ETV Bharat / state

વડોદરાના સયાજી હોસ્પિટલના વર્ગ-4ના કર્મચારીઓ ઊતર્યા હડતાલ પર, રામધૂન કરી દર્શાવ્યો વિરોધ

વડોદરાઃ મધ્યગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં વર્ગ-4ના કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈ હડતાલ પર ઊતર્યા છે. જેથી આ તમામ કર્મચારીઓએ એકત્ર થઇ સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટની ઓફિસ ખાતે રામધુન બોલાવી હતી.

sayaji-hospital
author img

By

Published : Sep 10, 2019, 3:05 AM IST

છેલ્લા 1.5 વર્ષથી આ કર્મચારીઓની પડતર માંગણીઓને ધ્યાને ન લેવામાં આવતા આજે હડતાળનું શસ્ત્ર ઊગામ્યું હતું. વર્ગ-4ના કર્મીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, તેમને સત્તાવાર રીતે સરકાર દ્વારા 14 હજાર રૂપિયાનો પગાર આપવામાં આવે છે, પરંતુ કોન્ટ્રાક્ટર તેમને માત્ર 8 હજાર પગારની ચુકવણી કરે છે. જો કે, એક સમયે કર્મચારીઓએ આવેશમાં આવી જતાં સરકાર તેમજ સત્તાધીશોના વિરોધમાં ભારે સૂત્રોચાર કરી રામધુન પણ બોલાવી હતી.

જેથી રજુઆત માટે આવેલા કર્મચારીઓ અને પોલીસ વચ્ચે રકઝક પણ થઈ હતી. અંતે સત્તાધીશો દ્વારા આ કર્મચારીઓને મંગળવારે મુલાકાત માટે સમય આપવામાં આવતાં કર્મચારીઓ શાંત પડ્યા હતા. જો સત્તાધીશો દ્વારા આ મુલાકાતમાં કોઇ નિર્ણય લેવામાં નહી આવે તો, આગામી સમયમાં ઊગ્ર આંદોલનની ચીમકી પણ ઊચ્ચારવામાં આવી હતી.

વડોદરાના સયાજી હોસ્પિટલના વર્ગ-4ના કર્મચારીઓ ઊતર્યા હડતાલ પર

આ મામલે કર્મચારી મંડળના આગેવાન અશ્વીન સોલંકીએ જણાવ્યું હતું કે, અમારી માગ એટલી છે કે, દોઢ વર્ષથી આ કર્મચાકીઓની પડતર માંગણીઓ આજે પણ પુરી નથી થઇ અને કોન્ટ્રાક્ટર દ્વારા અડધો પગાર કાપી લેવામાં આવે છે. જેથી અને આ મામલે રજુઆત કરવા માટે આવ્યાં છીએ. જો અમારી માગ પુરી નહિ થાય તો, આગામી સમયમાં ઊગ્ર આંદોલન કરવામાં આવશે.

Intro: વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે વર્ગ 4ના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર, રામધૂન કરી દર્શાવ્યો વિરોધ..

Body:મધ્યગુજરાત ની સૌથી મોટી હોસ્પિટલ એવી વડોદરા શહેર ની સયાજી હોસ્પિટલ માં વર્ગ ચાર ના કોન્ટ્રાક્ટ પર ના કર્મચારી ઓ હડતાળ પર ઊતરી ગયાં હતાં.અને તમામ કર્મચારી ઓ એકત્ર થઇ ને સયાજી હોસ્પિટલ ના સુપ્રિટેન્ડન્ટ ની ઓફિસ ખાતે રામધુન કરી હતી.

Conclusion:છેલ્લા દોઢ વર્ષ થી આ કર્મચારી ઓની પડતર માંગણી ઓ પુર્ણ ના થતાં આજે હડતાળ નુ શસ્ત્ર ઊગામ્યું હતું.વર્ગ ચાર ના કર્મી ઓ દ્રારા એવો આક્ષેપ કરવા માં આવ્યો હતો.કે તેમને સત્તાવાર રીતે સરકાર દ્રારા રૂપિયા 14 હજાર ના પગાર આપવા માં આવે છે. પરંતુ કોન્ટ્રાક્ટર તેમને માત્ર 8  હજારપગાર ની ચુકવણી કરે છે.જો કે એક સમયે કર્મચારી ઓ આવેશ માં આવી ગયાં હતાં.અને સરકાર તેમજ સત્તાધીશો ના વિરોધ માં ભારે સૂત્રોચાર કર્યાં હતાં.અને રામ ધુન બોલાવી હતી.જો કે રજુઆત કરવા માટે આવેલા કર્મચારી અને પોલિસ વચ્ચે પણ ચકમક ઝરી હતી.જો કે અંતે સત્તાધીશો દ્રારા આ કર્મચારી ઓને આવતીકાલે મુલાકાત કરવા નો સમય આપવા માં આવતાં કર્મચારી ઓ શાંત થયાં હતાં.જોકે આવતીકાલે સત્તાધીશો દ્રારા જો કોઇ  નિર્ણય લેવવા માં નહિ આવે તો ઊગ્ર આંદોલન ની ચિમકી આ કર્મચારી ઓ દ્રારા ઊચ્ચારવા માં આવી હતી.

જોકે આ મામલે કર્મચારી મંડળના આગેવાન અશ્વીન સોલંકીએ જણાવ્યું હતું કે  અમારી માંગ એટલી છે,કે દોઢ વર્ષ થી વર્ગ ના ચાર ના કર્મી ઓને પડતર માંગણી આજે પણ પુરી નથી થઇ કોન્ટ્રાક્ટર દ્રારા અડધો પગાર કાપી લેવા માં આવે છે..આ મામલે રજુઆત કરવા માટે આવ્યાં છે. જો અમારી માંગ પુરી નહિ થાય તો ઊગ્ર આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું..

નોંધઃ સ્ટોરી એપ્રુવ બાય ડેસ્ક..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.