ETV Bharat / state

Fraud with bank manager: MBBS એડમિશનના નામે 30.70 લાખની છેતરપિંડી

વડોદરામાં પુત્રીનું MBBSમાં એડમિશન કરાવવાના નામે બેન્ક મેનેજર સાથે છેતરપિંડી (MBBS admission fraud case) આચરી હતી. અજાણી ત્રિપુટીએ સરસ્વતી ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ નોઈડા કોલેજના ડાયરેક્ટર તરીકેની ઓળખ આપીને 30.70 લાખ રૂપિયા પડાવ્યા હતા. જે મામલે બેન્ક મેનેજરે ફરિયાદ નોંધાવતા બેન્ક મેનેજરે વધુ તપાસ હાથ ધરી છે.

MBBS એડમિશનના નામે 30.70 લાખની છેતરપિંડી

author img

By

Published : Jan 20, 2023, 5:45 PM IST

વડોદરા: સરસ્વતી ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ નોઈડા કોલેજના ડાયરેક્ટર અને કર્મચારી તરીકેની ઓળખ આપી અજાણી ત્રિપુટીએ શહેરના બેન્ક મેનેજર પાસેથી પોતાની દીકરીના એમબીબીએસમાં એડમિશનના નામે 30.70 લાખની છેતરપીંડી આચરી હોવાની વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં અજાણી ત્રિપુટી અને બેંક ખાતાધારક વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

MBBS એડમિશનના નામે 30.70 લાખની છેતરપિંડી
MBBS એડમિશનના નામે 30.70 લાખની છેતરપિંડી

એડમિશનની આપી લાલચ: સાયબર ક્રાઇમમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં શહેરના અટલાદરા વિસ્તારમાં રહેતા લલિતકુમાર ગુરુદયાલ અદાલખા સયાજીગંજ વિસ્તારની બેંક ઓફ બરોડા શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમને ફરિયાદમાં લખાવ્યું છે કે તેમને વોટ્સઅપ કોલ થકી સામેવાળી વ્યક્તિએ પોતાની ઓળખ સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નોઇડા ખાતેથી સોનાલીબેન હોવાની આપી હતી. અને પોતે તે ઇન્સ્ટિટ્યૂટમાં એમબીબીએસમાં એડમિશન આપવાની કામગીરી કરતી હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: Fraud case in Vadodara : વિદેશ જવાના ચક્કરમાં યુવતીએ 2.95 લાખ ગુમાવ્યા, ભેજાબાજ સામે ફરીયાદ

ટેલિફોન દ્વારા કર્યો હતો સંપર્ક: મારી દીકરીને એમબીબીએસમાં એડમિશન લેવાનું હોવાથી મેં આ બાબતે રસ દાખવ્યો હતો. ત્યારબાદ તેને 63.28 લાખની કોલેજની ફીનો ચાર્ટ મોકલ્યો હતો. સોનાલી બહેન પાસેથી સિનિયર નેન્સીબહેન નામની મહિલાનો ટેલીફોનિક સંપર્ક કર્યો હતો. જ્યાંથી ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર તરીકે રાજીવસિંગ ઉર્ફે વિજય પ્રતાપસિંગ નામના વ્યક્તિનો ટેલિફોનિક સંપર્ક કરી ખાતરી કરી હતી. ત્યારબાદ ડાયરેક્ટરએ મારી દીકરીને મેનેજમેન્ટ ક્વોટામાંથી એમબીબીએસમાં એડમિશન કરાવી આપશે તેવું જણાવી એક વર્ષની રૂપિયા 15,67,271ની રકમ સરસ્વતી એમ્યુલ એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ખાતામાં ચેક જમા કરાવવા જણાવ્યું હતું.

ચેક મારફતે રકમ મોકલી: સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની વેબસાઈટ ચેક કરતા તેમાં ટ્રસ્ટનું નામ જોતા તેમને વિશ્વાસ બેઠો હતો. ત્યારબાદ સામેવાળી વ્યક્તિએ ચેક મળતા કહ્યું હતું કે તમે બે વર્ષની ફી એડવાન્સ ભરશો તો આગળના બે વર્ષની ફી માફ થઈ જશે. આમ બે ચેક મળી કુલ રૂપિયા 30.70 લાખની રકમ ચેક મારફતે સરસ્વતી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ બંધન બેન્કના ખાતામાં જમા કરાવી હતી.

આ પણ વાંચો: નકલી દસ્તાવેજ ઉભા કરી બીજાના નામે બાનાખત કરી 15 કરોડની કરી છેતરપીંડી

ત્રિપુટીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન: આ રીતે ભેજાબાજ ત્રિપુટી અને બેન્ક ખાતાધારક વિરુદ્ધ વિશ્વાસઘાત છેતરપીંડી સહિતની ધારા હેઠળ સાયબર ક્રાઈમ દ્વારા ગુનો નોંધી ત્રિપુટીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.