ETV Bharat / state

Vadodara Crime ડભોઈમાં ગૌરક્ષકોએ પકડ્યો ટેમ્પો, પશુઓને કતલખાને લઈ જવાતા હોવાનું અનુમાન

author img

By

Published : Jan 28, 2023, 9:31 PM IST

વડોદરામાં પશુઓ ભરેલો પીકઅપ ટેમ્પો ગૌરક્ષકોએ ઝડપી પાડ્યો (Gau Rakshak seized animal loaded Tempo) હતો. આ ટેમ્પોમાં પશુઓને કતલખાને લઈ જવાતા હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું. જોકે, અત્યારે ટેમ્પોચાલક ફરાર થઈ ગયો છે. પોલીસે તેની તપાસ શરૂ કરી છે.

Vadodara Crime ડભોઈમાં ગૌરક્ષકોએ પકડ્યો ટેમ્પો, પશુઓને કતલખાને લઈ જવાતા હોવાનું અનુમાન
Vadodara Crime ડભોઈમાં ગૌરક્ષકોએ પકડ્યો ટેમ્પો, પશુઓને કતલખાને લઈ જવાતા હોવાનું અનુમાન
1

વડોદરાઃ શહેરમાં ગુનાખોરી વધી રહી છે. ત્યારે હવે ગૌરક્ષકો પણ અહીં જાગૃત થઈ ગયા છે. તાજેતરમાં જ ડભોઈમાં આવેલા બારીપુરા વસાહતમાંથી એક પીકઅપ ટેમ્પામાં પશુઓને લઈ જવામાં આવતા હતા. ત્યારે ગૌરક્ષકોએ આ ટેમ્પો ઝડપી પાડ્યો હતો. તેમને શંકા હતી કે, આ ટેમ્પામાં પશુને કતલખાને લઈ જવામાં આવી રહ્યું છે. વખતપુરા ગામના રહેવાસી ધીરજ પટેલે ગૌરક્ષક દિપક રબારીને આ અંગે બાતમી મળી હતી.

આ પણ વાંચો નવસારી-બારડોલી માર્ગ પરથી કતલખાને લઈ જવાતી બે ગાયને ગૌરક્ષકોએ પોલીસની મદદથી બચાવી

ગૌરક્ષકોએ ફિલ્મી ઢબે પીછો કરી ટેમ્પો ઝડપ્યોઃ દિપક રબારી ડભોઈ તાલુકાના છત્રાલ મુકામે રહે છે. તેમને વખતપુરાના ધીરજભાઈ પટેલે ફોન ઉપર આ બાતમી આપી હતી. તેના આધારે કોઠારા ગામે રહેતા તેમના મિત્ર ભાવેશ નાગજીભાઈ રબારી તથા વિરાજ નાગજીભાઈ રબારીને ફોન કરતા તેમણે તાત્કાલિક સેજપુરા વસાહતની કેનાલ પાસે આવી વોચ ગોઠવી દીધી હતી. થોડીક જ ક્ષણોમાં બારીપુરા વસાહત બાજુથી બાતમી મુજબનો પીક અપ ટેમ્પો આવી પહોંચતા આ ત્રણેય ગૌરક્ષકોએ તેને ઊભો રાખવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ પીકઅપના ચાલકે તેઓની પાસે ગાડી લઈ જઈ, પૂર ઝડપે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. તેથી આ ગૌરક્ષકોએ બાઈક ઉપર આ ગાડીનો પીછો કર્યો હતો.

વાનમાં ખીચોખીચ પશુઓ ભરેલા હતાઃ ત્યારબાદ પીકઅપ વાનમાં ખીચોખીચ 5 જેટલા પશુ ભરેલા નજરે પડ્યા હતા, જેના આધારે આ ગૌરક્ષકોએ કોઠારા ગામે રહેતા બીજા મિત્રો મિતેશભાઈ, ગૌરવસિંહ અને મૌલિકસિંહને પણ ફોન કરી ઠિકરીયા ગામની વસાત પાસે બોલાવી લીધા હતા, પરંતુ ટેમ્પાચાલકે પીકઅપને બોરબાર તરફવાળી દીધી હતી. ત્યાં સમય સૂચકતાનો લાભ લઈ આ પીકઅપનો ચાલક પીકઅપ સ્થળ ઉપર મૂકી ફરાર થઈ ગયો હતો. આ ગૌરક્ષકોએ આ પીકઅપ અંગે ડભોઈ પોલીસને જાણ કરી પશુઓ સાથે આ પીકઅપ ટેમ્પો પોલીસને સોંપી દીધો હતો.

પીકઅપ ટેમ્પામાં ભરેલાં 5 જેટલા મૂંગા પશુઓને બચાવી લેવાયાઃ આ સમગ્ર ઘટનામાં પોલીસના જવાનોએ વિગતે તપાસ કરતા તેમાંથી 5 પશુઓ મળી આવ્યા હતા જેમાં લાલ કલરનો ગીર જાતનો વાછરડો, ગૌવંશ જોતા કાળા સફેદ (કાબરો) એચએફ જર્સી જાતનો વાછરડો, લાલ કલરનો વાછરડો ગીર જાતનો, ગૌવંશ જોતા કાળા સફેદ (કાબરો) એચએફ જર્સી, લાલ રંગનો વાછરડો ગીર જાતનો આમ, પાંચ જેટલા પશુઓનો જીવ બચાવવામાં આવ્યો હતો અને એક પિકઅપ ટેમ્પો કબજે લેવામાં આવ્યો હતો.

પશુઓને કતલખાને લઈ જવા હોવાનું અનુમાનઃ પ્રાથમિક તપાસની દ્રષ્ટિએ તો આ પશુઓને કતલખાને લઈ જવાતા હોવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ સ્થળ ઉપર ટેમ્પો મૂકી ફરાર થયેલ ટેમ્પોચાલકને શોધી તેની વધુ ઉંડાણપૂર્વકની પૂછપરછ અને તપાસ હાથ ધરાશે ત્યારે જ સાચું રહસ્ય બહાર આવશે. તો સમગ્ર ઘટનાની જાણ ડભોઈ પોલીસને કરાતા ડભોઈ પોલીસે આ ફરાર ટેમ્પોચાલક સામે ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી તેને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.