- વડોદરા શહેર અને જિલ્લામાં કોવિડ દર્દીઓથી હોસ્પિટલો હાઉસ ફૂલ
- અતિથિગૃહોમાં કોવિડ કેર સેન્ટરો ઉભા કરવાની તંત્રને ફરજ પડી
- પ્રથમ લાલબાગ અતિથિગૃહમાં કોવિડ કેર સેન્ટર ઉભું કરાયું
વડોદરાઃ શહેરમાં સંખ્યાબંધ આયોજનો અને વિવિધ પગલાં લેવા છતાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે વધુને વધુ વિકટ બનતી જાય છે. ત્યારે કોરોનાના દર્દીઓમાં વધારો થતાં મંગળવારના રોજ શહેર લાલબાગ અતિથિગૃહ ખાતે 100 દર્દીઓની ક્ષમતા ધરાવતું કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું હતું.
આપણ વાંચોઃ જામનગરમાં કોવિડ હોસ્પિટલમાં 16 દર્દીના મોત
વડોદરામાં કોરોનાનો કહેર યથાવત
કોરોનાના કહેરે પ્રજા અને તંત્રને હચમચાવી મુક્યા છે. શહેરની સરકારી અને ખાનગી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી હોસ્પિટલો દર્દીઓથી ફૂલ થઇ છે. જેને લઈને ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીને દાખલ કરવામાં પણ ફાંફા પડી રહ્યા છે. આ કારણોસર નિર્દોષ પ્રજા અટવાઈ રહી છે, ત્યારે હવે તંત્રને વિવિધ જગ્યાઓ પર કોવિડ કેર સેન્ટરો ઉભા કરવાની ફરજ પડી રહી છે.
આપણ વાંચોઃ કોરોના સંક્રમણને રોકવા આણંદ જિલ્લાના 12 ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન
વડોદરા લાલબાગ ખાતે કોવિડ કેર સેન્ટર ઉભું કરાયું
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ ઓફિસર ડૉ.અક્ષય પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, લાલબાગ ખાતે કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જેમાં 72 બેડની સુવિધા ઉપલબદ્ધ કરાઈ છે. અહીં 100 બેડની કેપેસિટી ધરાવે છે પરંતુ પ્રાથમિક ધોરણે માત્ર 72 બેડ રાખવામાં આવ્યા છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાનની સૂચના પ્રમાણે 4 અતિથિગૃહમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવશે. જેમાં પ્રથમ કોવિડ કેર સેન્ટર લાલબાગ અતિથિગૃહ ખાતે ઉભું કર્યું છે. જો વધુ જરૂરિયાત ઉભી થશે તો હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા તૈયારી કરવામાં આવી છે. જરૂર પડશે તો બાકીના ત્રણ અતિથિગૃહમાં પણ કોવિડ સેન્ટર ઉભા કરીશું તેમ જણાવ્યું હતું નોંધનીય છે કે, છેલ્લા ઘણા દિવસોથી વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના કેસમાં મોટી સંખ્યાંમાં વઘરો થયો છે.