ETV Bharat / state

ગોરવા BIDC સ્થિત એ.કે. ઇન્ડસ્ટ્રીઝમાં 50 લાખનું ડુપ્લિકેટ સેનિટાઈઝર મળ્યું - The black market of injections

વડોદરા કોરોના મહામારી વચ્ચે મેડિકલ માફિયાઓ મનસ્વી રીતે ઇન્જેક્શનોની કાળા બજાર ખુલ્લેઆમ કરી રહ્યા છે. ત્યારે હવે મેડિકલને લગતી ચીજ-વસ્તુઓ પણ ડુપ્લિકેટ ઉત્પાદન કરી વેચાણ કરતા હોવાનું નેટવર્ક વડોદરા પોલીસે ઝડપી પાડ્યું છે. જેમાં રૂપિયા 50 લાખનો ડુપ્લિકેટ સેનેટાઈઝરનો જથ્થો જપ્ત કર્યો છે.

50 લાખનું ડુપ્લિકેટ સેનિટાઈઝર
50 લાખનું ડુપ્લિકેટ સેનિટાઈઝર
author img

By

Published : Apr 21, 2021, 10:18 AM IST

  • કોરોના મહામારીની દુર્દશા વચ્ચે તકવાદી તત્વો લોકોનો લાભ ઉઠાવે
  • ખાનગી દવાખાનામાં ડૉક્ટરો દર્દીઓ પાસેથી વધુ નાણાં પડાવતા હોય
  • FSLના રિપોર્ટ પછી આ કંપની સામે પોલીસ ફરિયાદ દાખલ થશે

વડોદરા : કોરોના મહામારીની દુર્દશા વચ્ચે તકવાદી તત્વો તેનો લાભ ઉઠાવી રહ્યા છે. એક બાજુ ખાનગી દવાખાનામાં મોટાભાગના ડૉક્ટરો દર્દીઓ પાસેથી વધુ નાણાં પડાવતા હોવાના કિસ્સાઓ બહાર આવ્યા હતા. બીજી બાજુ ઇન્જેક્શનો પણ વેપલો થઈ રહ્યા હોવાના કિસ્સા બન્યા છે.

આ પણ વાંચો : સુરતમાં બનાવટી સેનેટાઈઝરના ઉત્પાદકો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી, 13 લાખની કિંમતના સેનેટાઈઝર જપ્ત કરાયા

ગોરવા BIDCમાં આવેલી એ. કે. ઇન્ડસ્ટ્રીઝમાં ડુપ્લિકેટ સેનેટાઈઝર બનાવાઇ રહ્યું

આ દરમિયાન વડોદરા શહેરમાં ગોરવા BIDCમાં આવેલી એ. કે. ઇન્ડસ્ટ્રીઝમાં ડુપ્લિકેટ સેનેટાઈઝર બનાવવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે વડોદરા પોલીસની PCBની ટીમે દરોડો પાડ્યો હતો.

50 લાખનું ડુપ્લિકેટ સેનિટાઈઝર

આ પણ વાંચો : નિર્દોષ લોકોના જીવના જોખમે નકલી સેનિટાઇઝરનો ધમધોકાર ચાલી રહેલો ધંધો!!

કંપનીમાં ડુપ્લિકેટ સેનેટાઈઝરનો 50 લાખનો જથ્થો મળી આવ્યો

દરોડા દરમિયાન આ કંપનીમાં ડુપ્લિકેટ સેનેટાઈઝરનો 50 લાખનો જથ્થો મળી આવ્યો હતો. વડોદરા પોલીસે FSLની મદદ લીધી હતી. આ ડુપ્લિકેટ સેનેટાઈઝરના જથ્થામાં ઇથેનોલ નામનું આલ્કોહોલ હોવાની શંકાને આધારે ટેસ્ટિંગ ચાલુ છે. FSLના રિપોર્ટ પછી આ કંપની સામે પોલીસ ફરિયાદ દાખલ થશે તેમ જાણવા મળ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.