ETV Bharat / state

ડભોઈની અંગૂઠણ નર્મદા કેનાલમાં 10 ફૂટનું ગાબડું, કેનાલની બિસ્માર હાલતથી ખેડૂતોને હાલાકી - News of vadodara rural

ડભોઈમાં અંગૂઠણ નર્મદા કેનાલની બિસ્માર હાલતના લીધે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેનાલમાં છેલ્લા 3 મહિનાથી 10 ફૂટનું ગાબડું પડયું છે. વહેલી તકે નર્મદા ઓથોરિટી કેનાલ રીપેર કરાવે તેવી ખેડૂતોમાં માગ ઉઠી છે.

ડભોઈની અંગૂઠણ નર્મદા કેનાલમાં 10 ફૂટનું ગાબડું, કેનાલની બિસ્માર હાલતથી ખેડૂતોને હાલાકી

author img

By

Published : Nov 21, 2020, 2:23 PM IST

  • અંગૂઠણ ગામ પાસે આવેલી નર્મદા કેનાલની બિસ્માર હાલતથી ખેડૂતોને હાલાકી
  • છેલ્લા 3 માસથી 10 ફૂટનું ગાબડું પડ્યું, લાખો લીટર પાણીનો વેડફાટ
  • નર્મદા ઓથોરિટી દેખરેખ ન રાખતી હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા

ડભોઇ: નર્મદા નિગમની પોર શાખા નહેર જ્યાં અંગૂઠણ-નારીયા વચ્ચેથી પસાર થાય છે. તેમાંથી ખેડૂતો સુધી પાણી પહોંચાડવા માઈનોર કેનાલ બનાવવામાં આવી છે. જ્યારથી કેનાલ બની ત્યારથી આ વિસ્તારના ત્રણ કિલોમીટર સુધીના અંતરના ખેડૂતોને નર્મદાના નીર ખેતી માટે મળ્યા નથી અને હાલ છેલ્લા 3 માસથી આ માઈનોર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડ્યું છે. જ્યારે અંગૂઠણ ગામના ખેડૂત કિરણ પટેલ સહિત અન્ય ખેડૂતો દ્વારા અવારનવાર નર્મદા અધિકારીઓને રજૂઆતો કરી છતાં પણ અધિકારીઓ સ્થળ પર આવી જોઈને જતા રહેતા હોવાનું અને કાર્યવાહી ન કરતા હોવાનું જાણવા મળ્યું છે.

ડભોઈની અંગૂઠણ નર્મદા કેનાલમાં 10 ફૂટનું ગાબડું, કેનાલની બિસ્માર હાલતથી ખેડૂતોને હાલાકી
ડભોઈની અંગૂઠણ નર્મદા કેનાલમાં 10 ફૂટનું ગાબડું, કેનાલની બિસ્માર હાલતથી ખેડૂતોને હાલાકી

લાખો ગેલન પાણીનો વેડફાટ

જ્યારે ખેડૂતોને અધિકારીઓ જણાવે છે કે, આ જવાબદારી મંડળીઓની છે, પણ કઈ મંડળી તે જણાવતા નથી. પાણી ન મળતાં ખેડૂતો પણ રોષે ભરાયા છે. કેનાલમાં સર્જાયેલા ગાબડાંથી લાખો ગેલન પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવાનું પણ ખેડૂતોનું કહેવું છે.

મોટાભાગના ખેડૂતો ખેતી માટે નર્મદા નિગમની કેનાલના સિંચાઇના પાણી પર નિર્ભર

ડભોઇ તાલુકાના મોટાભાગના ખેડૂતો ખેતી માટે નર્મદા નિગમની કેનાલના સિંચાઇના પાણી પર નિર્ભર છે. જ્યારે ડભોઇ પંથકમાં આવેલી વિવિધ કેનાલોની નર્મદા ઓથોરેટી દેખરેખ રાખતી ન હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે. છેલ્લા કેટલાય સમયથી કેટલીક કેનાલોમાં ઝાડી ઝાંખરા ઊગી નીકળ્યા છે. જેને સફાઈની સાથે સાથે સરકારમાંથી મળતી લાખો રૂપિયાની ગ્રાંટોનો ઉપયોગ કરી કેનાલો રીપેર તો થાય છે, પરંતુ તેમાં પણ નીચી ગુણવત્તાનું કામ થતું હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે. જેને પગલે ટૂંકા ગાળામાં જ કેનાલો અવાર નવાર બિસ્માર બની જતી હોય છે.

અધિકારીઓની બેદરકારી

આ અંગે અંગુઠણ ગામના ખેડૂત કિરણભાઈ અંબુભાઈ પટેલ સહિત અન્ય ખેડૂતો દ્વારા અવારનવાર નર્મદાના અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ અધિકારીઓ માત્રને માત્ર નિરીક્ષણ કરી જતા રહેતા હોય છે. સમસ્યાનું કાયમી સમાધાન લાવવામાં તેમને કોઈ રસ નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.