સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પોહચ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે કોગ્રેસના 5 કાર્યકરોની અટકાયત કરી છે. નવાપુરા પોલીસ મથકે કાર્યકરોને અટકરી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. કોંગ્રેસના કાર્યકર મિતેશ પરમાર, મિતેશ ઠાકોર, વિજય બુમ્બડીયા, હસમુખ પરમાર, મનોજ ઈલ્લેની પોલીસે અટકાયત કરી હતી.
કોંગ્રેસ શહેર પ્રમુખ અને વિપક્ષી નેતા નવાપુરા પોલીસ મથકે પહોચ્યા હતા. આ સમગ્ર મામલે કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે પોલીસ ફરીયાદ ખોટી ગણાવી હતી. શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ ફરીયાદ બાદ પણ પાણી માટે આંદોલન ચાલુ રાખવાની વાત ઉચ્ચારી હતી.