- મંજુસર થર્મેક્સ કંપની પાસે કરાયેલી હત્યાનો ભેદ ઉકેલાયો
- ગ્રામ્ય પોલીસે 5 શખ્સની કરી ધરપકડ
- પુત્રે મિત્રોની મદદથી માતાના પ્રેમીને મોતને ઘાટ ઉતારી દીધો
- પ્રેમ સબંધ હોવાના પુત્રે પહેલાં પૂરાવા એકત્ર કર્યા
- બાદમાં પ્લાન ઘડી હત્યાને અંજામ આપ્યો
વડોદરાઃ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ઓમકારપુરા ગામમાં રહેતો પંકજ ભરતભાઈ સોલંકીને છેલ્લા કેટલાક સમયથી શંકા થઈ હતી કે પોતાની માતાના સીસવા ગામમાં રહેતા યોગેશ ઉર્ફ ભોલો ચિમનભાઈ ચૌહાણ વચ્ચે પ્રેમ સંબધ છે, પરંતુ પંકજ ચોક્કસ પૂરાવો શોધી રહ્યો હતો. પૂરાવા મળતા જ પંકજે તેના મિત્રોની મદદ લઈ માતા સાથે આડા સંબધ રાખતા યોગેશ ઉર્ફે ભોલા ચૌહાણને મોતને ઘાટ ઉતારવાની યોજના બનાવી હતી. ક્રાઈમ બ્રાન્ચ, સાવલી અને એસઓજી પોલીસની સંયુક્ત કામગીરીથી હત્યાનો પર્દાફાશ થયો હતો.
આરોપી પંકજ સોલંકીએ આવેશમાં આવીને યોગેશની હત્યા કરી
આ દરમિયાન યોગેશ ઉર્ફ ભોલો ચૌહાણ અને તેનો મિત્ર જગદીશ ઉર્ફ જલો કાંતિભાઈ પરમાર બાઈક પર અલિન્દ્રા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પંકજ સોલંકી તેના મિત્રોને લઈ અલિન્દ્રના રસ્તા ઉપર પહોંચી ગયો હતો અને પસાર થઈ રહેલા યોગેશ ઉર્ફ ભોલાને રોક્યો હતો અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેમાં આવેશમાં આવી ગયેલા પંકજ સોલંકીએ પોતાની પાસેના ચાકૂના યોગેશ ઉર્ફ ભોલાની છાતી તથા અન્ય ભાગમાં મારી મોંતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગેની ફરિયાદ સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી અને આ બનાવની તપાસ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે પણ શરૂ કરી હતી. સાવલી તાલુકાના મંજુસર GIDC સ્થિત થર્મેક્સ કંપનીના ગેટ નં-3ની સામે રોડ ઉપર બનેલા હત્યાના બનાવમાં વડોદરા ગ્રામ્ય પોલીસ સાવલી પોલીસ તેમ જ ગ્રામ્ય એસઓજી અને જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે પાંચેય આરોપીને ઝડપી પાડ્યા હતા.
પોલીસે આ આરોપીઓની કરી ધરપકડ
- પંકજ ભરત સોલંકી (રહે. ઓમકારપુરા, તા. જિ. વડોદરા)
- વિપુલ કનુભાઈ પરમાર (રહે. મોટાપુરા, સાવલી)
- કલ્પેશ ચંદુભાઈ પરમાર (રહે. મોટાપુરા, સાવલી)
- વિશાલકુમાર છત્રસિંહ પરમાર (રહે. મોટાપુરા, સાવલી)
- સંજય ઈશ્વરભાઈ રહેવાસી (નવાયાર્ડ, વડોદરાની સાવલી તાલુકાના મોટાપુરા ગામ)