ETV Bharat / state

Pradhan Mantri Awas Yojana : આવાસ આપવાની લાલચે નાણાં પડાવતી ટોળકી સક્રિય, ધારાસભ્ય શૈલેષ મહેતાએ કર્યા આક્ષેપ - Scandal over Awas Yojana in Vadodara

વડોદરા શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાને (Pradhan Mantri Awas Yojana) લઈને રમણ ભમણ સામે આવી રહ્યું છે. ડભોઈના ધારાસભ્યએ આવાસ યોજનાના મકાનો અપાવવાના નામે રૂપિયા (Scandal over Awas Yojana in Vadodara) પડાવવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાના આક્ષેપ કર્યા છે.

Pradhan Mantri Awas Yojana :  આવાસ આપવાની લાલચે નાણાં પડાવતી ટોળકી સક્રિય, ધારાસભ્ય શૈલેષ મહેતાએ કર્યા આક્ષેપ

author img

By

Published : Feb 26, 2022, 10:54 AM IST

વડોદરા : વડોદરા શહેરમાં કાર્યરત ઠગ ટોળકી દ્વારા આવાસ યોજનાના (Pradhan Mantri Awas Yojana) મકાનો અપાવવાના નામે લોકો પાસેથી 1.20 લાખ રૂપિયા પડાવવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ આક્ષેપ કર્યા છે. આ ઠગ ટોળકી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે.

આવાસ આપવાની લાલચે નાણાં પડાવતી ટોળકી સક્રિય, ધારાસભ્ય શૈલેષ મહેતાએ કર્યા આક્ષેપ

ધારાસભ્ય શૈલેષ મહેતાનો મ્યુ. કમિશનરને પત્ર

ધારાસભ્ય શૈલેષ મહેતાએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત પત્રમાં જણાવ્યું છે કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારમાં મકાનો (Allegations of Dabhoi MLA regarding Awas Yojana) બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરમાં કાર્યરત ઠગ ટોળકી દ્વારા મકાન લેવા ઇચ્છતા લોકોનો સંપર્ક કરી મકાન અપાવવાના નામે 1.20 લાખ પડાવવામાં આવી રહ્યા છે. આ ટોળકી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી છે.

આ પણ વાંચો: પ્રધાનમંત્રી આવાસ યોજના ખેડાના ઘર વિહોણા કુટુંબો માટે આશીર્વાદરૂપ : જુઓ વિશેષ અહેવાલ

1 લાખની વડોદરા મહાનગરપાલિકાની પાવતી

ધારાસભ્ય શૈલેષ મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે, અમને સફાઈ કર્મચારી દ્વારા માહિતી મળી હતી કે, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવા માટે કાર્યરત ઠગ ટોળકી દ્વારા 1.20 લાખ લેવામાં આવે છે. જે પૈકી 20,000 કોર્પોરેશનના (Scandal over Awas Yojana in Vadodara) નામનો ડ્રાફ્ટ બનાવવા માટે લેતા હતા. અને અન્ય 1 લાખની વડોદરા મહાનગરપાલિકાની પાવતી આપવામાં આવે છે.

91 ગરીબ લોકોના નામની યાદી પાલિકાને સોંપી

સફાઈ કર્મચારી દ્વારા આપવામાં આવેલી 1 લાખની પાવતી અંગે કોર્પોરેશનમાં તપાસ કરાવતા આ પાવતી પણ બોગસ હોવાનું બહાર આવ્યું છે. સાથે સાથે કોર્પોરેશનની આપવામાં આવેલી પાવતી પણ હાથથી લખેલી હોવાનું બહાર આવતા વધુ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ ટોળકી દ્વારા 91 લોકો સાથે 1.20 લાખ લઇને છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા આ 91 ગરીબ લોકોના નામની યાદી મહાનગરપાલિકાનો સોંપવામાં આવી છે.

આ પણ વાંચો: આવાસ યોજનાની જાહેરાતમાં જોવા મળતી મહિલા પોતે રહે છે ભાડાના મકાનમાં

મહાનગરપાલિકા દ્વારા તપાસ શરૂ કરાઇ

શૈલેષ મહેતાએ વધુમાં (MLA Shailesh Mehta Mu. Letter Commissioner) જણાવ્યું હતું કે, વડોદરા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી કાર્યવાહી કરવા માંગણી કરી છે. જે બાદ આ અંગે કોર્પોરેશન સફાળું જાગ્યું હતું. અને કોર્પોરેશન દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ, હજુ સુધી પોલીસ ફરિયાદ થઇ છે કે નહીં તેની તેમને જાણ નથી. પરંતુ પોલીસે તપાસ શરૂ કરી છે. તો આ અંગે જો પોલીસ ફરિયાદ થાય અને આરોપીઓ ઝડપાય તે બાદ મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.