વડોદરા: વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોમાં સપડાઈ છે. યુનિવર્સિટીની બોઇઝ હોસ્ટેલના ગેટ પાસે ગત મોડી રાત્રે બે જૂથ વચ્ચે મારામારી સર્જાઈ હતી. મારામારી ઉગ્ર બનતા સયાજીગંજ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ ઘટનાને લઈ સયાજીગંજ પોલીસ દ્વારા બોઇઝ હોસ્ટેલમાં ચેકીંગ હાથ ધાર્યું હતું. આ મારામારી વોટ્સઅપ ગ્રુપમાંથી સભ્યને કાઢવાને લઈ થઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલે સયાજીગંજ પોલીસ માથાકમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.
સમાધાન દરમ્યાન મારામારી: રવિશંકર કુમાર ઉર્ફે સમરેશ અને મારા બીજા મિત્ર શિવમ ચૌધરીને પોતાના ગ્રુપમાંથી રીમુવ કરતા આ બંને વચ્ચે વોટ્સઅપ ગ્રુપમાં બોલાચાલી થઈ હતી. ત્યારબાદ એકબીજા વચ્ચે સમાધાન માટે ગઈકાલે રાત્રે 10 વાગે એમ.એસ.યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના મેઈન ગેટ પાસે ભેગા થવા થયા હતા. સમાધાન માટે આવ્યા છતાં રવિશંકર કુમાર ઉર્ફે સમરેશ, આકાશ જા, રોહિતકુમાર અને નિખિલ કુમાર પાસવાને અભદ્ર વર્તન કર્યું હતું.
લોખંડના સળીયાથી માર માર્યો: આ બબાલ ઉગ્ર બનતા ફરિયાદીને રોહિત કુમારે નજીકમાં પડેલ લોખંડનો સળીઓ પોતાના હાથમાં લઇ મારી પીઠ પાછળ માર્યો હતો. સાથે મારા મિત્રને પણ ઇજાઓ પહોંચાડી હતી. આ ઘટનાને પગલે હોસ્ટેલના સિક્યુરિટી તથા હોસ્ટેલના બીજા છોકરાઓ દોડી આવ્યા હતા અને તેઓને બચાવ્યા હતા. આ ઘટનાને લઈ ફરિયાદીને જમણી આંખ, નાક અને પીઠના પાછળના ભાગે ઇજાઓ પહોંચી હતી. સાથે તેના બંને મિત્રોને પણ સામાન્ય ઇજાઓ પોહચતા ત્રણેને એસએજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: નો ડિટેઇન પોલીસીની લઈને MS યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન
પોલીસે તપાસ હાથ ધરી: આ ઘટનાને પગલે સયાજીગંજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. એમ.એસ.સી સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા સત્યજીતસીંગ ગોહિલે સયાજીગંજ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ નોંધાવી હતી. સયાજીગંજ પોલીસે હોસ્ટરલમાં પણ તપાસ હાથ ધરી હતી અને આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શખ્સોને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી.
આ પણ વાંચો: MS યુનિવર્સિટીના મેગા પ્લેસમેન્ટ ફેરમાં 700થી વધુ યુવાનોના સપના સાકાર થયા