વડોદરા કોર્પોરેશન દ્વારા બે શટડાઉન લેવામાં આવ્યું હોવાથી શહેરને પાણી પહોચાડતી પાણીના ટાંકી અને સંપની સફાઇ કરવામાં આવશે. જો કે, નિમેટા પ્લાન્ટની બે દિવસીય કામગીરીને પગલે શહેરની ગાજરાવાડી, નાલંદા, બાપોદ, કપુરાઇ, તરસાલી, જીઆઇડીસી અને મકરપુરા બુસ્ટર તથા આ ટાંકી હેઠળના તમામ બુસ્ટરો અને સોમાતળાવ બુસ્ટરથી પાણી મેળવતા વિસ્તારોમાં સાંજના સમયે પાણી નહીં મળે.
તેમજ કામગીરીના બિજા દિવસે તા.૨૨ના રોજ સવારે જામ્બુવા, જીઆઇડીસી, કપુરાઇ, નાલંદા, ગાજરાવાડી, તરસાલી, બાપોદ અને મકરપુરા ગામ બુસ્ટર, દંતેશ્વર બુસ્ટર પરથી પાણીનું વિતરણ કરી શકાશે નહીં. આમ બે દિવસ દરમિયાન આશરે અઢી કરોડ લિટર પાણીની ઘટ પડશે વડોદરા કોર્પોરેશન દ્વારા શટડાઉનને પગલે ભરઉનાળે શહેરીજનોને બે દિવસ પાણીની તકલીફ પડશે.