ETV Bharat / state

Vadodara Corporation: રાત્રિ બજારમાં 5 વર્ષથી ચકલું પણ ફરક્યું નથી, હરાજીમાં પણ કોઈ રસ ન લેતા કરોડો રૂપિયાનો ધૂમાડો - Vadodara Municipal Corporation faced damage

વડોદરામાં 3 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલું રાત્રિ બજાર આજે ખંડેર જેવી હાલતમાં પડ્યું છે. અહીંના તોતિંગ ભાડાના કારણે એક પણ વેપારી અહીં આવવા તૈયાર નથી. એટલે છેલ્લા 5 વર્ષથી મ્યુનિસિપલ કૉર્પોરેશન અહીંથી એક પણ રૂપિયાની આવક મેળવ્યા વગર આનો ખર્ચ ઊઠાવી રહી છે.

Vadodara Corporation: રાત્રિ બજારમાં 5 વર્ષથી ચકલું પણ ફરક્યું નથી, હરાજીમાં પણ કોઈ રસ ન લેતા કરોડો રૂપિયાનો ધૂમાડો

author img

By

Published : Mar 21, 2023, 6:05 PM IST

પ્રજાના રૂપિયાનો ધૂમાડો

વડોદરાઃ શહેરના પૂર્વ વિસ્તારમાં બનેલું રાત્રિ બઝાર છેલ્લા 5 વર્ષથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. શહેરના આજવા રોડ બાયપાસ ખાતે 3 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવેલા આ રાત્રિ બજારમાં 35 દુકાનો આવેલી છે. વારંવાર હરાજી કરવામાં આવી તેમ છતાં વેપારીઓને ભાડે કે ખરીદી માટે પોષાય તેમ નથી, જેથી આ કરોડો રૂપિયા ખર્ચ સાથે અહીં લાઈટ, સીસીટીવી અને ગાર્ડ સહિતની સુવિધાઓ પાછળ પાલિકા નફાની વાત તો દૂર પણ છેલ્લા 5 વર્ષથી ખર્ચ ભોગવી રહી છે.

કરોડોના ખર્ચે બનાવાયું રાત્રિ બજાર
કરોડોના ખર્ચે બનાવાયું રાત્રિ બજાર

આ પણ વાંચોઃ Surat News : આસામ સરકારના નિર્ણયથી સુરત સાડીના વેપારીઓને 1000 કરોડનું નુકસાન

નાયબ મુખ્યપ્રધાન દ્વારા ઉદ્ઘાટન કરાયું: વડોદરા મહાનગરપાલિકાએ વર્ષ 2014માં આજવા રોડ ખાતે રાત્રિ બજાર તૈયાર કર્યું હતું, જેનું ખાતમુહૂર્ત તત્કાલીન મેયર ભરત શાહના હસ્તે કરાયું હતું ત્યારબાદ વર્ષ 2017માં 3.06 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા રાત્રિ બજારનું લોકાર્પણ રાજ્યના તત્કાલીન નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, મેયર ભરત ડાંગર અને સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. તે દિવસથી આજ દિન સુધી આ રાત્રિ બજારમાં એક પણ દુકાન શરૂ નથી થઈ.

વારંવાર હરાજી છતાં પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ: મહાનગરપાલિકાના અયોગ્ય નિર્ણયને લઈ આજે પણ કોઈ પણ વેપારીઓ આ દુકાનો ખરીદવા કે ભાડે લેવા તૈયાર નથી. મહાનગરપાલિકા દ્વારા 5 વર્ષમાં 9 વારંવાર હરાજી કરવામાં આવી છે, છતાં કોઈ વેપારી આ દુકાનો ખરીદવા તૈયાર નથી. અહીં આવકની વાત તો દૂર પરંતુ સિક્યોરિટી ગાર્ડ, સીસીટીવી, લાઈટ જેવી વ્યવસ્થાને લઈ છેલ્લા 5 વર્ષથી મહાનગરપાલિકા ખર્ચ ભોગવી રહી છે.

અનેક વાર હરાજી કરાઈ પણ સ્થિતિ ત્યાંને ત્યાં જ

સરવે કરી અન્ય હેતુ માટે ભાડે આપવું જોઈએ: આ અંગે વિપક્ષ નેતા અમી રાવતે જણાવ્યું હતું કે, આજવા બાયપાસ રોડ ખાતે જે ફૂડ કોટ બનાવવામાં આવ્યો છે. ત્રણ કરોડ ઉપરાંતનો ખર્ચ એ પ્રજાના નાણાંનો બિલકુલ વેડફાટ છે. આ પ્રોજેકટ પાછળ 9-9 વખત હરાજી કરવામાં આવી છે. તેમ છતાં એક પણ દુકાન ભાડે નથી જતી, જે પૂરવાર કરે છે કે ત્યાં આ બજારની જરૂર નહતી. જો જરૂરિયાત નહતી તો આ રાત્રિ બજાર શા માટે અહીં બનાવવામાં આવ્યું છે. અને જો બનાવવામાં જ આવ્યું હોય તો પછી ફૂડ કોટ માટે ન કામ આવી શકતું હોય.

લોકોની જરૂરિયાત પ્રમાણે કામ કરવું જોઈએઃ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અન્ય કોઈ હેતુથી શાકમાર્કેટ કે આસપાસના રહીશો સાથે સરવે કરવામાં આવે અને તે લોકોની જે જરૂરી હોય તે પ્રમાણે વ્યવસ્થા કરવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા પ્રજાના નાણાનો કઈ રીતે દૂર ઉપયોગ થાય તેનો જીવતું જાગતું ઉદાહરણ છે, કારણ કે લગભગ સાત વર્ષ થયા અને નવ નવ વાર હરાજી કરવામાં આવી છતાં પણ એક પણ દુકાન ભાડે નથી ગઈ અને દુકાનો પડે પડે સડી રહી છે.

આ પણ વાંચોઃ Kutch News : આંબેથી કેરીઓ પડી નીચે, 90 ટકા માલ ખરી જતા ખેડૂતોને રોવાનો વારો

ટૂંક સમયમાં કાર્યરત્ કરીશુંઃ આ અંગે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, શહેરના નગરજનોને શુભ આશયથી આ રાત્રિ બજાર બનાવવામાં આવ્યું હતું. 35 પૈકીની 29 દુકાનોનું નીતિ નિયમ મુજબ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ટૂંક સમયથી આ રાત્રી બજાર ચાલુ થઈ શકે છે. વારંવાર હરાજી કરવા છતાં પરિણામ એટલે નહોતું મળતું તેનું કારણ હતું કે, તે સમયે ભાવ અલગ હતા અને હવેના ભાવ અલગ છે. અન્ય 6 દુકાનની કામગીરી બાદ શરૂ થઈ જશે. વિપક્ષ શાકમાર્કેટની વાત યોગ્ય નથી કેમ કે શહેરમાં ઘણા શાકમાર્કેટ છે. આ રાત્રી બજાર હવે શરૂ થનાર છે તેથી આક્ષેપ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.