MS યુનિવર્સિટી પ્રતિષ્ઠાનો જંગ બનેલી ચૂંટણીમાં જીએસની પોસ્ટ માટે સાત, VPની પોસ્ટ માટે 5 ઉમેદવાર મેદાનમાં ઊતર્યા હતાં. મુખ્ય સ્પર્ધા કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI અને 'જય હો' ગ્રુપના ગઠબંધન અને AGSG તેમજ VVSના ગઠબંધન વચ્ચે રહ્યું હતું. ભાજપની વિદ્યાર્થી પાંખ ABVPએ પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.
GS અને VP ઉપરાંત વિવિધ ફેકલ્ટીઓમાં FRની 22 બેઠકો માટે 99 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામી હતી. FRની ચાર બેઠકો બીનહરીફ થઈ હતી. વિદ્યાર્થીસંઘની ચૂંટણીમાં યુનિવર્સિટીના અધ્યાપકો અને કર્મચારીઓ મળીને અંદાજે 400 જેટલાં કર્મચારીઓએ ચૂંટણીમાં ફરજ બજાવી હતી.
વિદ્યાર્થી સંધની ચુંટણી શાંતિપુર્ણ માહોલમાં પુર્ણ થઇ હતી. પરંતુ, આ ચુંટણીમાં નીરસ મતદાન નોંધાયુ હતું. જેમાં સવારના 10 કલાકથી 2 કલાક સુધીમાં માત્ર 30 % જેટલુ જ મતદાન નોંધાયુ હતું. જેમાં સ MS યુનિવર્સિટીના 40 હજાર વિદ્યાર્થીઓ સામે માત્ર 12 હજાર વિદ્યાર્થીઓએ જ મતદાન કર્યુ હતું. જે ગત વર્ષની સરખામણીએ ઓછુ છે.