ETV Bharat / state

Kayavarohan Tirth : ગુજરાતના કાશી તરીકે પ્રસિદ્ધ કાયાવરોહણમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં ગુજરાતનું કાશી ગણાતું કાયાવરોહણ તીર્થ આવેલું છે. જ્યાં લકુલીશ મંદિરનું અનેરું મહત્વ છે. આ મંદિરના વિશાળ પટાંગણમાં બીલીપત્રનું વન પણ આવેલું છે. ત્યારે આ મંદિરના પૂજારી દ્વારા મંદિર અને શ્રાવણ માસમાં શિવ ભગવાનની ભક્તિના મહિમાની વાત કરવામાં આવી હતી.

Kayavarohan Tirth
Kayavarohan Tirth
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 24, 2023, 10:00 AM IST

ગુજરાતના કાશી તરીકે પ્રસિદ્ધ કાયાવરોહણમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ

વડોદરા : હાલમાં શિવ ભક્તિ કરવાનો પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. જેમાં અનેક શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. તેવામાં ગુજરાતનું કાશી ગણાતુ ધામ એટલે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાનું કાયાવરોહણ ગામ. પવિત્ર યાત્રાધામ ગણાતાં કાયાવરોહણ ગામમાં આવેલ લકુલીશ મંદિર ખાતે ભક્તો અને શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. જેનાં કારણે ભકતજનોની સુવિધા માટે વિશેષ પ્રકારની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

સદાશિવનું લિંગ
સદાશિવનું લિંગ

બીલીપત્રનું વન : મંદિરના પૂજારી દ્વારા કાયાવરોહણ તીર્થ સ્થાન અંગે માહિતી આપવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આ લકુલીશ મહાદેવના મંદિરના વિશાળ પટાંગણમાં ભગવાન શિવને અતિ પ્રિય બીલીપત્રનું વન બનાવવામાં આવ્યું છે. આ બિલીપત્રના વનમાં હાલ 150 થી વધારે બિલીના વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. આ મંદિર પરિસરમાં ઉછરેલા બિલીના વૃક્ષ ઉપરનાં બિલીપત્રો લકુલીશ ભગવાન ઉપર ચડાવવામાં આવે છે. શ્રાવણ માસના દરમિયાન 10 લાખથી વધારે બિલીપત્રો ભગવાનને અર્પણ કરવામાં આવે છે. આ લકુલીશ મંદિરને ગુજરાતનું કાશી ગણવામાં આવે છે. જેના કારણે શ્રાવણ માસ અને અન્ય દિવસોમાં ભક્તો દ્વારા ભારે શ્રધ્ધાથી ફોન કરીને બ્રાહ્મણોને બીલીપત્ર ચડાવવા માટે કહેવામાં આવે છે. સાથે જ લકુલેશ મંદિરે ભક્તો આવીને જલાભિષેક સાથે 500,1000 અને 2000 જેટલા બીલીપત્ર ચઢાવી ધન્યતા પ્રાપ્ત કરે છે.

બીલીપત્રનું મહત્વ : મહાદેવને પ્રિય બીલીપત્રના પૌરાણિક મહત્વની વાત કરતા પૂજારીએ કહ્યું કે, બીલીપત્ર ચમત્કારિક ગણાય છે. તે દરેક મનોકામના પૂર્ણ કરે છે. આ બીલીપત્રોને શિવજીનું સ્વરૂપ પણ ગણવામાં આવે છે. ઘરમાં બીલીપત્રો લગાડવાથી દેવી મહાલક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તે સ્થળ તીર્થ સમાન માનવામાં આવે છે. બીલીપત્રના પાનને લક્ષ્મીજીનું સ્વરૂપ પણ ગણવામાં આવે છે. તેને પોતાની પાસે રાખવાથી ક્યારે પણ ધનની ઉણપ થતી નથી. બીલીપત્ર શિવજીને ચડાવવાથી શિવજી ખૂબ જ પ્રસન્ન થાય છે, તેમજ લક્ષ્મીની પ્રાપ્તિ પણ થાય છે. બીલીપત્રને ચતુર્થી, અષ્ટમી, નવમી , ચતુર્દશી અને અમાસના દિવસે તોડવા નહિ તેવી માન્યતા પણ પ્રવર્તી રહી છે. બીલીપત્રના ત્રણ પાંદડા ત્રણ અંગોનું સૂચન કરે છે. તે સૂર્ય ,ચંદ્ર અને અગ્નિ સ્વરૂપ શિવજીના ત્રણ નેત્ર ગણાય છે.

બીજોરું માતા પાર્વતીનું પ્રતીક માનવામાં આવે છે. મહાદેવની ખાસ પૂજામાં તેમજ શ્રાવણ મહિનામાં જ બીજોરું મહાદેવને ચઢવવામાં આવે છે. ખાસ સાયુજ્ય (સાથે રહેવું) પ્રાપ્ત કરવા પૂજનમાં તેનો ઉપયોગ થાય છે.-- દેવવ્રત કશ્યપ (પંડિત)

બીલીપત્ર કોણ અર્પણ કરી શકે ? બિલ્વ વૃક્ષનું જતન કરતા હોય તેની માવજત કરતા હોય તે વ્યક્તિ બીલીપત્ર અર્પણ કરી શકે. બિલ્વ વૃક્ષને કાપ્યા બાદ માથે ભરો મૂકીને લાવેલા પાન અર્પણ કરી શકાતા નથી, ખંડિત થયેલા, તૂટેલા, કાણાવાળા બીલીપત્ર અર્પણ કરી શકાતા નથી, ફક્ત ત્રણ પાન હોય તેવા જ બિલ પત્ર અર્પણ કરી શકાય છે. પાંચ કે સાત પાનના બીલીપત્રનું ઘણું મહત્વ છે. તે અતિ મહત્વ ધરાવે છે. પાંચ કે સાત પાનના બીલીપત્ર શિવજીને અર્પણ કર્યા બાદ તે લઈને ફ્રેમમાં સરસ મઢાવીને ઘરમાં સ્થાપના કરવાથી આસુરી કોઈપણ શક્તિ ગૃહમાં પ્રવેશ કરી શકતી નથી. બિલકુલ વૃક્ષની નીચે નિત્ય એક લોટો જળ અર્પણ કરી, દીવો કરવાથી સ્વયં શિવ પૂજાનુ ફળ પ્રાપ્ત થાય છે.

ભક્તો માટે વ્યવસ્થા : આંતર રાજ્યમાંથી જે ભક્તો આવી ન શકે તે માટે મંદિર પ્રશાસનને ફોન કરીને પોતાની ઈચ્છા મુજબ બીલીપત્ર ચડાવવા માટે કહેવામાં આવે છે. હાલ તો 150 જેટલા બીલીના વૃક્ષ છે. છતાં પણ શ્રાવણ માસથી અંદર બીલીપત્ર ઓછા પડે છે. આ બીલીપત્ર તોડવા માટે બે કામદારોની નિમણુક કરવામાં આવી છે. તેઓ આખો દિવસ બીલીપત્ર તોડવામાં ધ્યાન આપે છે. હાલ શ્રાવણ માસમાં રોજિંદા હજારો ભક્તો ભગવાનના મંદિરે ભારે ભક્તિ ભાવથી આવે છે. મહાદેવના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરે છે.

શ્રાવણમાં શિવ ભક્તિ : સદાશિવનું લિંગ એ શિવજીનું પ્રતિક ગણાય છે. આથી એને ‘શિવલિંગ’ પણ કહેવાય છે. શિવજીના દરેક મંદિરોમાં શિવલિંગના માધ્યમથી જ શિવજીના મંત્ર-સ્તુતિ કરી જળાભિષેક કરીને તેની પૂજા તથા આરાધના કરવામાં આવે છે. શિવલિંગમાં અગ્નિ તત્વ મુખ્ય હોવાથી તેને જળ તથા દૂધની ધારા કરી અભિષેક કરાય છે. શિવજીનાં લિંગ ઉપર બીલીપત્ર ચડાવાય છે. આ બીલીપત્રને પવિત્ર ગણવામાં આવે છે. બિલ્વ મંગળ છે. બીલી ચઢાવવાથી સદાશિવ સદૈવ પ્રસન્ન રહે છે અને તેની કૃપા ભક્તો ઉપર ઉતરે છે.

બીલીપત્ર : બીલીનાં વૃક્ષમાં સદાશિવજીનો વાસ છે. જેથી બિલ્વ વૃક્ષનું પણ જતન અને પૂજન કરવું જોઈએ. બિલ્વ વૃક્ષનાં પત્રને બીલીપત્ર કહે છે. તેમાં ત્રણ પાંદડાનો સમુહ હોય છે. તેમાં બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ ત્રણેયનો ભાવ રહેલ છે. તેના થડમાં દેવી દાક્ષાયણી શાખાઓમાં મહેશ્વરી. પત્રોમાં પાર્વતી, ફળમાં કાત્યાયની, છાલમાં ગૌરી અને પુષ્પમાં ઉમા દેવીનો વાસ રહેલો છે અને કાંટાઓમાં નવ કરોડ શક્તિનો ભંડાર વાસ છે. બિલ્વનો આવો અદભુત મહિમા છે. બિલ્વને ત્રિદલ પણ કહેવાય છે. શિવજીને તે અત્યંત પ્રિય હોવાથી બીલીપત્ર તેના ઉપર ચઢાવાથી બધા કષ્ટ દૂર થાય છે અને મનોકામના પૂરી થાય છે.

શિવજીને પ્રિય બીજોરૂ : મહાદેવને રિઝવવા માટે અલગ અલગ પૂજાપા ચઢાવાય છે. ત્યારે બીજોરું નામનું ફળ શિવજીને ખાસ શ્રાવણ મહિનામાં જ ચડાવવામાં આવે છે. ખાસ કરીને સાયુજ્ય પ્રાપ્તિ માટે બીજોરું ચઢાવવાનો મહિમા છે. શિવજીને અતિપ્રિય બીજોરૂ વનમાં હાલ બીજોરુના 30 જેટલા વૃક્ષો મંદિરના પરિસરમાં ઉગાડવામાં આવ્યા છે. બીજોરું નામનું ફળ ખાસ શ્રાવણ મહીનામાં મહાદેવને ચઢાવવાનો મહિમા છે. ધતુરા, આંકડા, દૂધ, જળ અને બીલીપત્રની સાથે ખાસ આ બીજોરું ચડાવીને ભકતો મહાદેવને મનાવવાનો પ્રયત્ન કરે છે. જેથી શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ થાય છે.

  1. Jamnagar Kashi Vishwanath Temple : ચારેય દિશામાંથી દર્શન કરી શકો તેવું ગુજરાતનું એકમાત્ર મંદિર !
  2. Sawan Somwar 2023 : કાશી વિશ્વનાથના દર્શન માટે અભૂતપૂર્વ ભીડ, કાવડીયાઓ માટે ખાસ વ્યવસ્થાઓ કરાઇ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.