વડોદરા: જેઠ વદ એકમથી દશમ સુધી ગંગા દશહરા ઉત્સવ દરમ્યાન મા નર્મદાજીને મળવા માટે ગંગાજી પણ આવતા હોય છે. જેથી એમનું પૂજન અર્ચન અને આરતીનો અનેરો મહિમા છે. આ દરમ્યાન નર્મદાજીના નીર એક અલગ સ્વરૂપ ધારણ કરતાં હોય છે અને તેની અનૂભૂતિ શ્રધ્ધાળુઓને થતી હોય છે. ગંગા દશહરા પર્વમાં પવિત્ર નર્મદામાં સ્નાન, પૂજન, અર્ચન થકી, મન, વચન અને કાયાથી થતા દસ પ્રકારના મહા પાપમાંથી મુક્તિ મળે છે. મો
મંત્રોચ્ચાર અને સંગીતની સુરાવલીઓ વહી: જેઠ સુદ એકમથી જેઠ સુદ દશમ સુધી એટલેકે 10 દિવસ સુધી યોજાતાં ગંગા દશહરા મહોત્સવ નિમિત્તે ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહ્યા હતાં અને નર્મદા મૈયાની મહાઆરતી કરી હતી. આરતી દરમિયાન વિદ્વાન ભૂદેવો દ્વારા નર્મદાષ્ટક ગાન, ષોડશોઉપચાર પૂજન સહિતનાં મંત્રોચ્ચાર અને સંગીતની સુરાવલીઓ સાથે ધાર્મિકમય વાતાવરણ સર્જાયું હતું.
મુખ્યપ્રધાન ભાવવિભોર થયા: ચાંદોદના વિદ્ધાન પંડિતો મુખ્યપ્રધાનની ઉપસ્થિતિથી ભાવવિભોર થયાં હતાં અને હાલ જયારે તેમના દીકરાની તબિયત નાદુરસ્ત છે. ત્યારે આ વિદ્ધાન પંડિતોએ મુખ્યપ્રધાનના દીકરાની તંદુરસ્તી અને દીર્ધાયુષ્ય માટે તેઓ ચાંદોદ ખાતે મહામૃત્યુંજય મંત્રના જાપ કરશે તેમ મુખ્યપ્રધાનને જણાવ્યું હતું. આ વાતથી મુખ્યપ્રધાન પણ ભાવવિભોર થયાં હતાં.
મહાઆરતીનું સૌભાગ્ય પ્રાપ્ત થયું: મુખ્યપ્રધાને કહ્યું હતું કે આપણામાં કહેવાય છે કે મા નર્મદાના તો દર્શન માત્રથી જ પાપ ધોવાઈ છે. આજે ગંગા દશેરાની શરૂઆત થઇ છે. અહીંયા ચુંદડી ચડાવવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. સાથે માતાનું પૂજન અર્ચન તેમજ મહાઆરતી કરવામાં જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એ બદલ હું મારી જાતને ધન્ય અનુભવું છું. વર્ષોની આ પરંપરા છે. ગંગા દશેરાની અને સમગ્ર રેવા તટે એટલે કે નર્મદા કાંઠે આવેલા તમામ ગામો અને જે ધાર્મિક સ્થળો છે. ત્યાં આ જ રીતે મા નર્મદાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે.
આ વિસ્તારની સમસ્યાઓનાં ઉકેલ માટે સરકાર મક્કમ: ચાંદોદના વિકાસ માટે સરકાર મકકમ છે. ત્રિવેણી સંગમ ઉપર ઘાટની કામગીરી ચાલુ છે. સરકાર તરફથી 40 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. હમણાં જ ચાંદોદમાં પણ જે બ્રાહ્મણોનો આશ્રમ છે. ત્યાં અને તેના કાંઠા માટે જે ઘાટ છે તેનાં વિકાસ માટે પણ 5 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. યાત્રાધામ વિકાસ બોર્ડ(Pilgrimage Development Board) સાથે મીટીંગ કરવામાં આવી છે અને જે અહીંયાની જે કોઈ સમસ્યા છે તેનાં ઉકેલ માટે રાજય સરકાર મકકમ હોવાનું પણ જણાવ્યું હતું.
સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આયોજન: ગટરના પાણી નર્મદાજીને ગંદી કરે છે, પણ આ સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આયોજન કરવાની પણ માગણી કરી છે. લગભગ 6 કરોડ રૂપિયાનું એસ્ટીમેન્ટ સરકારમાં મોકલવામાં આવ્યું છે. સરકારમાંથી હકારાત્મક પ્રતિસાદ આવશે જ એવી ખાતરી છે. એક કામ થયા પછી જે ચાંદોદની મુખ્ય સમસ્યા છે એનું પણ નિરાકરણ આવશે. આ સાથે માં નર્મદા પણ ગંદી થતી અટકશે. એટલે સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી માટેની પણ વાતચીત ચાલે છે. કલેકટરે પણ આમાં હકારાત્મક અભિપ્રાય આપ્યો છે. યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારીઓ પણ સારો અભિગમ છે અને સંપૂ્ર્ણ રીતે દરખાસ્ત તૈયાર થઈ ગઈ છે. ટૂંક સમયમાં આની મંજૂરી આવશે તેમ જણાવ્યું હતું.