વડોદરા રાજ્યમાં ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈને રાજ્ય ચૂંટણી પંચે દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે વિશેષ વ્યવસ્થા કરી છે. ત્યારે આ આયોજન અંગે વડોદરાના પ્રજ્ઞાચક્ષુ મતદારે ચૂંટણી પંચનો આભાર વ્યક્ત (arrangements for disable and blind voters ) કર્યો હતો. સામાન્ય રીતે બ્રેઈલ શિક્ષિત પ્રજ્ઞાચક્ષુ મતદારો (EVMs with Braille features) મતપત્રકને સ્પર્શીને મનપસંદ ઉમેદવારનો ક્રમાંક જાણી શકે છે. ત્યારે વડોદરાના પ્રજ્ઞાચક્ષુ મતદારે ચૂંટણી પંચના (Election Commission of Gujarat) દિવ્યાંગો માટે કરેલા સરળ મતદાન આયોજનની પ્રશંસા કરી હતી.
હવે કોઈની મદદ લેવી નહીં પડે પ્રજ્ઞાચક્ષુ મતદાર યાહ્યા સપાટવાલાએ (blind voters in Vadodara) જણાવ્યું હતું કે, પ્રજ્ઞાચક્ષુ હોવાથી અમે અગાઉ મતદાન તો કરી શકતા, પરંતુ અમારે સહાયક પર નિર્ભર રહેવું પડતું હતું. સહાયક તરીકે મોટાભાગે કુટુંબના સભ્યો રહેતા, પરંતુ ક્યારેક અન્ય લોકોની સહાયક તરીકે મદદ લેવી પડતી. ત્યારે મનમાં ચચરાટ રહેતો કે, સહાયકે અમારા કહ્યા પ્રમાણેના ઉમેદવારને જ મત આપ્યો હશે ને! જોકે, હવે EVM (evm machine for voting) બ્રેઈલ લિપીમાં (EVMs with Braille features) ઉમેદવારોના ક્રમાંક લખવામાં આવે છે. એટલે અમે સ્વતંત્ર રીતે પસંદગીના ઉમેદવારને વિશ્વાસ સાથે મત આપી શકીએ છીએ. આ શબ્દો છે બ્રેઈલ શિક્ષિત પ્રજ્ઞાચક્ષુ વ્યાખ્યાતા યાહ્યા સપાટવાલા અને રાકેશ દવેના. આ બંને લોકશાહીના અડગ ટેકેદાર મતદારો અંધત્વની પ્રકૃતિદત્ત ખામીથી હતાશ થયા વગર નિયમિત મત આપે છે.
બ્રેઈલ લિપીમાં મુદ્રણ ધરાવતું નમૂના મતપત્રકની સુવિધા દેશના ચૂંટણી પંચે (Election Commission of Gujarat) પ્રજ્ઞાચક્ષુ મતદારોની સરળતા માટે એક આગવા કદમરૂપે મતદાનમથકમાં ઉમેદવારના નામ, બેલેટ પર ક્રમાંક ઇત્યાદિનું બ્રેઈલ લિપીમાં (EVMs with Braille features) મુદ્રણ ધરાવતું નમૂનાનું મતપત્રક રાખવાની સુવિધા કરી છે. બ્રેઈલ શિક્ષિત પ્રજ્ઞાચક્ષુ મતદારો આ મતપત્રકને સ્પર્શીને મનપસંદ ઉમેદવારનો ક્રમાંક જાણી શકે છે. EVM પર બ્રેઈલ લિપિમાં પણ ઉમેદવારના નંબર અંકિત કરવામાં આવે છે. એટલે આંગળીના ટેરવા પાસે આંખોનું કામ લઈને આ મતદારો પસંદગી ના ઉમેદવારના ક્રમાંક સામે ચાંપ દાબીને મત આપી શકે છે. દિવ્યાંગ અને વૃદ્ધ વડીલ (arrangements for disable and blind voters),અશક્ત અને સગર્ભા મહિલા મતદારો ને મતદાન મથકે કતારમાં ઊભા ન રાખતા અગ્રતાક્રમે મતદાન કરાવવા જેવી જોગવાઈઓ છે.
દિવ્યાંગ મતદારે અગાઉ ચૂંટણી પંચને કરી છે મદદ મ. સ. વિશ્વ વિદ્યાલયની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના વ્યાખ્યાતા રાકેશ દવે તો મતદાર ક્રમાંક, વિધાનસભા વિસ્તાર અને તેના નંબરનું બ્રેઈલ લિપીમાં (EVMs with Braille features) અંકન ધરાવતું મતદાર ઓળખપત્ર ધરાવે છે. તેમણે અગાઉ દિવ્યાંગ મતદારો (arrangements for disable and blind voters) માટે રોલ મોડેલ તરીકે ચૂંટણી પંચને (Election Commission of Gujarat) મદદ કરી છે.
ગ્રામીણ વિસ્તારોમાં જાગૃતિની વધુ જરૂર યાહ્યાભાઈ કહે છે કે, શહેરી વિસ્તારના પ્રજ્ઞાચક્ષુ અને અન્ય દિવ્યાંગ મતદારોમાં (arrangements for disable and blind voters) સારી જાગૃતિ જોવા મળે છે. જોકે, દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓ અને સ્વયં સેવકો ગ્રામીણ દિવ્યાંગ મતદારોમાં મતદાન જાગૃતિ કેળવવાનું અને એમનું મતદાન સરળ બનાવવાનું કામ કરે એ ઇચ્છનીય છે.
જાગૃત મતદારોને સલામ યાહ્યાભાઈ અને રાકેશભાઈ બંને દિવ્યાંગ મતદારોનું અને 80 વર્ષથી ઉપરના વડીલ મતદારોનું મતદાન સરળ બનાવવા ભારતના ચૂંટણી પંચે સહાયક સહિતની જે જોગવાઈઓ કરી છે એને હૃદયપૂર્વક બિરદાવે છે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મયંક ત્રિવેદીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં દિવ્યાંગ મતદારો (arrangements for disable and blind voters) પૈકી 4456 પ્રજ્ઞાચક્ષુ મતદારો છે. તેમના સહિત તમામ દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે ભારતના ચૂંટણી પંચના (Election Commission of Gujarat) દિશા નિર્દેશો અને જોગવાઈઓ પ્રમાણે હાલમાં સ્વયમ્ સેવકોની તાલીમ સહિત વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. દિવ્યાંગતા ઉપર વિજય મેળવીને પ્રત્યેક ચૂંટણીમાં મતદાન કરવાનો આગ્રહ રાખતા યાહ્યાભાઈ અને રાકેશભાઈ જેવા જાગૃત મતદારો સલામને પાત્ર છે.
દરેક ચૂંટણીમાં આપ્યો મત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં તાલીમાર્થી શિક્ષકોને ગુજરાતી અને અન્ય વિષયોનું શિક્ષણ આપતા યાહ્યાભાઈ કહે છે કે, વર્ષ 1999માં વડોદરા આવ્યા પછી મેં મહાનગરપાલિકા, સંસદ અને વિધાનસભા ચૂંટણીઓમાં અવશ્ય મત આપ્યો છે. પહેલા ઉપર જણાવ્યું એ પ્રમાણે અન્યના આધારે મત આપવો પડતો, પરંતુ હવે ભારતના ચૂંટણી પંચે (Election Commission of Gujarat) ખૂબ સંવેદના દાખવીને, પ્રત્યેક દિવ્યાંગ મત (arrangements for disable and blind voters) આપી શકે એવા સંકલ્પ સાથે અમારા માટે મતદાન સરળ બનાવતી જે સુવિધાઓ આપી છે. તેનાથી હવે માત્ર પ્રજ્ઞાચક્ષુ નહિ કોઈપણ દિવ્યાંગ સરળતાથી મતાધિકારનો ઉપયોગ કરી શકે છે.
પ્રજ્ઞાચક્ષુ મતદારને લોકોએ આપ્યું ઉપનામ યાહ્યાભાઈને એમની બિલ્ડીંગના નિવાસીઓએ જાગૃત નાગરિકનું ઉપનામ આપ્યું છે. યાહ્યાભાઇ જાતે મતદાન કરે છે અને પોતાના પરિવારજનો મત આપે એવો આગ્રહ રાખે છે,તેની સાથે તેઓ મતદાનના દિવસે બિલ્ડિંગમાં ફરીને તમામ પરિવારોને મતદાન કરવા આગ્રહ કરે છે. એટલે પાડોશીઓ અને બિલ્ડિંગમાં અન્ય નિવાસીઓએ એમને 'જાગૃત નાગરિક ' નું ઉપનામ આપ્યું છે. મતદાન મથકમાં બ્રેઈલ લિપિમાં મુદ્રણ ધરાવતું નમૂનાનું મતપત્રક રાખવામાં આવે છે.