ETV Bharat / state

મહીસાગર નદીના બ્રિજ પરથી કૂદીને પ્રેમી પંખીડાએ કરી આત્મહત્યા

author img

By

Published : Jul 28, 2021, 10:31 AM IST

વડોદરા શહેર નજીક સિંધરોટ પાસે મહીસાગર નદીના બ્રિજ પરથી કૂદીને યુવક અને યુવતીએ રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા કરી હતી. બંનેના મૃતદેહો મહીસાગર નદીમાંથી મળી આવ્યા હતા.

મહીસાગર નદીના બ્રિજ પરથી કૂદીને પ્રેમી પંખીડાએ કરી આત્મહત્યા
મહીસાગર નદીના બ્રિજ પરથી કૂદીને પ્રેમી પંખીડાએ કરી આત્મહત્યા

  • પ્રેમ પ્રકરણમાં યુવક યુવતી બંનેએ આત્મહત્યા કરી હોવાની આશંકા
  • મૃતક યુવતીની ઓળખ માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી
  • યુવક યુવતી સિંધરોટ નજીક મહીસાગર બ્રિજ પર આવ્યા હતા

વડોદરા: શહેર નજીક સિંધરોટ પાસે મહીસાગર નદીના બ્રિજ પરથી કૂદીને યુવક અને યુવતીએ રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા કરી હતી. બંનેના મૃતદેહો મહીસાગર નદીમાંથી મળી આવ્યા હતા.

યુવક યુવતીએ કરી આત્મહત્યા

આણંદ તાલુકાના નાપાડ ગામનો યુવક યુવતી રહસ્યમય સંજોગોમાં મહીસાગર નદીના ધસમસતા પાણીમાં મોતની છલાંગ લગાવી હતી. જેથી બંને મોતને ભેટ્યા હતા. બંનેની મૃતદેહ મહીસાગર નદીના કિનારેથી મળી આવ્યો હતો. ત્યારે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કિનારા પર તરતા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

આ પણ વાંચો: સુરતમાં આત્મહત્યા કરતી મહિલાનું ફાયર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું

યુવતીની ઓળખ કરવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી

સિંધરોટ ગામના કેટલાક લોકોએ બ્રિજની આસપાસ તપાસ કરતા એક બિનવા બાઈક પાર્ક કરેલી મળી આવી હતી. મૃતક યુવક પાસેથી મળી આવેલા આઇડી પુરાવામાં યુવક શોહેબ સિકન્દર રાણા નાપાડ ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે યુવતીની ઓળખ કરવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આપહેલા વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોક્સી ગામની સીમમાં રહેતા પ્રેમી-પંખીડાએ 15 જુલાઇએ મોડી રાત્રે દોડકા ગામની સીમમાં લીમડાના ઝાડની ડાળી પર દોરીથી ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.