વડોદરા સુમનદીપ વિદ્યાપીઠમાં રેગિંગ (Ragging in Vadodara Sumandeep Vidyapeeth )નો ભોગ બનેલા વિદ્યાર્થીના પિતા કેતન ડોડિયાએ જણાવ્યુ હતુ કે મે સૌ પ્રથમ અધિક્ષકને મૌખિક રજૂઆત કરી હતી. રેગિંગ સંબંધી (3 students suspended in Sumandeep ragging case )વાત કરી હતી ત્યારે તેમણે કહ્યુ હતુ કે 20-22 કલાક તો કામ કરવુ પડે. તેમ છતાં તમારી રજૂઆતમાં તથ્ય જણાતા હુ ડો.એચ.ઓ.ડીને વાત કરીશ. ત્યારબાદ મારા પુત્રને ટ્રીટમેન્ટ માટે હું જામનગર લઇ ગયો હતો. ત્યારે મે જે મૌખિક રજૂઆત કરી હતી તે તેમને ગમી ન હતી અને મારા પુત્ર સાથે બેહુદુ વર્તન કર્યુ હતું.
આ પણ વાંચો વાઘોડિયાની ધીરજ હોસ્પિટલમાં સરકારી બેડ ઉપર કોવિડના વધારે દર્દી બતાવવાનું કૌભાંડ
એન્ટી રેગિંગ કમિટી સમક્ષ ફરિયાદ વિદ્યાર્થીના પિતાએ આગળ જણાવ્યું કે સુમનદીપ વિદ્યાપીઠમાં રેંગિંગ કરનારા વિદ્યાર્થીઓએ ઓર્થોપેડીકમાં 22 કલાક કામ કરવુ પડશે, સિનિયરોની તાબે થયુ પડશે અને આને કામ ન કરવુ હોય તો કોઇ શિખવાડતા નહી તેમ મારા પુત્રને કહ્યુ હતું. આવુ કરવાથી વાતાવરણ ખૂબ જ ખરાબ થઇ ગયુ હતુ. અને એચ.ઓ.ડીએ સિનિયરોને રેગિંગ (3 students suspended in Sumandeep ragging case )મામલે ઉત્તેજન આપેલ હતું તે સ્પષ્ટપણે સાબિત થયેલ છે. આખરે મારે ન છુટકે રેગિંગ કમિટી સમક્ષ રજૂઆત કરવાની ફરજ પડી હતી. આજે મે મારા પુત્રની સુમનદીપ વિદ્યાપીઠમાં એન્ટી રેગીંગની ફરિયાદ (Complaint registered in anti ragging committee ) મેં કરેલી છે. એન્ટી રેગીંગ કમિટી દ્વારા આજે મને હાજર રહેવા જણાવ્યુ હતું તેથી હુ અહીં હાજર રહ્યો છું.
ડીનસાહેબ સારા વ્યક્તિ છે ઉલ્લેખનીય છે કે તેમણે કહ્યુ કે મારા પુત્રને કોલેજ કે સંકુલની બહાર ન જવા દેતા. 22 કલાક કામ કરાવતા હતાં.જમવા જવાનો સમય પણ ન આપી એચ.ઓ.ડી તરફથી બેહુદુ વર્તન કરવામાં આવતુ હતું. ડીનસાહેબ સારા વ્યક્તિ છે અને મારા પુત્ર સામે બેહુદુ વર્તન કરતા એચ.ઓ.ડી વિરૂદ્ધ પણ કડક પગલા (Complaint registered in anti ragging committee ) લેશે તેવી મને આશા છે તેમ વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું હતું.