વડોદરા મહિલાઓને સાસરીયા પક્ષ તરફથી હેરાન કરવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ સારી બાબત એ છે કે આજના સમયમાં મહિલાઓ કોઇ વાતની રજૂઆત કરે પોલીસમાં કે પછી અભયમની ટીમને (Abhayam Team Vadodara) તો તાત્કાલિક ધોરણે તેની કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે વડોદરામાં ફરી એક વાર એવી ઘટના પ્રકાશમાં આવી છે.
સબંધથી હેરાન વડોદરા સુભાનપુરા વિસ્તારમાંથી (Vadodara Subhanpura Area) રહેતી પરણિતાએ પતિના લગ્નેતર સબંધથી હેરાન થતાં અભયની મદદ લીધી હતી. અભયમ રેસ્કયુ ટીમ સ્થળ પર પહોચી અસરકારક કાઉન્સિલગ દ્વારા પતિને સમજાવવામાં સફળ રહ્યા હતા. જેના કારણે આ દંપતીનું લગ્ન જીવન બચી ગયું હતું. અને આમ અભયમની ટીમે એક લગ્ન જીવન બચાવ્યું હતું.
નોકરી કરતા પ્રેમસંબંધ થયો પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા પતિ બે ચાર વર્ષની બાળકીના પિતા છે. જેઓ મહીલા સહ કર્મચારી સાથે સબંધ રાખતા હતાં. આ બાબતને લઇને પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝગડાઓ થતાં હતા. કેટલાંક દિવસોથી ઓફિસથી મોડા આવે અને રાત્રિ દરમિયાન મોબાઈલમા લાગ્યા રહેતાં હતાં. તેમની પત્નિ આ બાબતે ટોકતા તો તેઓ ગુસ્સે ભરાઇને ઘરમાંથી નીકળી જવાનું કહેતા. આમ પોતાનો સુખી ઘર સંસાર બચાવવા અભયમની મદદ માંગી હતી.
સમજાવટ બાદ લગ્નજીવન બચાવ્યું અભયમ ટીમ દ્વારા તેમનું અસરકારક કાઉન્સિલગ કરી તેમને પરિવારની જવાબદારીનું ભાન કરાવ્યું હતું. આ બાબતે પતિએ પોતાની ભુલ કબૂલી હતી અને હવે પછી કોઈની સાથે કોઇ પણ પ્રકારના સબંધ નહી રાખે જેની ખાત્રી આપી હતી. આમ અભયમની અસરકારક સમજાવટથી પતિ - પત્ની વચ્ચે સમાધાન કરવામા સફળતા મળી હતી. પિડીત મહીલા એ આ મદદ બદલ અભયમ ટીમ નો આભાર માન્યો હતો.