ETV Bharat / state

સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વિશ્વામિત્રી નદીના મગરોની ગણતરી હાથ ધરવામાં આવી - સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વિશ્વામિત્રી નદીના મગરોની ગણતરીનું આયોજન

વડોદરા શહેરના રાવપુરા ખાતે આવેલી નાયબ વન વિભાગની કચેરીના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વિવિધ જીવદયા સંસ્થાઓની મદદ લઇને દર પાંચ વર્ષે વિશ્વામિત્રી નદી અને આસ-પાસના તળાવોમાં વસવાટ કરનારા મગરોની ગણતરી કરવામાં આવે છે. જેથી આ વખતે પણ વન વિભાગ અને જીવદયા સંસ્થાઓની 22 ટીમ દ્વારા સવારથી મગરોની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી.

વડોદરા, સામાજિક વનીકરણ વિભાગ
સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વિશ્વામિત્રી નદીના મગરોની ગણતરીનું આયોજન
author img

By

Published : Feb 9, 2020, 3:43 AM IST

Updated : Feb 9, 2020, 6:50 AM IST

વડોદરા: સામાન્યપણે શિયાળાની ઋતુમાં મગરો સુર્યપ્રકાશ મેળવવા માટે નદી કિનારે આવતા હોય છે. ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના કારણે મગરોની સંખ્યામાં વધારો થયો હોવાની પ્રબળ શક્યતાઓ છે. 5 વર્ષ અગાઉ જ્યારે મગરોની ગણતરી કરવામાં આવી હતી, ત્યારે મગરોની સંખ્યા 370 હતી.

સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વિશ્વામિત્રી નદીના મગરોની ગણતરીનું આયોજન

સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વેમાલી હાઇવેથી સિદ્ધાર્થ બંગલો, સમા બ્રિજથી વુડા સર્કલ, રાત્રી બજારથી નરહરી હોસ્પિટલ, નરહરી હોસ્પિટલથી કાલાઘોડા બ્રિજ, કાલાઘોડા બ્રિજથી અકોટા બ્રિજ, અકોટા બ્રિજથી મુજમહુડા બ્રિજ, મુજમહુડા બ્રિજથી વડસર બ્રિજ, વડસર બ્રિજથી કલાલી, અને કલાલીથી તલસાટ સુધીની વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરનારા મગરોની ગણતરી કરવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ તળાવોમાં વસવાટ કરનારા મગરોની ગણતરી પણ કરવામાં આવી હતી.

Intro:વડોદરા...5 વર્ષ બાદ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી અને શહેરના તળાવોમાં વસવાટ કરતા મગરોની વહેલી સવારથી ગણતરી શરૂ કરવામાં આવી છે.

Body:વડોદરા શહેરના રાવપુરા ખાતે આવેલી નાયબ વન વિભાગની કચેરીના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વિવિધ જીવદયા સંસ્થાઓની મદદ લઇને પાંચ વર્ષે વિશ્વામિત્રી નદી અને વડોદરા શહેરના તળાવોમાં વસવાટ કરતા મગરોની ગણતરી કરવામાં આવે છે.આ વખતે વન વિભાગ અને જીવદયા સંસ્થાઓ મળી 22 ટીમો દ્વારા સવારથી મગરોની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી.Conclusion:શિયાળાની ઋતુમાં મગરો સન બાથ માટે નદી કિનારે અને તળાવના કિનારે આવતા હોય છે.તે સમયે ગણતરી કરતી ટીમો દ્વારા મગરોની વસ્તી ગણતરી કરવામાં આવે છે.ગત વર્ષે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના કારણે મગરોની સંખ્યામાં વધારો થવાની શક્યાતાઓ છે.5 વર્ષ પહેલાં જ્યારે ગણતરી કરવામાં આવી હતી.ત્યારે મગરોની સંખ્યા 370 હતી.સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આજે,વેમાલી હાઇવેથી સિદ્ધાર્થ બંગલો, સમા બ્રિજથી વુડા સર્કલ, રાત્રી બજારથી નરહરી હોસ્પિટલ, નરહરી હોસ્પિટલથી કાલાઘોડા બ્રિજ, કાલાઘોડા બ્રિજથી અકોટા બ્રિજ, અકોટા બ્રિજથી મુજમહુડા બ્રિજ, મુજમહુડા બ્રિજથી વડસર બ્રિજ, વડસર બ્રિજથી કલાલી, અને કલાલીથી તલસટ સુધીની વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરોની ગણતરી કરવામાં આવી હતી.આ ઉપરાંત કાશી વિશ્વનાથ તળાવ,લાલબાગ તળાવ, માંજલપુર તળાવ, કલાલી તળાવ, માણેજા તળાવ,તલસટ અને રાજસ્થંભ પાસેના તળાવ,છાણી તળાવ,દુમાડ તળાવ,વેમાલી તળાવ, દેના તળાવ, હરણી, સમા, વાસણા, ભાયલી અને તાંદલજા તળાવમાં વસવાટ કરતા મગરોની ગણતરી કરવામાં આવી હતી.

બાઈટ: નીતિન પટેલ
રેસ્ક્યુઅર,વડોદરા,વન વિભાગ
Last Updated : Feb 9, 2020, 6:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.