ETV Bharat / state

Corona Omicron in Vadodara: વડોદરામાં કોરોનાના 309 કેસ નોંધવાની સાથે ઓમિક્રોનના વધુ 5 કેસ - Corona Omicron in Gujarat

વડોદરામાં આજે કોરોનાના કેસનો બ્લાસ્ટ થયો છે, આજે કુલ 309 કોરોનાના પોઝિટિવ કેસ આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. વડોદરામાં ઓમિક્રોનના(Corona Omicron in Vadodara) પણ વધુ 5 કેસ પોઝિટિવ નોંધતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે.

Corona Omicron in Vadodara: વડોદરામાં કોરોનાના 309 કેસ નોંધવાની સાથે ઓમિક્રોનના વધુ 5 કેસ

author img

By

Published : Jan 8, 2022, 7:57 PM IST

વડોદરાઃ શહેરમાં આજે પણ રેકોર્ડબ્રેક 309 કોરોનાના પોઝિટિવ કેસ આરોગ્યવિભાગના ચોપડે નોંધાયા છે. તો આજે વડોદરામાં ઓમિક્રોનના (Corona Omicron in Vadodara) પણ વધુ 5 કેસ પોઝિટિવ નોંધતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે.

કોરોનાના 309 કેસ પોઝિટિવ નોંધાયા

રાજ્યમાં રોકેટ ગતિએ કોરોનાના કેસમાં (Corona cases in Gujarat ) વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે વડોદરામાં પણ કોરોનાના કેસ દિનપ્રતિદિન વધતા આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયું છે. વડોદરામાં આજે કોરોનાના કેસનો બ્લાસ્ટ થયો છે. આજે કુલ 309 કોરોનાના પોઝિટિવ કેસ આરોગ્ય વિભાગના (Vadodara Health Department)ચોપડે નોંધાયા છે. જેને લઈને આરોગ્ય વિભાગની ચિંતા વધી છે, તો આ સાથે જ વડોદરામાં કોરોનાના કુલ કેસ 74,001 થયા છે, જેમાં 1,121 એક્ટિવ કેસ છે, કુલ 72,257 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે, વડોદરામાં અત્યાર સુધી 30,10,947 લોકોને રસીકરણ કરવામાં આવ્યું છે, જેમાં અત્યાર સુધી 56,808 બાળકોનું રસીકરણ કરાયું છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં કોરોનાના નિયમોને નેવે મૂકી શ્વાનની બર્થ ડે પાર્ટી ઉજવવી પડી ભારે, પોલીસે 3 લોકોની કરી ધરપકડ

આજે ઓમિક્રોનના 5 કેસ નોંધાયા પોઝિટિવ

વડોદરામાં રોજબરોજ કોરોનાના દર્દીઓ વધવાની સાથે ઓમિક્રોન પોઝિટિવ દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયું છે, ત્યારે આજે વડોદરામાં ઓમિક્રોનના પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે, જેને લઈને તંત્રનો જીવ ફરી તાળવે ચોટયો છે. 5 ઓમીક્રોનના કેસમાં 3 પુરુષ અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે. જેમાં બારડોલીથી વડોદરા સબંધીને મળવા આવેલી યુવતી પણ પોઝિટીવ નોંધાઇ છે. આ યુવતીનો 29/12એ RTPCR રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે પોઝિટીવ આવ્યો હતો, જે બાદ આજે યુવતીનો ઓમીક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તો દર્દી હાલ USA હોવાનો આરોગ્ય વિભાગ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. સાથે સાથે વડોદરામાં આજે કોરોનાના 309 નવા કેસ આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. આ વખતે પહેલી વખત વડોદરામાં કોરોનાએ ત્રેવડી સદી ફટકારી છે, જેને લઈને હવે ત્રીજી વેવ આવવાના ભણકારા વ્યાપી રહ્યા છે.

આ પણ વાંચોઃ Vaccination of children in Gujarat 2022: રાજ્યમાં 15થી 18 વર્ષના 16,29,058 બાળકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.