ETV Bharat / state

Corona case in Vadodara: કોરોના સામેની લડાઈમાં વડોદરાનું આરોગ્ય વિભાગ સજ્જ, શું છે તૈયારીઓ જાણો - Vadodara Government Hospital

વડોદરા જિલ્લામાં કોરોના કેસોની સંખ્યામાં વધારો (Corona case in Vadodara )થયો છે. ત્યારે વડોદરા જિલ્લા પ્રશાસને કોરોના સંક્રમણને અટકાવવા ત્વરિત અને અસરકારક પગલા લેવામાં આવ્યા છે. વડોદરા જિલ્લા પ્રસાશન દ્વારા( Vadodara Municipal Corporation)સરકારી અને ખાનગી હોસ્પિટલોને કોવિડ ડેઝિગનેટેડ હોસ્પિટલો તરીકે જાહેર કરી કોરોનાના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ દર્દીઓને સારવાર મળી રહે તે માટે ઉચિત વ્યવસ્થા કરવામાં આવી છે.

Corona case in Vadodara:  કોરોના સામેની લડાઈમાં વડોદરાનું તંત્ર સજ્જ, તંત્ર દ્વારા લેવાયા અસરકારક પગલા

author img

By

Published : Jan 11, 2022, 4:31 PM IST

Updated : Jan 11, 2022, 4:36 PM IST

વડોદરાઃ શહેરમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે સજ્જ છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ (Corona case in Vadodara ) વધતા કેસોની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે વડોદરા જિલ્લા પ્રશાસને કોરોના ( Vadodara Municipal Corporation)સંક્રમણને અટકાવવા ત્વરિત અને અસરકારક પગલાં લીધા છે.

ત્રીજી લહેરનો સામનો કરવા તંત્ર સજ્જ

કોરોના ગ્રસ્તોને અસરકારક આરોગ્ય સુવિધાઓ(Vadodara Health Department) મળી રહે તે માટે વડોદરાના પ્રભારી અને સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન પ્રદીપ પરમારના અસરકારક માર્ગદર્શન હેઠળ વડોદરાના OSD ડૉ.વિનોદ રાવ, મ્યુનિ.કમિશનર શાલિની અગ્રવાલ, જિલ્લા કલેકટર આર.બી.બારડ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ.રાજેન્દ્ર પટેલ દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલોને કોવિડ ડેઝિગનેટેડ હોસ્પિટલો તરીકે જાહેર કરી કોરોનાના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ દર્દીઓને સારવાર મળી રહે તે માટે ઉચિત વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં બેડ, વેન્ટિલેટર અને ઓક્સિજન સહિતના બેડની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોરોનાના સામન્ય લક્ષણો ધરાવતા અને જેઓને ઘરે હોમ આઇસોલેશનની વ્યવસ્થા ન હોય તેવા દર્દીઓ માટે જિલ્લા પ્રશાસન દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ સેન્ટરમાં દર્દીઓને વિના મૂલ્યે દવા, ચા, નાસ્તો તેમજ ભોજનની સુવિધા પૂરી પાડવાનું આગોતરી વ્યવસ્થા કરવામાં આવી છે.

શહેર જિલ્લામાં 50 ધન્વંતરી રથ કાર્યરત

જિલ્લામાં કોરોના સામે લડવા ટેસ્ટીગ, ટ્રેસીગ અને ટ્રીટમેન્ટનો ત્રિસ્તરીય વ્યૂહ અપનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેર અને જિલ્લામાં સંજીવની અને ધન્વંતરી રથોના માધ્યમથી ઘર સારવાર લેતા દર્દીઓને દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં આયુષ દ્વારા આર્યુવેદિક દવાઓનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોરોના ટેસ્ટીગ માટે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે શહેરમાં રાત્રિ કરફયૂ સહિત પ્રતિબંધક હુકમો કરવામાં આવ્યા છે. કોરોનાની ત્રીજી લહેરથી બચવા રસી રામબાણ ઈલાજ છે. ત્યારે જિલ્લામાં મહત્તમ નાગરિકો રસી મુકાવે તે જરૂરી છે. શહેર જિલ્લામાં આરોગ્ય કર્મીઓ, અગ્રીમ હરોળના કોરોના વોરિયર, 45 + તેમજ 60 વર્ષથી વય ધરાવતા નાગરિકોનું રસીકરણ ઝુંબેશ તરીકે હાથ ધરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં લૂંટારૂઓ બન્યા બેફામ, આંગડિયા પેઢીના કર્મચારી પર થયું ફાયરિંગ

શહેર જિલ્લામાં 10,877 બેડ ઉપલબ્ધ

શહેરમાં કોરોનાના દર્દીઓને જરૂરી ઓક્સિજન, દવાનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરા જિલ્લામાં કોવિડ 19 ત્રીજા વેવની તૈયારીને લઈને જિલ્લામાં સરકારી હોસ્પીટલ 20 અને પ્રાઈવેટ હોસ્પીટલ 38 સહિત કુલ 58 હોસ્પીટલમાં કુલ 5,457 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં સરકારી હોસ્પીટલમાં 1,826 અને પ્રાઈવેટ હોસ્પીટલ 3,631 બેડની તૈયારી કરી છે. જેમાં ICU વેન્ટીલેટર સાથેનાં બેડ 244, ICU વેન્ટીલેટર વગર બેડ 468, ઓક્સિજન બેડ 2,137 અને આઇસોલેશન બેડ 2,608નો સમાવેશ કરવામાં આવ્યો છે.

9 PSA પ્લાન્ટ કાર્યરત

વડોદરામાં કોવિડ-19 ત્રીજા વેવની તૈયારી અન્વયે જિલ્લાનાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોવિડ દર્દીઓને ઓક્સીજનની અછત ઊભી ન થાય તે માટે 9 PSA plant કાર્યરત કરવામાં આવ્યા છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કુલ 418 બેડ તૈયાર કરવામાં આવ્યા છે, સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન બેડ માટે 200 જંબો સિલીન્ડર અને 81 ઓક્સિજન કોન્સન્ટ્રેટર આપવામાં આવ્યા છે. વડોદરા જિલ્લામાં કોવીડ 19 ત્રીજા વેવની તૈયારી અન્વયે જિલ્લામાં 10 કોવીડ કેર સેન્ટર કાર્યરત કરાયા છે. જેમા કુલ 1408 બેડની વ્યવસ્થા કરી છે. આ કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓની ઓક્સીજન ફેસીલીટી માટે ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને ઓક્સિજન સિલીન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Bhavnagar Love Jihad case 2022 : ભાવનગરમાં લવ જેહાદ બનાવની ચર્ચા પણ સત્ય શું ? જાણો શું બનાવ

Last Updated : Jan 11, 2022, 4:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.