ETV Bharat / state

કેરળથી લદ્દાખ સુધી સાયકલ યાત્રા કરી લોકોને આપ્યો યોગનો અનોખો મંત્ર - કેરળથી લદ્દાખની સાયકલ યાત્રા

યોગના પ્રચાર પ્રસાર અર્થે કેરળથી લદ્દાખ સુધી સાયકલ યાત્રા વડોદરા(Cycle tour from Kerala to Ladakh) પહોંચી હતી. આ 4000 કિલોમીટરની સાયકલ યાત્રા દરમિયાન તેઓ ભારતીય યોગ પરંપરા અને તેના શારીરિક માનસિક લાભોની જાણકારી આપીને લોકોને યોગ અપનાવવાનો સંદેશ આપી રહ્યા છે.

કેરળથી લદ્દાખ સુધી સાયકલ યાત્રા કરી લોકોને યોગ અપનાવવાનો સંદેશ

author img

By

Published : Aug 10, 2022, 7:57 PM IST

વડોદરા યોગના પ્રચાર પ્રસાર અર્થે કેરળથી લદ્દાખ સુધી સાયકલ યાત્રાનું (Cycle tour from Kerala to Ladakh) વડોદરામાં સ્વાગત કરવામાં આવ્યું છે. યોગ નિપુણ વૈજ્ઞાનિક ડો.અગ્રીમા નાયર (Dr Agrima Nair)કેરળના કોચીનથી લદ્દાખ સુધીની સાયકલ યાત્રા કરવાની છે. 4000 કિલોમીટરની આ સાયકલ યાત્રા દરમિયાન તેઓ ભારતીય યોગ પરંપરા અને તેના શારીરિક માનસિક લાભોની જાણકારી આપીને લોકોને યોગ અપનાવવાનો સંદેશ (message to adopt yoga)આપી રહ્યા છે. યોગ પ્રચાર યાત્રી ડો.અગ્રીમાનું આજે વડોદરામાં સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ, નિવૃત્ત સેનાકર્મીઓ અને મહાનુભાવોએ ઉષ્માભર્યું સ્વાગત કરવાની સાથે, ભારતીય યોગ પરંપરાના પ્રચાર માટેની તેમની ધગશને બિરદાવી હતી.

આ પણ વાંચો International Yoga Day 2022: 108 સૂર્ય નમસ્કાર માત્ર 20 મિનિટમાં, વિશ્વ યોગ દિવસે પ્રેરણાદાયી

કોચીનથી લદ્દાખ સુધીની યાત્રા 21 મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસથી આ યોગ પ્રચાર સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. હાલ સુધીમાં કેરળ, કર્ણાટક, ગોઆ, મહારાષ્ટ્ર થઈને ગુજરાત અને વડોદરા આવી પહોંચ્યા હતા. હવે તેઓ રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ થઈને સપ્ટેમ્બર, ઓકટોબર સુધીમાં લદ્દાખ પહોંચવાની આશા રાખે છે. 30 વર્ષની વયના ડો.નાયર યોગ અને મેડિકલ બાયોટેકનોલોજીમાં અનુસ્નાતક છે અને મોલેક્યુલર ન્યૂરો સાયન્સમાં તેમણે પી.એચ.ડી.કર્યું છે.

આ પણ વાંચો International Yoga Day 2022 દ્વારકામાં ગોમતી ઘાટ પર યોગ દિવસની અનોખી ઉજવણી

યોગ અંગે જાગૃતિ લાવવાનો અનેરો પ્રયાસ તેઓને પી.એચ.ડી.ના અભ્યાસ દરમિયાન મનોતણાવ અને આરોગ્ય વિષયક સમસ્યાઓ ઉદભવી તેના ઉપચાર માટે તેમણે યોગ સત્રોનો આધાર લીધો અને તેના પગલે તેઓને આરોગ્ય લાભ થયો. આ સકારાત્મક અનુભવ થી તેઓ યોગ પ્રચારના માર્ગે વળ્યા છે. સાયકલ યાત્રાથી યોગના લાભોનો પ્રચાર એ તેમનું પ્રેરણા સૂત્ર છે. યાત્રા માર્ગમાં આવતા ગામોની શાળાઓ અને શિક્ષણ સંસ્થાઓની મુલાકાત લઈને અને ગ્રામજનો સાથે સંવાદ કરીને લોકોને યોગના લાભોથી માહિતગાર કરી રહ્યાં છે. તેમની આ એકલ યોગ પ્રચાર યાત્રાને તેમના માતાપિતા,મિત્રો અને શુભચિંતકો એ આપેલા મક્કમ પીઠબળથી તેઓ પ્રોત્સાહિત થયાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.