ETV Bharat / state

કોરોના રસી મૂકાવી હોય તો જ મફત રાશન મળવું જોઇએ, હું મુખ્યપ્રધાન રૂપાણીને રજૂઆત કરીશ - યોગેશ પટેલ - CM Rupani

કેબિનેટ પ્રધાન મફત કેન્દ્રીય અનાજની પૂર્વ શરત તરીકે કોરોના રસીકરણ સૂચવી છે. કેબીનેટ પ્રધાન અને ભાજપના નેતા યોગેશ પટેલે સોમવારના રોજ કેન્દ્રીય યોજના હેઠળ નિ: શુલ્ક રાશન ફક્ત કોરોના રસી લીધી હોય તેવા લોકોને ફાળવવું જોઇએ, તેવું નિવેદન કર્યું હતું. આ સાથે જ તેમને મુખ્યપ્રધાન રૂપાણીને આ અંગે રજૂઆત કરશે તેમ પણ જણાવ્યું હતું.

યોગેશ પટેલ
યોગેશ પટેલ
author img

By

Published : Jun 21, 2021, 10:57 PM IST

  • કોરોના રસી મૂકાવી હોય તો જ મફત રાશન મળવું જોઇએ - યોગેશ પટેલ
  • કેન્દ્રએ દિવાળી સુધી નિ:શુલ્ક રાશનનું વિતરણ કરવાની જાહેરાત કરી હતી
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને વડોદરાના કલેક્ટરને રજૂઆત કરશે

વડોદરા : કેબિનેટ પ્રધાન મફત કેન્દ્રીય અનાજની પૂર્વ શરત તરીકે કોરોના રસીકરણ સૂચવી છે. કેબીનેટ પ્રધાન અને ભાજપના નેતા યોગેશ પટેલે સોમવારના રોજ કેન્દ્રીય યોજના હેઠળ નિ: શુલ્ક રાશન ફક્ત કોરોના રસી લીધી હોય તેવા લોકોને ફાળવવું જોઇએ, તેવું નિવેદન કર્યું હતું. આ સાથે જ તેમને મુખ્યપ્રધાન રૂપાણીને આ અંગે રજૂઆત કરશે તેમ પણ જણાવ્યું હતું.

મુખ્યપ્રધાન રૂપાણી અને વડોદરાના કલેક્ટરને રજૂઆત કરીશ - યોગેશ પટેલ

આ અંગે ટકોર કરતા કોંગ્રેસે જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપ સરકારને એવો નિયમ લાવવાનો કોઈ અધિકાર નથી. કારણ કે, કેન્દ્રએ લોકકલ્યાણ યોજનાઓ હેઠળ કોઈપણ લાભ મેળવવા માટે કોરોના રસી લેવી ફરજિયાત બનાવ્યું નથી. વડોદરામાં પત્રકારો સાથે વાત કરતા સમયે પટેલે જણાવ્યું હતું કે, તેમને રસીકરણની ટકાવારીમાં વધારો કરવા માટે એક નવી યોજના શરૂ કરવા અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને વડોદરાના કલેક્ટરને રજૂઆત કરશે.

કેન્દ્રએ તાજેતરમાં દિવાળી સુધી નિ:શુલ્ક રાશનનું વિતરણ કરવાની જાહેરાત કરી હતી

"હું નવા જિલ્લા કલેક્ટર અને મુખ્યપ્રધાન સમક્ષ રજૂઆત કરીશ કે, કેન્દ્રએ તાજેતરમાં દિવાળી સુધી નિ:શુલ્ક રાશનનું વિતરણ કરવાની જાહેરાત કરી હતી. હું સૂચન કરું છું કે, મફત લોકોને રાશન ફક્ત એવા જ લોકોને આપવામાં આવે કે જેને કોરોનાની રસી લીધી હોય, તેમ માંજલપુરના ધારાસભ્ય અને નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય પ્રધાન યોગેશ પટેલે જણાવ્યું હતું. જૂન મહિનાની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે, સરકાર કોરોના વાઇરસની બીજી લહેર વચ્ચે ગરીબોને રાહત આપવાના ભાગ રૂપે ચાલુ ​​વર્ષે દિવાળી સુધીમાં આશરે 80 કરોડ જરૂરિયાતમંદ લોકોને નિ: શુલ્ક રાશનનું વિતરણ કરશે.

ભાજપના સ્થાનિક નેતાઓએ ગરીબોને રાશન મળે છે કે નહીં તે જોવા માટે આગળ આવવું જોઇએ - અમી રાવત

વડોદરાના કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમી રાવતે યોગેશ પટેલના સૂચનને વાહિયાત ગણાવ્યું હતું. વડોદરા મહાનગર પાલિકાના વિપક્ષના નેતા અમી રાવતે જણાવ્યું હતું કે, આ એક વાહિયાત સૂચન છે. જ્યારે કેન્દ્ર સરકારે ખુદ લાભ મેળવવા માટે રસીકરણ ફરજિયાત બનાવ્યું નથી, તો પછી ગુજરાતના એક પ્રધાન શા માટે સૂચન કરી રહ્યા છે? જ્યારે કેન્દ્રના ભાજપનો દાવો છે કે, તેમને ગરીબોને મફત રાશન આપશે, ત્યારે ભાજપના સ્થાનિક નેતાઓએ ગરીબોને રાશન મળે છે કે નહીં તે જોવા માટે આગળ આવવું જોઇએ.

કોરોના સંક્રમણ ફેલાશે તો શિવજી જવાબદાર: પ્રધાન યોગેશ પટેલ

ઉલ્લેખનીય છે કે, પ્રધાન યોગેશ પટેલની આગેવાનીમાં કોઈપણ નક્કર આયોજન વગર 14 માર્ચના રોજ શિવજી કી સવારી કાઢવામાં આવી હતી. જેમાં અંદાજે 3 લાખ લોકો જોડાયા હતાં. આ સવારીમાં ભારે ભીડ થવાને કારણે કોરોના સંક્રમણ વધશે, તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. પ્રધાન યોગેશ પટેલે કોરોના સંક્રમણ ફેલાવા માટે ભગવાનને જવાબદાર ગણાવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.