ETV Bharat / state

ડ્રગ્સથી બચીએ અને સ્પોર્ટ તથા મ્યુઝિકને અપનાવીએ.. - યુનાઈટેડ નેશન્સ ઑફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમ

વિશ્વભરમાં આજના દિવસે ઈન્ટરનેશનલ ડે અગેન્સટ ડ્રગ્સ એબ્યુઝ દિવસની (International Day against Drug Abuse and Illicit Trafficking) ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે વડોદરા ખાતે શહેર પોલીસ કમિશનર ડો.શમશેર સિંઘ દ્વારા સાયકલ રેલીને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ,પોલીસ જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

International Day against Drug Abuse: ડ્રગ્સથી દૂર, પોઝિટિવીટીની નજીક

author img

By

Published : Jun 26, 2022, 4:16 PM IST

વડોદરા: ઈન્ટરનેશનલ ડે અગેન્સટ ડ્રગ એબ્યુઝ દિવસ (International Day against Drug Abuse and Illicit Trafficking)નિમીતે, ક્લિન વડોદરા અંતર્ગત શહેર પોલીસના નેતૃત્વ હેઠળ ફેઈથ ફાઉન્ડેશન અને ક્રીપા ફાઉન્ડેશન અને MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે સયુંકત ઉપક્રમે જનજાગૃતિ અર્થે સાયકલ રેલી યોજવામાં આવી હતી. જે રેલીમાં આશરે 250 જેટલા લોકો જોડાયા હતા.

આ પણ વાંચો: Ahmedabad Rathyatra 2022: 145મી રથયાત્રામાં કેવું હશે પોલીસનું સુરક્ષા કવચ

શહેર પોલીસ કમિશ્નરે ફ્લેગ ઓફ કરી રેલીને પ્રસ્થાન કરાવી: દર વર્ષે 26 જૂનને સમગ્ર વિશ્વમાં ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ (International Day against Drug Abuse and Illicit Trafficking) તરીકે ઉજવવામાં આવે છે.સંયુક્ત રાષ્ટ્રના સહયોગથી આ દિવસની સ્થાપના વર્ષ 1987 માં કરવામાં આવી હતી.આ દિવસની ઉજવણી લોકોને ડ્રગ્સથી મુક્ત બનાવવા અને તેમને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવે છે.આ વર્ષે, માદક દ્રવ્યોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેનો આંતરરાષ્ટ્રીય દિવસ "આરોગ્ય અને માનવતાવાદી સંકટમાં ડ્રગના પડકારોને સંબોધિત કરવા" થીમ હેઠળ ઉજવવામાં આવશે. અફઘાનિસ્તાન અને યુક્રેનમાં વ્યાપક માનવતાવાદી કટોકટીને ધ્યાનમાં રાખીને થીમ પસંદ કરવામાં આવી છે. આજે સવારે કમાટીબાગ ખાતેથી ઈન્ટરનેશનલ ડે અગેન્સટ ડ્રગ એબ્યુઝ નિમિતે ક્રિપા ફાઉન્ડેશન ,વડોદરા સિટી પોલીસ,SOG પોલીસ અને ફેઈથ ફાઉંડેશનના સયુક્ત ઉપક્રમે સાયકલ રેલી યોજવામાં આવી હતી.

કુલ 250 જેટલા લોકો આ રેલીમાં જોડાયા: ક્રિપા ફાઉન્ડેશન વડોદરાના પ્રોજેકટ ડિરેક્ટર સૂઝેન અનંત સેમસને જણાવ્યું હતું કે, ઈન્ટરનેશનલ ડે અગેન્સટ ડ્રગ એબ્યુઝ દિવસ (International Day against Drug Abuse and Illicit Trafficking) નિમીતે, આજે અમે ક્લિન વડોદરા અંતર્ગત સીટી પોલીસ શહેર પોલીસના નેતૃત્વ હેઠળ ફેઈથ ફાઉન્ડેશન અને ક્રીપા ફાઉન્ડેશન અને MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે સયુંકત ઉપક્રમે સાયકલ રેલીનું આયોજન કર્યું હતું.જેમાં એક જ સંદેશો આપવા માંગી રહ્યા છીએ કે, ડ્રગ્સથી બચીએ અને સ્પોર્ટ તથા મ્યુઝિકને આપણે પ્રમોટ કરીએ, જીવનમાં પોઝિટિવ બાબતો લાવીએ જેથી કરીને નેગેટિવિટીથી દુર રહી શકીએ.યુવા પેઢી માટે આ જ મેસેજ સાથે સાયકલ રેલીનું આયોજન કર્યું છે.આ સાયકલ રેલીમાં બાળકો, MS યુનિવર્સિટીના વિધાર્થીઓ પોલીસ સ્ટાફ સાથે મળીને આશરે 250 જેટલા લોકો આ રેલીમાં જોડાયા હતા.

આ પણ વાંચો: કેવડિયામાં દેશની પ્રથમ સ્પોર્ટ્સ નેશનલ કોન્ફરન્સ યોજાઇ

36 મેટ્રિક ટન માદક દ્રવ્યોનો નાશ: આ મહિનાની શરૂઆતમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સે (Central Board of Indirect Taxes and Customs)'ડ્રગ્સ ડિસ્ટ્રક્શન ડે' (Drugs Destruction Day)અભિયાનના ભાગરૂપે ભારતમાં 14 સ્થળોએથી 42,000 કિલો ગેરકાયદે ડ્રગ્સનો નાશ કર્યો હતો. યુનાઈટેડ નેશન્સ ઑફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમ (United Nations Office on Drugs and Crime) અનુસાર, 2020 માં વિશ્વભરમાં લગભગ 275 મિલિયન લોકોએ ડ્રગ્સનો ઉપયોગ કર્યો હતો, જે 2010 કરતાં 22 ટકા વધુ છે. તેમાં ઉમેર્યું હતું કે, 2010 અને 2020 ની વચ્ચે ગાંજાના વપરાશકારોની સંખ્યામાં લગભગ 18 ટકાનો વધારો થયો છે. આ આંકડા સમગ્ર વિશ્વમાં ડ્રગના દુરુપયોગના જોખમને દર્શાવે છે. આ ઉપરાંત ડિસેમ્બર 2021માં લગભગ 36 મેટ્રિક ટન માદક દ્રવ્યોનો નાશ કરવામાં આવ્યો હતો.આ ડ્રગ્સની કિંમત હજારો કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.