વડોદરા આજના આધુનિક ઈન્ટરનેટ જમાનામાં છેતરપિંડી એ સામાન્ય બની ગઈ છે. પરંતુ કેટલાક સમય અગાઉથી રોકાણ કારેલ વિવિધ સ્કીમો આપી કરેલ મૂડીરોકાણ કરેલ લોકો આજે પણ ફસાયેલા (44 lakh Cheating in Investment )જોવા મળી રહ્યા છે. સહારા ઇન્ડિયા ( Sahara India) ની વિવિધ સ્કીમોમાં રોકાણ કરાવી 44 લાખ 40 હજાર રૂપિયા પરત (44 lakh Cheating in Investment )નહીં કરતા કંપનીના મેનેજર તેમજ માલિક સામે વધુ એક ફરિયાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં (Complaint in Vadodara Crime Branch )નોંધાઇ છે. જેમાં ફરિયાદીએ નાણા પરત માંગતા કંપનીના કર્મચારીઓ માર મારવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ પણ કર્યો છે. સહારા ઇન્ડિયા સ્કીમોમાં છેતરપિંડીનો આ વધુ એક બનાવ સામે આવ્યો છે.
લાખોનું રોકાણ કર્યું વડોદરા શહેરના ગોત્રી હરિનગર વિસ્તારમાં આવેલ શિવમ ટેનામેન્ટમાં રહેતા પવન સુભાષચંદ્ર ફુલ્લી પેસ્ટીસાઇડની કંપની ધરાવે છે. વર્ષ 2000માં તેમનો સંપર્ક સહારા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની ( Sahara India) ના એજન્ટ ઉશ્માનભાઇ હબીબભાઇ પટેલ (રહે. કડુજીનગર, અકોટા, વડોદરા) સાથે થયો હતો. ઉશ્માન પટેલે સહારા કંપનીમાં મૂડીરોકાણની વિવિધ સ્કીમની માહિતી આપી અને સારુ વળતર મળશે તેમ જણાવી પવન ફુલ્લીની પત્ની તથા ભાભી અને તેમની બે દિકરીઓના નામે 36 લાખ 17 હજાર રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું.
પાકતી મુદતે પૈસા લેવા જતા આનાકાની સમય અંતરે પાકતી મુદતે વ્યાજ સહિતની રકમ લેવા માટે વડોદરાના ન્યાય મંદિર પાસે આવેલ સહારાની ( Sahara India) ઓફિસે જતાં તેઓને કંપની પાસે હાલ રૂપિયા નથી તેમ જણાવવામાં આવ્યું હતું. તેમજ મેનેજર પ્રવિણ ચતુર્વેદી અને એરિયા મેનેજર રાકેશ કુમાવતે જો તેઓ પાકતી મુદતના રૂપિયા માસિક સ્કીમમાં રોકી દે તો તેમને મહિને 22 હજાર રૂપિયા વ્યાજ મળશે તેમ જણાવ્યું હતું. જેથી પવન ફુલ્લીએ સહારાની માસિક સ્કીમમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધા હતા. પરંતુ તેનું પણ ત્રણેક મહિના વ્યાજ આવ્યા બાદ વ્યાજ આપવાનું બંધ થઇ ગયું હતું.
29 લોકો સામે ફરિયાદ ફરિયાદી પવન ફુલ્લીએ આક્ષેપ કર્યો છે કે રોકાણ કરેલા રૂપિયા પરત માંગતા સહારા કંપનીના ( Sahara India) કર્મચારીઓ માર મારવાની ધમકી આપે છે. જો કંપની પાસે કર્મચારીઓને પગાર ચુકવવા રૂપિયા છે. ઓફિસોના ભાડા ચુકવવા રૂપિયા છે તો પછી અમારા મૂડીરાકણને પરત કરવા રૂપિયા કેમ નથી? આ મામલે તેમણે સહારા કંપનીના વડોદરાના સ્થાનિક મેનેજર સહિત કંપનીના માલિક સુબ્રતો રોય સહિત કુલ 29 લોકો સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ(Complaint in Vadodara Crime Branch ) નોંધાવી છે.