- મહારાષ્ટ્ર ખાતે પ્રભુ સામે ગુનો નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી
- મહારાષ્ટ્ર પોલીસને ચકમો આપી પ્રભુ ફરાર થઇ ગયો હતો
- ટ્રાન્સફર વોરન્ટના આધારે કરજણ પોલીસે પ્રભુ સોલંકીની ધરપકડ કરી
વડોદરા: મહારાષ્ટ્રના નાસીક સ્થિત ઇંગતપુરી પોલીસ સ્ટેશનમાં (Nashik Ingatpuri Police Station) પ્રભુ સોલંકી ઉર્ફે (Golden Man Of Vadodara) કલ્પેશ પ્રજાપતિ સામે રૂ. 30 લાખનુ નકલી સોનુ પધરાવી દેવાનો ગુનો નોંધાયો હતો, જેથી મહારાષ્ટ્ર પોલીસ પ્રભુ સોલંકીની શોધમાં વડોદરા પહોંચી હતી.પોલીસને તેને પકડવામાં સફળતા પણ મળી (prabhu solanki arrested in gold case) હતી, પરંતુ કરજણ પાસેની સહયોગ ઇન હોટલ પાસે ઠગ પ્રભુ પોલીસને ચકમો આપી ગત તા. 27 એપ્રિલના રોજ ફરાર થઇ ગયો હતો, જેથી આ મામલે કરજણ પોલીસ સ્ટેશન ખાતે પ્રભુ સોલંકી સામે નાસી જવાનો ગુનો નોંધાયો હતો.
8 દિવસના રિમાન્ડ મેળવી આંકરી પુછતાછ હાથ ધરવામાં આવી
મહારાષ્ટ્ર પોલીસ પ્રભુની શોધમાં હતી, તેવામાં ઠગ પ્રભુ મહારાષ્ટ્ર પોલીસના હાથે ઝપાતા તેના 8 દિવસના રિમાન્ડ મેળવી તેની આંકરી પુછતાછ હાથ ધરવામાં આવી હતી. રિમાન્ડ પુરા થતાં પ્રભુને અલીબાગ જેલમાં ધકેલી દેવામા આવ્યો હતો. આ અંગેની જાણકારી કરજણ પોલીસને મળી હતી, જેથી કરજણ પોલીસે ટ્રાન્સફર વોરન્ટના (Karjan Police Transfer Warrant) આધારે પ્રભુ સોલંકીનો કબજો મેળવી મંગળવારે મોડી સાંજે ગોલ્ડન મેન પ્રભુ સોલંકીને કરજણ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:
વડોદરામાં કરાટે ક્લાસના સંચાલકે સગીરા સાથે શારીરિક અડપલા કરતા કરાઈ ધરપકડ
Vadodara Rape Suicide Case: વડોદરાની OASIS સંસ્થાના બે સંચાલકો અને એક મેન્ટર સામે ગુનો નોંધાયો