. ત્યારે વડોદરાની (147) કોંગ્રેસના દબદબાવાળી બેઠક કરજણ વિધાનસભા બેઠક (Karjan Assembly Seat )અંગેની ચૂંટણીલક્ષી જાણકારી આપના સુધી પહોંચાડી રહ્યાં છીએ.

કરજણ (147) વિધાનસભા ડેમોગ્રાફી ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) ખુબજ નજીક આવી રહી છે. ચૂંટણી પંચ દ્વારા કોઈ પણ સમયે જાહેરનામું બહાર પાડી શકે છે. ત્યારે હાલમાં તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે. જેમાં વડોદરા જિલ્લામાં કુલ 10 બેઠકો પૈકી પાંચ બેઠકો શહેર અને પાંચ બેઠકો ગ્રામ્ય વિધાનસભા બેઠકો આવેલી છે. કરજણ વિધાનસભા બેઠક (Karjan Assembly Seat )પર અત્યાર સુધીમાં 9 વાર કોંગ્રેસ તો 3 વાર ભાજપે જીત મેળવી છે. એટલે કહી શકાય કે આ બેઠક પર સતત કોંગ્રેસનું પલડું ભારે છે. હાલમાં આ બેઠક પર 2017માં કોંગ્રેસમાંથી જીત મેળવનાર અક્ષય પટેલે ( Akshay Patel Seat ) કોંગ્રેસનો છેડો ફાડી ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી 2020માં ( Gujarat Assembly By Election 2020 ) ફરી ભાજપ તરફથી ચૂંટણી લડી વિજેતા થયા હતાં.

અહીં મતદાર સંખ્યામાં વધારો થઇ શકે છે
અહીં મતદાર સંખ્યામાં વધારો થઇ શકે છે

કરજણ બેઠકના મતદારોની સંખ્યા વડોદરા ગ્રામ્યની કરજણ વિધાનસભા બેઠક (Karjan Assembly Seat )પર કુલ 2,10,883 મતદારો નોંધાયા છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 1,07,531 છે તો સ્ત્રી મતદારોની સંખ્યા 1,03,341 નોંધાયા છે. આ બેઠક (Assembly seat of Karjan ) પર 246 જેટલા મતદાન મથકો છે અને આ બેઠકમાં કરજણ સિવાય શિનોર અને વડોદરા તાલુકાના કેટલાક ગામોનો સમાવેશ કરવામાં આવે છે. આ બેઠકનો લોકસભા વિસ્તાર ભરૂચ લાગે છે.

કરજણ વિધાનસભા બેઠક જાતિ સમીકરણ વડોદરા કરજણ વિધાનસભા બેઠક (Karjan Assembly Seat )પર જાતિ સમીકરણની વાત કરવામાં આવે તો ક્ષત્રિય, પાટીદાર અને લઘુમતી કોમના મતદારોનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. અહીં અન્ય સમુદાયની વસ્તી પણ વસી રહી છે. કરજણ બેઠક ઉપર કોઈ જાતિવાદી પ્રશ્ન હાલમાં જોવા નથી મળી રહ્યો પરંતુ આ બેઠક પર ભાજપ 3 વાર જીત્યો છે અને 2020માં કોંગ્રેસમાંથી આવેલ અક્ષય પટેલ ભાજપ તરફથી ચૂંટણી લડ્યા હતા. આ બેઠક પર આ વખતે કોઈ ને કોઈ અપસેટ સર્જાઈ શકે છે. ભાજપ આ બેઠક પર કોંગ્રેસમાંથી છેડો ફાડનાર અક્ષય પટેલને ટિકિટ આપી શકે છે પરંતુ જો ભાજપ નો રીપીટની થીયરી અપનાવશે તો અક્ષય પટેલ ( Akshay Patel Seat )ની ટિકિટ કપાઈ શકે છે અને તેમના વિકલ્પમાં સતીષ પટેલ નિશાળીયાને ટિકિટ મળી શકે છે તેવી શક્યતાઓ સિવાય રહી છે. કોંગ્રેસ માટે હજુ પ્રબળ કોઈ દાવેદારનું નામ સામે આવ્યું નથી.

અગાઉની ચૂંટણીના પરિણામ કરજણ વિધાનસભા બેઠક (Karjan Assembly Seat )પર 2012માં ભાજપની જીત થઈ હતી. આ બેઠક પર ભાજપના ઉમેદવાર સતીષ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે અક્ષય પટેલ ( Akshay Patel Seat )સામસામે હતાં. જેમાં ભાજપના સતીષ પટેલને 68,225 મત મળ્યા હતાં અને કોંગ્રેસના અક્ષય પટેલને 64,736 મત મળ્યા હતાં. 2012માં ભાજપની આ બેઠક પર જૂજ સરસાઈથી જીત થઈ હતી.

અહીંનો મતદાર વર્ગ કોંગ્રેસની પરંપરાગત વોટ બેન્ક

2017માં આ બેઠક (Karjan Assembly Seat )પર ભાજપ પક્ષ તરફથી સતીષ પટેલને ટિકિટ આપવામાં આવી હતી અને કોંગ્રેસ પક્ષમાંથી અક્ષય પટેલને ટિકિટ આપવામાં આવી હતી. જેમાં ભાજપના સતીષ પટેલને 70,523 મત મળ્યા હતાં તો કોંગ્રેસના અક્ષય પટેલને 74,087 મત મેળવી આ બેઠક પર કોંગ્રેસની જૂજ સરસાઈથી જીત ( Gujarat Assembly Election 2017 ) થઈ હતી. આ બેઠક પર 2017 માં કોંગેસમાંથી જીતેલ અક્ષય પટેલે પક્ષપલટો કરી ભાજપમાં જોડાયા હતા જેથી 2020માં ફરી ચૂંટણી ( Gujarat Assembly By Election 2020 ) યોજવામાં આવી હતી. જેમાં ભાજપ તરફથી અક્ષય પટેલ અને કોંગ્રેસ તરફથી કિરીટસિંહ જાડેજા ( Kiritsinh Jadeja Seat ) લડ્યા હતાં. જેમાં ભાજપના અક્ષય પટેલની જીત ( Akshay Patel Seat ) થઈ હતી.

અહીંના મતદાર વર્ગ પરંપરાથી કોગ્રેસની વોટબેંક

કરજણ વિધાનસભા બેઠકની ખાસિયતો આ બેઠક (Karjan Assembly Seat )પર સૌથી વધુ વાર કોંગ્રેસનો દબદબો રહ્યો છે. કરજણમાં રંગ અવધૂત મહારાજનું પૌરાણિક નારેશ્વર તીર્થધામ આવેલું છે. કરજણ વિધાનસભા ક્ષેત્રમાં ભૌગોલિક દ્રષ્ટિએ બે જિલ્લાને જોડે છે. કરજણ વિધાનસભા બેઠક વિસ્તાર મોટાભાગે નર્મદા કાંઠાનો વિસ્તાર કહી શકાય છે. આ વિસ્તારમાં સૌથી વધુ શેરડીની ખેતી થાય છે અને જિલ્લાનો એકમાત્ર સહકારી સુગર ફેક્ટરી આવેલી છે. આ વિસ્તારમાં સિંચાઈ અને મત્સ્ય ઉદ્યોગ માટે જાણીતો છે.

સ્થાનિક રોજગારી માટેની તકોની રાહમાં જનતા

કરજણ વિધાનસભા બેઠકની માગણીઓ કરજણ વિધાનસભા બેઠક (Karjan Assembly Seat ) મત વિસ્તારમાં સ્થાનિકોની સૌથી મોટી સમસ્યા રોજગારીને લઈ છે. કારણ કે આ વિસ્તારમાં ઉદ્યોગો નથી. સાથે જ આ વિસ્તારમાં ખેડૂતોને સૌથી મોટા પ્રશ્નો છે કે ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યાં. તેથી ચોક્કસ કહી શકાય કે સિંચાઈની સગવડ હોવા છતાં પણ ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.