શહેરની વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીમાં 14 ઓગસ્ટના રોડ વિદ્યાર્થીસંઘની ચૂંટણી યોજાવાની છે. જેના માટે આજે યુનિવર્સિટી જનરલ સેક્રેટરી અને યુનિવર્સિટી વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે યુનિવર્સિટી પેવિલિયન ખાતે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે.
વડોદરા એમ.એસ.યુનિવર્સિટીમાં 14 ઓગસ્ટના રોજ વીપી, અને યુજીએસ સહિત યુનિવર્સિટી ફેકલ્ટી જીએસ તેમજ એફઆરની ચૂંટણી યોજાશે. આવતીકાલે યોજાનારી ચૂંટણીને પગલે યુનિવસિટી સત્તાધીશો દ્વારા વિદ્યાર્થી ચૂંટણીને પગલે સમગ્ર તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે.ખાસ કરીને ચૂંટણીના દિવસે યુનિવર્સિટી કેમ્પસમાં મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન થાય અને મતગણતી પૂર્ણ થાય ત્યાં સુધીની પ્રક્રિયા દરમિયાન યુનિવસિટી કેમ્પસમાં પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. તો આ સાથે યુનિવર્સિટી વિજિલન્સ દ્વારા કેમ્પસમાં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓના આઈકાર્ડની ચકાસણી કરી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.