ETV Bharat / state

વડોદરા પોલીસ દ્વારા વૃદ્ધાશ્રમમાં દિવાળીની ઉજવણી - વારસિયા પોલીસ સ્ટેશન

વડોદરા વારસિયા પોલીસ સ્ટેશનના(Warsia Police Station) પી આઈ કિરીટસિંહ લાઠીયા (PI Kirit Singh Lathiya)અને પોલીસ સ્ટાફે વૃદ્ધાશ્રમમાં(Old age home) જે રીતે દિવાળી ઉજવી તે સમગ્ર ઘટના હૃદયસ્પર્શી છે. માતા -પિતા સમાન વૃદ્ધોને હૂંફ પુરી પાડવા સાથે દિવાળી જેવો માહોલ સર્જી ફટાકડા ફોડી, મીઠાઈઓ વહેંચી વૃદ્ધાશ્રમના વડીલોના ચહેરા પર ચમક લાવી દઈ દિવાળી પૂર્વે જ દિવાળી ઉજવણી (Celebrate Diwali)કરવામાં આવી.

વડોદરા પોલીસ દ્વારા વૃદ્ધા આશ્રમ માં દિવાળીની ઉજવણી

author img

By

Published : Oct 25, 2021, 8:00 AM IST

  • પોલીસ સ્ટાફે વૃદ્ધાશ્રમમાં દિવાળીની ઉજવણી કરી
  • માતા-પિતા સમાન વૃદ્ધોને હૂંફ પુરી પાડવા દિવાળી જેવો માહોલ
  • વૃદ્ધાશ્રમના વડીલોના ચહેરા પર ચમક આવી

વડોદરાઃ શહેરના પોલીસનું હૃદયસ્પર્શી કાર્ય સામે આવ્યું છે. વારસિયા પોલીસ સ્ટેશનની (Warsia Police Station)હદમાં આવેલ એક વૃદ્ધાશ્રમમાં(Old age home) પોલીસે 35 જેટલા વૃધ્ધો સાથે પરિવારજનની માફક સમય વિતાવ્યો. આ સમયમાં માતા-પિતા સમાન વૃદ્ધોને હૂંફ પુરી પાડવા સાથે દિવાળી જેવો માહોલ સર્જી ફટાકડા ફોડી, મીઠાઈઓ વહેંચી હતી. વૃદ્ધાશ્રમના(Old age home) વડીલોના ચહેરા પર ચમક લાવી દઈ દિવાળી પૂર્વે જ દિવાળી ની ઉજવણી(Celebration of Diwali) કરવામાં આવી છે.

પોલીસ સ્ટાફે દિવાળી પૂર્વે જ દિવાળીની ઉજવણી કરી

શહેરના જી ડિવિઝન ACP પરાક્રમ સિંહ રાઠોડ (ACP Parakram Singh Rathore)અને વારસિયા પોલીસ સ્ટેશનના( Warsia Police Station)પી આઈ કે એન લાઠીયા અને તેઓના સ્ટાફે દિવાળી પૂર્વે જ દિવાળીની ઉજવણી કરી. બંદોબસ્ત અને લોકોની સુરક્ષામાં વ્યસ્ત પોલીસ કોઈ તહેવારો નથી ઉજવી શકતી. પરંતુ વારસિયાની પોલીસ (Police of Warsia)અને તેઓના અધિકારીઓએ ધામધૂમ ફટાકડા ફોડી, ફુલઝડી સળગાવી, ગીતો ગાઈ અને મીઠાઈ ખાઈ-ખવડાવી દિવાળીની ઉજવણી કરી તસવીરોમાં દેખાતા દ્રશ્યો જોઈને મનમાં વિચાર આવશે કે આ તો કેવા પોલીસ વાળા જેઓ દિવાળી પહેલા જ ફટાકડા ફોડી રહ્યા છે અને ગીતો ગાઈ રહ્યા છે.

વડીલોના ચહેરા પર ખુશી

પરંતુ પરિવાર થી દુર વૃદ્ધાશ્રમમાં જીવન ગુજારી રહેલા વડીલોના ચહેરા પર ખુશી લાવવાનો વડોદરા પોલીસનો આ આવકારદાયક પ્રયાસ હતો.ખાખીના કઠોળ ચહેરા પાછળ છુપાયેલ ઋજુ હૃદયના આ દર્શન હતા.વારસિયા પોલીસ સ્ટેશનના પી આઈ કિરીટસિંહ લાઠીયાને વિચાર આવ્યો કે તેમના જ વિસ્તારમાંમાં આવેલ સ્વામી પ્રેમદાસ વૃદ્ધાશ્રમમાં જઈ ત્યાંના વૃધ્ધોના હાલચાલ પૂછીએ. અમુક સમય તેઓ સાથે કાઢીએ. પી આઈ લાઠીયા અને ACP પરાક્રમ સિંહ રાઠોડ ખાલી હાથે વૃદ્ધાશ્રમમાં ના ગયા.પોતાના સ્ટાફ સાથેની ગાડીઓમાં ફટાકડા અને મીઠાઈઓ પણ લઇ ગયા અને દિવાળીની ઉજવણી કરી આ સાથે જ અનાજની કીટ પણ પોલીસે આશ્રમમાં આપી.

વૃદ્ધાશ્રમના માહોલમાં અનેરી રોનક

સ્વામી પ્રેમદાસ વૃદ્ધાશ્રમ(Swami Premdas Old Age Home)માં રહેતા 35 જેટલા વૃધ્ધો પૈકી કેટલાકને ઇચ્છા થઈ કે આ પોલીસ વાળા તેઓને ગીતો પણ સંભળાવે અને ACP પરાક્રમસિંહ રાઠોડે વૃધ્ધોની આ ઈચ્છા પણ પુરી કરી. ગીત સંગીત ભજનની સુરવાલીઓ સાથે વૃદ્ધાશ્રમના માહોલમાં અનેરી રોનક સર્જાઈ, જાણે કે પાનખરમાં વસંત ઋતુ ખીલી હોય તેવું વાતાવરણ સર્જાયું પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ કદાચ અત્યાર સુધીની નોકરીનો સૌથી મોટો સંતોષ આ વૃધ્ધોના ચહેરા પર સ્મિત જોઈને થયો હશે. એ વૃધ્ધોના સ્મિત પાછળ મૌન સ્વરૂપે છુપાયેલ આશીર્વાદ અને દુઆઓ આ પીલીસ કર્મીઓનું ભવિષ્ય તારી દેશે. મુખે બોલેલ શુભેચ્છાઓ કરતા મૌન દુઆઓમાં અનેકગણી શક્તિઓ હોય છે. અને વારસિયા પોલીસ તો આ બંને મેળવી ગઈ

આ પણ વાંચોઃ સાબરમતી આશ્રમના રી-ડેવલપમેન્ટ સામે ગાંધીવાદીઓએ કર્યો વિરોધ, જાણો શું બાબત...

આ પણ વાંચોઃ નડિયાદની 19 વર્ષીય વિધિને શહિદો પ્રત્યેની ગાઢ સંવેદનશીલતા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.