ETV Bharat / state

Cyclone Biparjoy : જરોદ એનડીઆરએફ એક ટીમ વસલાડ બીજી સોમનાથ રવાના

author img

By

Published : Jun 9, 2023, 7:58 PM IST

Updated : Jun 10, 2023, 10:09 AM IST

ગુજરાતના દરિયાકાંઠના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડું ત્રાટકી શકે તેવી શક્યતાઓ વચ્ચે બચાવ ટુકડીઓને સુસજ્જ કરી દેવામાં આવી છે. વડોદરામાં જરોદ એનડીઆરએફ બટાલિયન એક્શન મોડમાં બચાવસામગ્રી સાથે જોવા મળી હતી.

Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડું જોર પકડે એ પહેલાં જરોદ એનડીઆરએફ બટાલિયન એક્શનમાં, કંટ્રોલરુમ શરુ

બચાવસામગ્રી સાથે તૈયાર ટીમ

વડોદરા: બીપરજોય વાવાઝોડાને પગલે વડોદરા જરોદ NDRF 6 બટાલિયનની 2 ટીમ રવાના કરવામાં આવી છે. NDRFની એક ટીમ ગાંધીનગરથી વલસાડ મોકલવામાં આવી છે. વડોદરાથી NDRFની એક ટીમ પોરબંદર અને ગિરસોમનાથ મોકલવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડુંને લઈને રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે.

છ ટીમ એલર્ટઃ કોઈ પણ આપત્તિને પહોંચી વળવા અને રાહત કર્યા માટે વડોદરાના જરોદ ખાતે આવેલ એનડીઆરએફની 6 બટાલીયનને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. આ અંગે ઇન્સ્પેક્ટર કહી રહ્યા છે કે માત્ર આદેશની રાહ જોઈ રહ્યા છીએ. અમારી ટીમ પૂર્ણ સાધન સામગ્રીથી સૂસજ્જ છે. માત્ર ઉપરી અધિકારીઓ અને સરકારના આદેશની રાહ જોઈ રહ્યા છીએ આદેશ માળતા જ અસરગ્રસ્ત વિસ્તારમાં ટીમ રવાના થશે.

ચક્રવાત બિપરજોયની અસરને લઇ અમારી ટીમ તૈયાર છે. કોઈ પણ પ્રકારની પ્રાકૃતિક આપતી કે માનવીય અપાતી હોય તેને સમેટવા માટે એનડીઆરએફની ટીમ તમામ સાધનોથી સૂસજ્જ હોય છે. જે કોઈ પણ આપત્તિને પહોંચી વળવા માટે તૈયાર છે. અમારી પાસે સાધનો છે. જેમાં FWR (ફ્લડ વોટર રેસ્ક્યુ) જે કોઈ પણ વિસ્તારમાં પૂરની સ્થિતિમાં ઉપયોગી બને છે. સીએસઆર ઓપરેશન કોઈ બિલ્ડીંગ પડી જાય અને કોઈ કેમિકલ અપત્તિમાં કે અન્ય અપત્તિને પહોંચી વળવા માટે સક્ષમ છે. હાલમાં અમારી પાસે 25 રેક્યુલરની છે. જે રીતે આદેશ મળશે તે પ્રમાણે અહીંયાંથી રવાના કરવામાં આવશે...વેદ પ્રકાશ યાદવ(એનડીઆરએફ ઇન્સેપક્ટર)

Cyclone Biparjoy : જરોદ એનડીઆરએફ એક ટીમ વસલાડ બીજી સોમનાથ રવાના
Cyclone Biparjoy : જરોદ એનડીઆરએફ એક ટીમ વસલાડ બીજી સોમનાથ રવાના

એલર્ટ સૂચના અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયને લઈને ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા જિલ્લાઓના ગામો ઉપર ચક્રવાતનો ખતરો હોવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા ચક્રવાતમાં કોઈ જાનહાનિ ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યુ છે. વડોદરાના જરોદ ખાતેના એનડીઆરએફના હેડ ક્વાર્ટર ખાતે પણ એલર્ટ સૂચના આપવામાં આવી હતી. જેના પગલે ટીમ સજ્જ થઈ ગઈ છે.

સ્નિફર ડોગ અને અત્યાધુનિક સાધનોથી સુસજ્જ : એનડીઆરએફ 6 બટાલિયન ટીમ જે-તે સ્થળે જવા માટે બસની સુવિધા છે. આ ઉપરાંત ટીમ સ્નીફર ડોગ, અંધારામાં કામ કરવા માટે બેબી જનરેટરો, રસ્તા ઉપર પડેલા વૃક્ષોને કાપવા માટેના કટરો, રબર બોટ, ટોર્ચ, દોરડું જેવા સાધનો સાથે સજ્જ થઈ ગઈ છે અને અમે જરૂર પડ્યે જે-તે સ્થળે પહોચવા તૈયાર છે.

તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ : વડોદરા જિલ્લામાં આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત પૂર, વાવાઝોડું, અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓનો સામનો કરવા માટે કલેક્ટર અતુલ ગોરના માર્ગદર્શનમાં જિલ્લા પ્રશાસન દ્વારા ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અદ્યતન કરવામાં આવ્યા છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે.

હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ : જિલ્લા કક્ષાએ પણ નિયંત્રણ કક્ષ શરૂ કરવામાં આવ્યો છે, જેનો ટેલિફોન નંબર 0265-2427592 તેમજ ટોલ ફ્રી નંબર 1077 પર સંપર્ક કરી શકાશે. તમામ આઠેય તાલુકામાં જિલ્લા કક્ષાએથી લાયઝન ઓફિસરોની પણ નિમણૂક કરવામાં આવી છે. સાથે ડિઝાસ્ટર શાખાના જણાવ્યા અનુસાર, આવા વિસ્તારોમાં તલાટીઓને મુખ્ય મથક પર સ્ટેન્ડ ટુ રહેવા આદેશ કરવામાં આવ્યો છે. આ તમામ કપરી પરિસ્થિતિમાં હાલમાં વડોદરાના જરોદ એનડીઆરએફ 6 બટાલિયન સંપૂર્ણ રીતે તૈયાર છે.

  1. Monsoon Update: શું 'બિપરજોય' વાવાઝોડાના કારણે ચોમાસામાં વિલંબ થઈ રહ્યો છે, ચોમાસું તમારા સ્થાને ક્યારે પહોંચશે, જાણો
  2. Marine 11 Signal Information : દરિયાઈ તોફાન દરમિયાન લગાવવામાં આવતા 11 સિગ્નલો શેનો કરે છે દિશાનિર્દેશ?
  3. Biparjoy Cyclone: બિપરજોય વાવાઝોડાનાં સંકટ વચ્ચે રો-રો કેમ ચાલુ?

Last Updated : Jun 10, 2023, 10:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.