ETV Bharat / state

વડોદરા જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં રેપીડ ડોર ટુ ડોર આરોગ્ય સર્વે હાથ ધરવાની કલેકટરની સૂચના

વડોદરામાં કોરોનની સ્થિતિને ધ્યાને લઈ કલેકટર શાલિની અગ્રવાલે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં તેમણે તંત્રને રેપિડ ડોર ટુ ડોર આરોગ્ય સર્વે હાથ ધરવા જણાવ્યું છે.

Vadodara
Vadodara
author img

By

Published : Nov 21, 2020, 9:59 PM IST

  • વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં સોમવારથી રેપિડ ટેસ્ટ ડોર ટુ ડોર આરોગ્ય સર્વે હાથ ધરાશે
  • જિલ્લા કલેકટરે કોવિડ સ્થિતિના સંદર્ભમાં કરી સમીક્ષા બેઠક
  • માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું કડકાઈથી પાલન કરાવવા નિર્દેશ

વડોદરાઃકોરોનાના વધતા જતાં વ્યાપને લઈ વડોદરા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સોમવારથી રેપિડ ડોર ટુ ડોર આરોગ્ય સર્વે હાથ ધરવામાં આવશે. જે અંગે જીલ્લા કલેકટરે વિડિયો કોન્ફરન્સથી બેઠક યોજીને આરોગ્ય પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

રેપિડ ડોર ટુ ડોર આરોગ્ય સર્વે શરૂ કરવાની જીલ્લા આરોગ્ય તંત્રને સૂચના

વડોદરા જીલ્લા કલેકટર શાલિની અગ્રવાલે આગામી સોમવાર થી કોવિડ વિષયક તકેદારીના ભાગરૂપે જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં રેપિડ ડોર ટુ ડોર આરોગ્ય સર્વે શરૂ કરવાની જિલ્લા આરોગ્ય તંત્રને સૂચના આપી છે. તેમણે ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા આરોગ્ય સેવાઓને સઘન બનાવવા પણ જણાવ્યું છે.

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતની કોવિડ તકેદારીઓનું ચુસ્ત પાલન કરવા કર્યો અનુરોધ

જીલ્લા કલેકટરએ આજે જીલ્લાના પ્રાંત અધિકારિઓ,મામલતદારો,તાલુકા આરોગ્ય અધિકારીઓ,નગર પાલિકાઓના ચીફ ઓફિસરો સાથે વિડિયો કોન્ફરન્સથી બેઠક યોજીને આરોગ્ય પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.તેમણે પ્રશાસન,પોલીસ અને આરોગ્ય તંત્ર સંકલન કરીને ગ્રામ વિસ્તારોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતની કોવિડ તકેદારીઓનું ચુસ્ત પાલન કરાવે તેઓ અનુરોધ કરવાની સાથે આરોગ્ય જાગૃતિ શિક્ષણ સઘન બનાવવા જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.