વડોદરાઃ શહેરમા દેશી રોટલો કાઠીયાવાડી રેસ્ટોરાંમાં બાંધકામને લઇને વિવાદ સર્જાયો હતો. આ અંગે માહિતી આપતાં રેસ્ટોરાંના સંચાલક અશોક પુરોહિતે જણાવ્યું હતું કે, અમે કોઇ પણ પ્રકારનું દબાણ કર્યું ન હોવા છતાં પાલિકાની ટીમ અમારી રેસ્ટોરાંને સીલ માર્યુ છે અને તાત્કાલિક સામાન ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ અમે કોઇ પણ પ્રકારનું દબાણ કર્યું જ નથી.
માત્ર જર્જરીત દીવાલને રંગરોગાન કરીને વ્યવસ્થિત કરી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અમને ખબર પડી છે. બાજુમાં જે જૈન મંદિર આવેલુ છે, તેના ટ્રસ્ટી પ્રવિણભાઇ શેઠ છે. તેમના ભાભી શહેરના મેયર જિગીષાબેન શેઠ છે અને તેમના હુકમથી અમારી રેસ્ટોરાંને સીલ મારવામાં આવ્યું છે.
આ પહેલા અમને ધમકીઓ પણ મળી હતી. વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અધિકારી પરિમલ પટણીએ જણાવ્યું હતું કે, બાંધકામ પરવાનગી વિભાગ દ્વારા ચેન્જ ઓફ વ્યૂ માટે નોટીસ આપવામાં આવી હતી. જે અંતર્ગત રેસ્ટોરાંને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી.