ETV Bharat / state

મેડિકલની વિદ્યાર્થીનીએ હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

વડોદરા: શહેરના પીજી મેડિકલ હોસ્ટેલમાં રહેતી તબીબ યુવતીએ તેના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી. જોકે આ ઘટનાની જાણ થતાની સાથે જ રાવપુરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. યુવતીએ તેના પોસ્ટગ્રેજ્યુએશનની પરીક્ષામાં નાપાસ થતાં આપઘાત કર્યો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

મેડિકલ સ્ટુડન્ટે હોસ્ટેલમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
author img

By

Published : May 1, 2019, 9:45 AM IST

મળતી માહિતી મુજબ ડો.રચના દેસાઈ, એમ.બી.બી.એસ. થયા બાદ વડોદરા મેડિકલ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના ત્રીજા વર્ષમાં સર્જરી વિભાગમાં અભ્યાસ કરતી હતી અને કોઠી રોડ પર મેડીકલ હોસ્ટેલમાં રહેતી હતી. યુવતીએ હોસ્ટેલમાં પોતાના રૂમમાં ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.

વડોદરા
મેડિકલ સ્ટુડન્ટે હોસ્ટેલમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

આ બનાવની હોસ્ટેલમાં રહેતી તેની સાથી વિદ્યાર્થિનીને જાણ થતાં તેણે હોસ્પિટલ સત્તાધીશોને જાણ કરી હતી. જોકે આ બનાવ અંગે રાવપુરા પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. દરમિયાનમાં વિદ્યાર્થિનીના આપઘાત પગલે પોલીસે એફએસએલની ટીમને પણ ઘટનાસ્થળે તપાસ માટે બોલાવી હતી. હાલ આ સમગ્ર મામલે પોલીસ યુવતિના આત્મહત્યા પાછળની તપાસ કરવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા મેડિકલ સ્ટુડન્ટે હોસ્ટેલમાં ફાંસો ખાઈ કર્યો આપઘાત કરી જીવન ટુંકાવ્યું..

વડોદરા શહેરના પીજી મેડિકલ હોસ્ટેલમાં રહેતી ૨૭ વર્ષીય યુવાન તબીબ યુવતીએ તેના રૃમમાં ફાંસો ખાઈને આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી..જોકે આ ઘટનાની જાણ થતાની સાથે જ રાવપુરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. યુવતીએ તેના પોસ્ટગ્રેજ્યુએશનની પરીક્ષામાં નાપાસ થતાં આપઘાત કર્યો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

મળતી માહિતી મુજબ ૨૭ વર્ષીય ડો.રચના દેસાઈ એમ.બી.બી.એસ. થયા બાદ વડોદરા મેડિકલ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના ત્રીજા વર્ષમાં સર્જરી વિભાગમાં અભ્યાસ કરતી હતી અને કોઠી રોડ પર મેડીકલ હોસ્ટેલમાં રહેતી હતી. યુવતીએ હોસ્ટેલમાં પોતાના રૃમમાં ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ બનાવની હોસ્ટેલમાં રહેતી તેની સાથી વિદ્યાર્થિનીને જાણ થતાં તેણે હોસ્પિટલ સત્તાધીશોને જાણ કરી હતી જેના પગલે તેઓ હોસ્ટેલ ખાતે દોડી ગયા હતા..જોકે આ બનાવ અંગે  રાવપુરા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. દરમિયાન યુવાન વિદ્યાર્થિનીના આપઘાત પગલે પોલીસે એફએસએલની ટીમને પણ ઘટનાસ્થળે તપાસ માટે બોલાવી હતી. બીજીતરફ આ બનાવની જાણ થતાં હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને સયાજી હોસ્પિટલના સ્ટાફ પણ હોસ્ટેલ ખાતે મોટી સંખ્યામાં આવી પહોંચતા પોલીસને હોસ્ટેલ કેમ્પસનો મેઈનગેટ બંધ કરવાની ફરજ પડી હતી.હાલ આ સમગ્ર મામલે પોલીસ યુવતિના આતમહત્યા પાછળના કારણોની તપાસ કરવા માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.