તો આ વાઇરસની ગંભીરતાને ધ્યાનમાં લઇને આરોગ્ય વિભાગ દ્વારા ખાસ કરીને બાળકો માટે કાળજી રાખવી જરૂરી છે. કેમ કે, આ વાઇરસ ખાસ કરીને બાળકોમાં જોવા મળે છે. આ વાઈરસમાં બાળકોને અતિશય તાવ આવે છે. તો સાથે જ ઉલ્ટી થવાની શરૂઆત થાય છે. જો આવા ચિહ્નો બાળકોમાં જોવા મળે તો સરકારી દવાખાને અથવા નજીક દવાખાને સારવાર માટે ખસેડવા જરૂરી છે.
સામાન્ય રીતે કાચા મકાનોની તિરાડમાં વધુ આ મચ્છર પલવે છે. જો આવે તો કાચા મકાનોમાં માટીનું લીપણ કરવું જરૂરી છે. અને પાકા મકાનોમાં પણ જો તિરાડ હોય તો સિમેન્ટ પૂરવી જરૂરી છે. જેથી આ વાઇરસ સામે રક્ષણ મેળવી શકાય. બાળકોને ફુલ સ્લીવના કપડાં પહેરવા જરૂરી છે. જેથી આ વાઇરસથી બચી શકાય. હાલ તો, આરોગ્ય વિભાગ દ્વારા આ વાઇરસને પગલે મેલેથિયન પાવડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.