ETV Bharat / state

વૃધ્ધાના ગળામાંથી સોનાની ચેઇન તોડી ફરાર થઇ ગયેલ આરોપીને જિલ્લા LCB ઝડપી પાડ્યો

વડોદરાના પાદરામાં દુકાનદાર વૃધ્ધાના ગળામાંથી સોનાની ચેઇન (Theft of a gold chain) તોડી ફરાર થઇ ગયેલ આરોપીને જિલ્લા LCB એ ઝડપી પાડ્યો છે. પાદરામાં દુકાનદાર વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાની ચેઇન તોડી ફરાર થઇ ગયેલા આરોપીને જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે ગણતરીના કલાકોમાં દબોચી લીધો છે

વૃધ્ધાના ગળામાંથી સોનાની ચેઇન તોડી ફરાર થઇ ગયેલ આરોપીને જિલ્લા LCB ઝડપી પાડ્યો
વૃધ્ધાના ગળામાંથી સોનાની ચેઇન તોડી ફરાર થઇ ગયેલ આરોપીને જિલ્લા LCB ઝડપી પાડ્યો
author img

By

Published : Oct 19, 2022, 6:43 PM IST

વડોદરાના પાદરામાં દુકાનદાર વૃધ્ધાના ગળામાંથી સોનાની ચેઇન (Theft of a gold chain) ખેચીને ફરાર થઇ ગયેલ આરોપીને જિલ્લા LCBએ પક્ડી પાડ્યો છે. વડોદરા જિલ્લાના પાદરામાં દુકાનદાર વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાની ચેઇન તોડી ફરાર થઇ ગયેલા આરોપીને જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે ગણતરીના કલાકોમાં દબોચી લીધો છે. જિલ્લા લોકલ ક્રાઇમબ્રાન્ચ (Local Crime Branch) દ્વારા સી.સી.ટી.વી. ફૂટેજ તેમજ અન્ય ટેક્નિકલ સાધનોના સહારે આરોપી પાસેથી વૃધ્ધાના ગળામાંથી તોડેલી રૂપિયા 60 હજારની ચેઇન રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.

ચેઇન તોડી ફરાર પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ: પાદરમાં રહેતા પાદરાના ઉમીયાવાડી નજીક પાટણવાડીયા નામનો સ્ટોર્સ ચલાવે છે. તેઓ પોતાની દુકાનમાં બેઠા હતા. તે સમયે એક ગઠીયો અને મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ચોર તોડી ફરાર થઇ ગયો હતો. પાદરાના ભર બજારમાં બનેલી આ ઘટનાએ નગરમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી. દરમિયાન મહિલાએ આ બનાવ અંગેની ફરિયાદ પાદરા પોલીસ મથકમાં નોંધાવી હતી.

જિલ્લા LCBની કામગીરી પાદરા પોલીસ મથકમાં (Padra Police Station ) નોંધાયેલી આ ફરિયાદની તપાસ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. કૃણાલ પટેલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પીએસઆઇ પી.જે ખરસાણ, એ.એમ. પરમાર તેમજ સ્ટાફના અનિરૂધ્ધસિંહ, હરીચંદ્રસિંહ, અશોક, અજયસિંહ, નરેશકુમાર અને પુનિતએ ગણતરીના કલાકોમાં માહિતી તેમજ સી.સી. ટી.વી. ફૂટેજના આધારે આરોપી સુનિલ ઉર્ફ બોબો સુરેશ માળીને ઝડપી પાડ્યો હતો.

પોલીસ વધુ તપાસ હાથ ધરી આ આરોપીને પાદરા પોલીસ મથકના હવાલે કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી સુનિલ ઉર્ફ બોબો અગાઉ કોઇ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ તે અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે. તે સાથે પોલીસે તેના રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરી છે. પાદરામાં બનેલા આ બનાવે ચકચાર જગાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.