ETV Bharat / state

વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કોંગ્રેસનો હોબાળો, બળવાખોરોની મદદથી દરખાસ્તો થઈ પસાર - વડોદરા ભાજપ

વડોદરાઃ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસના બળવાખોર સભ્યોએ બહુમતીના જોરે તમામ દરખાસ્તો પસાર કરી હતી. જેના કારણે કોંગ્રેસના સભ્યોએ ભારે હોબાળો કર્યો હતો. તે દરમિયાન પોલીસે મધ્યસ્થી કરવાની જરૂર ઉભી થઈ હતી. એક તબબકે સભામાં બન્ને પક્ષના સભ્યો આમને-સામને આવી ગયા હતાં.

general-meeting
author img

By

Published : Nov 8, 2019, 10:56 PM IST

વડોદરા જિલ્લા પંચાયતના નવા પ્રમુખ ઇલાબેન ચૌહાણે આજે ખાસ સામાન્ય સભા બોલાવી હતી. જેમાં તમામ સમિતિઓની સત્તા છીનવી લેવાના મુદ્દા ઉપરાંત પૂર્વ પ્રમુખ દ્વારા જે વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી તેને રદ્દ કરવાના મુદ્દા પર ચર્ચા થવાની હતી. ઉપરાંત આ અંગે મતદાન પણ યોજનાર હતું. પરંતુ, સભાની શરૂઆતમાં ભાજપના સભ્ય કમલેશ પરમારે ઉપપ્રમુખ મુબારક પટેલ સામે સ્ટેજ પર બેસવા સામે વાંધો ઉઠાવ્યો હતો. જે વાંધાને ઇન્ચાર્જ ડીડીઓએ રદ કર્યો હતો. બાદમાં સભામાં ભાજપ અને કોંગ્રેસના બળવાખોર સભ્યોએ બહુમતીના જોરે તમામ દરખાસ્તો પસાર કરાવી લીધી જેના પગલે હવે જિલ્લા પંચાયતમાં તમામ સમિતિઓની સત્તા છીનવાઈ ગઈ છે અને પૂર્વ પ્રમુખ દ્વારા જે વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી તેને રદ કરવામાં આવ્યા છે. હવે નવા પ્રમુખ ફરી વખત વિકાસના કામોની નવી યાદી મુકશે જેને આગામી સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવશે.

વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કોંગ્રેસનો હોબાળો

Intro:
વડોદરા જિલ્લા પંચાયતમાં આજે ખાસ સામાન્ય સભા મળી હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસના બળવાખોર સભ્યોએ બહુમતીના જોરે તમામ દરખાસ્તો પસાર કરતાં કોંગ્રેસના સભ્યોએ ભારે હોબાળો કર્યો જેના પગલે પોલીસ ને દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી. ત્યારે એક તબબકે સભા માં બન્ને પક્ષ ના સભ્યો આમને સામને આવી ગયા હતા..
Body:
વડોદરા જિલ્લા પંચાયતના નવા પ્રમુખ ઇલાબેન ચૌહાણે આજે ખાસ સામાન્ય સભા બોલાવી હતી જેમાં તમામ સમિતિઓની સત્તા છીનવી લેવાના મુદ્દા, તે ઉપરાંત પૂર્વ પ્રમુખ દ્વારા જે વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી તેને રદ્દ કરવાના મુદ્દા ની દરખાસ્ત પર ચર્ચા થવાની હતી તે ઉપરાંત વોટિંગ થવાનું હતું. Conclusion:સભાની શરૂઆતમાં ભાજપના સભ્ય કમલેશ પરમારે ઉપપ્રમુખ મુબારક પટેલ સામે સ્ટેજ પર બેસવા સામે વાંધો ઉઠાવ્યો હતો જે વાંધા ને ઇન ચાર્જ ડીડીઓએ રદ કર્યો હતો.. બાદમાં સભામાં ભાજપ અને કોંગ્રેસના બળવાખોર સભ્યોએ બહુમતીના જોરે તમામ દરખાસ્તો પસાર કરાવી લીધી જેના પગલે હવે જિલ્લા પંચાયતમાં તમામ સમિતિઓની સત્તા છીનવાઈ ગઈ છે અને પૂર્વ પ્રમુખ દ્વારા જે વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી તેને રદ કરવામાં આવ્યા છે હવે નવા પ્રમુખ ફરી વખત વિકાસના કામોની નવી યાદી મુકશે જેને આગામી સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવશે

બાઈટ- પ્રવિણાબેન રોહિત .સામાજિક ન્યાય સમિતિ ચેરમેન
બાઈટ- મુબારક ભાઈ પટેલ ઉપપ્રમુખ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.