વડોદરાઃ શહેરના ન્યાય મંદિર દૂધવાલા મહોલ્લા નજીક મોડી રાત સુધી ધમધમતા લારી ગલ્લા પર એકત્ર થયેલા ટોળાને વિખેરવા ગયેલી પોલીસને લઈને નાસભાગ મચી હતી. જે અંતર્ગત વિસ્તારની મહિલાઓએ પોલીસ પર આક્ષેપ કર્યા હતા.
કોરોના મહામારી સામે લડવા માટે સરકાર દ્વારા અનલૉક દરમિયાન ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. પરંતુ આ ગાઇડ લાઇનનો ભંગ કરી અને વડોદરા શહેરના ન્યાયમંદિર દૂધવાળા મહોલ્લા નજીક મોડી રાત સુધી લારી-ગલ્લા ખુલ્લા રહે છે અને લોકટોળા મોડી રાત સુધી જામતા હોય છે.
જે બાબતને ધ્યાનમાં રાખી ન્યાય મંદિર દૂધવાલા મહોલ્લા નજીક એકત્ર થયેલા ટોળાને વિખેરવા તેમજ લારી-ગલ્લા બંધ કરવા પહોંચેલી પોલીસ અને ટપોરી વચ્ચે ઘર્ષણનો માહોલ સર્જાયા હતો. જેને લઈને વધુ પોલીસ ફોર્સને બોલાવી કાર્યવાહી કરતા નાસભાગના દશ્યો સર્જાયા હતા. જે બાબતે દૂધવાળા મોહલ્લાની મહિલાઓએ પોલીસ પર આક્ષેપો કર્યા હતા.
આ ઉપરાંત રાવપુરા પી.આઈ.એ મહિલાઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને નકારી કાઢી પોલીસવળા દ્વારા ફક્ત મોડી રાત સુધી ખુલ્લા રહેલા લારી ગલ્લા બંધ કરાવવાની અને ટોળા વિખેરવાની કામગીરી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારી ચાલતી હોય તેવા સમયે જે ટોળું એકત્ર થાય તે સમાજ માટે અને શહેર માટે જોખમી છે.